આયુર્વેદિક 5 ટિપ્સ: પાણીમાં મીઠું મેળવી સ્નાન કરવાથી હાઈ બ્લડ પ્રેશર સામાન્ય થઈ શકે છે

બિલ્વપત્રની ચટણીનો ઉકાળો પીવાથી હાઈ બ્લડ પ્રશરમાં રાહત મળે છે

divyabhaskar.com | Updated - Aug 09, 2018, 12:08 PM
Ayurvedic tips for high blood pressure

હેલ્થ ડેસ્ક : હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી આજે કરોડો લોકો પીડાય છે. 2016ના સ્ટડી મુજબ ભારતમાં 20 કરોડ લોકોને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હતી. જેમનું બ્લડ પ્રેશર 120/80 હોય તેને સામાન્ય કહેવાય છે. આજે અહીં હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાના આયુર્વેદિક ઉપયાર અમે જણાવી રહ્યા છીએ.

1. વાગભટ્ટ સંહિતામાં એ કહેવાયું છે કે જેમને હાઈબ્રડપ્રેશર છે તેઓએ એક બાલટી પાણીમાં 15 ગ્રામ નમક મેળવી સ્નાન કરવાથી હાઈબ્લડ પ્રેશર ઠીક થઈ શકે છે. સ્નાન કરતી વેળાએ માથા પર પાણી ન નાખવું. શરીર પરથી તેની જાતે પાણી સુકાય પછી જ કપડાં પહેરવા.

2. હાઈપીવીને સામાન્ય કરવા- એક ચમચી મેથીના દાણાને એક ગ્લાસ ગરમ પાણીમાં રાત્રે પલાળી દેવા. સવારે ઊઠીને આ પાણીને પીવું અને મેથી દાણાને ચાવીને ખાઈ જવા.

3. સવારે ખાલી પેટ દૂધીનું એક ગ્લાસ જ્યુસનું સેવન હાઈ બીપી સામાન્ય કરી શકે છે.

4. બિલ્વપત્ર હાઈબીપીમાં સારું કામ કરે છે, પાંચ બિલ્વપત્ર લઈ તેની ચટણી બનાવવી. આ ચટણીને એક ગ્લાસ પાણીમાં ખૂબ ઉકાળવી. એક ગ્લાસ પાણી અડધો ગ્લાસ થઈ જાય ત્યા સુધી ઉકાળવી. આ ઉકાળો ઠંડો થઈ જાય પછી તેનું સેવન કરવું.

5. સવારે ખાલી પેટ અડધો કપ ગૌમૂત્ર પીવાથી પણ હાઈબ્લડ પ્રેશર સામાન્ય થઈ શકે છે.

6. જેમને લો બ્લડ પ્રેશર છે તેઓએ એક ગ્લાસ પાણીમાં થોડું મીઠું મેળવીને પીવું. આ ન માફક આવે તો એક સ્લાસ પાણીમાં થોડો ગોળ, લીંબુનો રસ અને મીઠું નાખીને સવાર-સાંજ પીવાથી લો બ્લડ પ્રેશરમાં રાહત મળે છે અને સામાન્ય થઈ શકે છે.

(નોંધ- અહીં જણાવેલ ઉપાય કરતા પહેલા વૈદની સલાહ લેવી. તેમજ આ ઉપાયો પૈકી એક સમયે કોઈ એક જ ઉપાય કરવો. )

બ્લડ પ્રશરની સમસ્યા છે તેનો ખ્યાલ કેવી રીતે આવે?

1. સતત માથાનો દુખાવો
2. સતત મુંજવણનો અનુભવ થતો હોય
3. આંખના વિઝનમાં ફેરફાર અનુભવાય
4. છાતીમાં દુખાવો થવો
5. શ્વાસ લેવામાં તકલીફ
6. હ્રદયના ધબકારા અનિયમિત થઈ જવા
7. યુરીનમાં લોહી આવવું.

કાનમાં ખંજવાળ શા માટે આવે છે? જાણો આયુર્વેદિક ઉપચાર

X
Ayurvedic tips for high blood pressure
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App