Divya Bhaskar

Home » Lifestyle » Health » Avoid this 5 mistake after wash your hair

વાળ ધોયા બાદ ક્યારેય ન કરશો આ 5 ભૂલો, ફાયદાને બદલે થશે નુકસાન

Divyabhaskar.com | Updated - Jan 29, 2018, 12:04 AM

હેર અને બ્યૂટી એક્સપર્ટ સ્વાતિ ખિલરાની જણાવે છે કેટલીક એવી ભૂલો વિશે જે વાળને નુકસાન કરે છે

  • Avoid this 5 mistake after wash your hair
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ આખા દિવસમાં આપણે અનેક એવી ભૂલો કરીએ છીએ જેની ખરાબ અસર વાળ પર થાય છે. મોટાભાગે લોકો નહાયા બાદ તરત વાળ સાથે એવી કેટલીક ભૂલો કરે છે જેનાથી હેર ફોલ, ડેન્ડ્રફ અથવા વાળ પાતળા થવાની સમસ્યા રહે છે. જો તેની પર ધ્યાન આપવામાં આવે તો આ સમસ્યાથી બચી શકાય છે. હેર એન્ડ બ્યૂટી એક્સપર્ટ સ્વાતિ ખિલરાની જણાવે છે કેટલીક એવી ભૂલો જે આપણે રોજ કરીએ છીએ અને તેની અસર વાળ પર થાય છે.

    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો વાળ ધોયા બાદ કરાતી કેટલીક ભૂલોને વિશે વિગતે...

  • Avoid this 5 mistake after wash your hair
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    હેર સ્ટાઇલિંગ મશીનનો ઉપયોગ


    વાળને ધોવા માટે ડ્રાય અને સ્ટ્રેટ મશીનની જરૂર રહે છે. તેનો વધારે ઉપયોગ કરવાથી વાળના મૂળ નબળા પડે છે. તેનાથી હેર ફોલ થવા લાગે છે. 

  • Avoid this 5 mistake after wash your hair
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    વાળ બાંધવા


    વાળને ધોયા બાદ બાંધી લેવાથી તેમાં લાંબા સમય સુધી ભેજ રહે છે. તેના કારણે સ્કલ્પ પર ઇન્ફેક્શન અને ડેન્ડ્રફનો ખતરો વધે છે. 

  • Avoid this 5 mistake after wash your hair
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    આંગળીઓનો ઉપયોગ


    ભીના વાળની ગૂંચ કાઢવા માટે આંગળીઓનો ઉપયોગ ન કરો. આમ કરવાથી વાળ હાથમાં ફસાઇ જાય છે અને ઝડપથી તૂટવા લાગે છે.

  • Avoid this 5 mistake after wash your hair
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    તેલનો ઉપયોગ કરવો


    ભીના વાળમાં તેલ લગાવવાથી તેમાં ધૂળ ચોંટે છે. તેના કારણે હેર ફોલ અને ડેન્ડ્રફની સમસ્યા થઇ શકે છે. નહાયાની 30 મિનિટ બાદ વાળમાં તેલ લગાવો અથવા રાતે સૂતા પહેલાં તેલ લગાવી લો.

  • Avoid this 5 mistake after wash your hair

    કાંસકો ફેરવવો


    વાળ ધોયા બાદ તેમાં ભેજ આવી જાય છે. તેથી વાળ ધોયા બાદ તરત વાળમાં કાંસકો ન ફેરવો. આ ભૂલથી વાળ તૂટે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending