પિત્ઝા, બર્ગરમાં વપરાતું માયોનીઝ સ્કિનથી લઈને સનબર્ન અને પિંપલ્સની સમસ્યા પણ કરી શકે છે દૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 

હેલ્થ ડેસ્કઃ કેટલાક લોકો માટે બર્ગર, સેન્ડવિચ અને સલાડ તેમના પસંદીદા મેયોનેઝ વિના અધૂરા છે. તો બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જે ફિટનેસ અને અન્ય કારણોસર તેનું નામ પણ નથી લેતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે મેયોનેઝના કેટલાય બ્યુટી ફાયદા પણ છે. ઇંડાની જરદી, રિફાઇન્ડ ઓઇલ્સ અને વિનેગરથી બનેલા મેયોનેઝમાં વિપુલ પ્રમાણમાં વિટામિન E મળે છે, જે સ્કિનને સોફ્ટ અને યંગ બનાવી રાખે છે તથા વિટામિન K હેલ્ધી ટિશ્યૂ ડેવલપમેન્ટમાં મદદ કરે છે. મેયોનેઝમાં વિપુલ પ્રમાણમાં પ્રોટીન્સ પણ મળે છે જે વાળને મજબૂત બનાવે છે.

 

 

સોફ્ટ, ગ્લોઇંગ અને યંગ સ્કિન માટે મેયોનેઝ

 

મેયોનેઝ સ્કિન-ફ્રેન્ડલી ન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે, જે સ્કિનને સોફ્ટ બનાવી રાખે છે અને વધતી ઉંમરની નિશાનીઓ ઓછી કરે છે. તેમાં મળતા પ્રોટીન સ્કિનને સોફ્ટ બનાવી રાખે છે અને લીંબુ અથવા વિનેગરનું સાઇટ્રિક એસિડ કોલોજન પ્રોડક્શનને બૂસ્ટ કરે છે. તેના માટે ચહેરાને સાફ કરો અને હળવા હાથે થપથપાવતા સુકાવો. હવે આંખોને બચાવતા મેયોનેઝની એક સરખી લેયર ચહેરા પર લગાવો. તેને 15થી 20 મિનિટ સુધી રાખો અને મસાજ કરતા હુંફાળા પાણીથી ધોઈ લો. તેના પછી ચહેરા પર એક સારું મોઇશ્ચરાઇઝર લગાવો.

 

પિંપલ્સ કરે છે દૂર

 

તમે કદાચ વિચારી રહ્યા હશો કે ઓઇલી અને ગ્રીસી મેયોનેઝ કઈ રીતે પહેલાથી જ ઓઇલી અને પિંપલ્સ થવાવાળી સ્કિનને ઠીક કરી શકે છે? પરંતુ મેયોનેઝને કાચાં મધમાં મિક્સ કરીને લગાવવાથી આ સ્કિન પર જાદુની જેમ કામ કરે છે અને પિંપલ્સ થતા અટકાવે છે. તેના માટે 2 મોટી ચમચી કાચાં મધમાં અડધો કપ મેયોનેઝ મિક્સ કરો. તેની પાતળી અને સમાન લેયર ચહેરા પર લગાવો. તેને 15 મિનિટ સુધી રાખીને ઠંડા પાણીથી ધોઈ લો. તેના નિયમિત ઉપયોગથી પિંપલ્સના ડાઘ ઓછા થવા લાગશે. તમારા આખા ચહેરા પર લગાવતા પહેલા અમે તમને તેનું પેચ ટેસ્ટ કરવાની સલાહ આપીશું.

 

એક્સફોલિએશન

 

સરખા પ્રમાણમાં ખાંડ અને ઓટમીલ મિક્સ કરો અને તેમાં એક નાની ચમચી મધ અને મેયોનેઝ નાખીને ઝીણી પેસ્ટ બનાવી લો. સ્નાન પહેલા તેને પોતાની બોડી અને ચહેરા પર લગાવો. તેને હળવા હાથે સ્ક્રબ કરો અને પછી સ્નાન કરી લો.

 

સનબર્નથી ફાયદાકારક

 

મેયોનેઝમાં વિટામિન E અને K ભરપૂર પ્રમાણમાં મોજૂદ હોય છે, જે સ્કિન સેલ્સને રિપેર કરે છે. આ સિવાય મેયોનેઝમાં મળતા ન્યૂટ્રિઅન્ટ્સ સ્કિનને કુલ રાખે છે, રેડનેસને ઓછી કરે છે અને હીલિંગની સ્પીડ વધારે છે. તો જો તમે પણ સૂરજની રોશનીમાં ઘણો સમય વિતાવ્યો હોય અને તમને સનબર્ન થઈ ગયું હોય તો મેયોનેઝ તેને રિપેર કરવામાં તમારી મદદ કરી શકે છે.

 

વીક નેઇલ્સ

 

શું તમારા નખ પણ વીક છે અને જલદી તૂટી જાય છે? તો મેયોનેઝ તમને હેલ્ધી અને મજબૂત નખ આપશે. તમારા નખને 5 મિનિટ સુધી મેયોનેઝથી મસાજ કરો અને પછી માઇલ્ડ સાબુ અને હુંફાળા પાણીથી ધોઈ લો. આ માત્ર તમારા નખ મજબૂત નથી કરતું પરંતુ તમારી સ્કિનને મોઇશ્ચરાઇઝ કરીને ડ્રાય ક્યૂટિકલ્સ પણ ઓછા કરશે.

 

સુંદર પગ

ઉનાળો આવતા જ રફ, ડ્રાઇ અને ટેન પગની સમસ્યા થઈ જાય છે, પરંતુ હવે નહીં. ઉનાળાનું સ્વાગત મેયોનેઝ સાથે કરો. તમારા પગ પર મેયોનેઝ લગાવો અને મોજા પહેરી લો.પછી તેની પર પ્લાસ્ટિક બેગ્સ બાંધી લો. તેનાથી તમારા ફર્શ પર મેયોનેઝ નહીં ફેલાય. તેને 20 મિનિટ સુધી રાખો અને પછી પગને હુંફાળા ગરમ પાણીમાં નાખીને ધોઈ લો.

 

ડીપ કંડીશનિંગ

 

જો તમે પણ ડ્રાય અને ફ્રીઝી વાળથી પરેશાન છો તો મેયોનેઝનો ઉપયોગ કરો. હમેંશની જેમ તમારા વાળને શેમ્પૂ કરો, પછી ટૉવલથી તમારા વાળ સુકાવી દો. તેની પર મેયોનેઝ લગાવો અને સ્કાલ્પમાં 3થી 5 મિનિટ સુધી મસાજ કરો. હવે તમારા વાળને 30 મિનિટ માટે શાવર કૅપથી કવર કરી લો. તેના પછી વાળને શેમ્પૂ કરો અને સુકાવા દો. સારા પરિણામ માટે મહિનામાં એક વખત જરૂર કરવું.

 

જૂંથી છુટકારો

 

સૂતા પહેલા તમારા વાળ અને સ્કાલ્પમાં મેયોનેઝ લગાવો. તેને શાવર કૅપથી કવર કરો અને આખી રાત રહેવા દો. સવારે ઉઠીને વાળને શેમ્પૂ કરી લો અને જૂં નીકાળવા માટે પાતળા કોમ્બથી વાળ કોમ્બ કરો. અસરકારક રિઝલ્ટ માટે 10 દિવસ પછી ફરી કરો.

 

 

આ પણ વાંચોઃ- હળદર, બટાકા અને લીંબુના રસ સહિત 8 વસ્તુઓથી દૂર થશે અંડરઆર્મ્સની કાળાશ