Divya Bhaskar

Home » Lifestyle » Health » દાંતની પીળાશ દૂર કરશે લીંબુની છાલનો આ 1 ઉપાય | Yellow teeth - Ayurvedic Diet & Natural Home Remedies

દાંતની પીળાશ દૂર કરશે લીંબુની છાલનો આ 1 ઉપાય, જાણો આવી અન્ય 4 ટિપ્સ

Divyabhaskar.com | Updated - Apr 28, 2018, 05:58 PM

ડો. અબરાર મુલ્તાની તમને કેટલાક એવા આયુર્વેદિક ઉપાય જણાવી રહ્યા છે જેની મદદથી તમારા પીળા દાંત સફેદ થઈ જશે.

  • દાંતની પીળાશ દૂર કરશે લીંબુની છાલનો આ 1 ઉપાય | Yellow teeth - Ayurvedic Diet & Natural Home Remedies
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ અહીં આયુર્વેદિક એક્સપર્ટ ડો. અબરાર મુલ્તાની તમને કેટલાક એવા આયુર્વેદિક ઉપાય જણાવી રહ્યા છે જેની મદદથી તમારા પીળા દાંત સફેદ થઈ જશે. કેટલાક ઉપાયની અસર તરત જોવા મળી જશે, જો તેને તમે બતાવવામાં આવેલી યોગ્ય રીતથી ફોલો કરવામાં આવે. ચાલો જાણીએ આ ઉપાય વિશે.

    - લીંબુની છાલમાં એક ચપટી સિંધાલૂણ મીઠું લગાવીને દાંત ઘસો. તેનાથી દાંતની પીળાશ દૂર થઈ જશે. લીંબુમાં વિટામિન સી હોય છે જે આયુર્વેદ મુજબ ગંદકીને સાફ કરે છે એટલે આ દાંત માટે અદભુત મંજન સાબિત થાય છે. તેનાથી પીળા દાંત સફેદ થઈ જાય છે.

    - અડધી ચમચી હળદર પાઉડરમાં થોડાં ટીપાં પાણી મિક્સ કરીને થીક પેસ્ટ બનાવી દાંત પર લગાવવાથી દાંત સાફ થઈ જાય છે. હળદર ખુદ પીળી હોય છે, પરંતુ દાંતને સફેદ બનાવે છે.

    આગળ વાંચો, અન્ય ટિપ્સ જે પીળા દાંતને સફેદ બનાવે છે...

  • દાંતની પીળાશ દૂર કરશે લીંબુની છાલનો આ 1 ઉપાય | Yellow teeth - Ayurvedic Diet & Natural Home Remedies

    - કેળામાં પોટેશિયમ, મેગ્નેશિયમ તથા મેગ્નીઝ વધુ પ્રમાણમાં હોય છે, જે દાંત માટે ફાયદાકારક હોય છે. તે પીળાશ દૂર કરવામાં મદદ કરે છે. કેળાથી દાંતના ડાઘ દૂર કરવા માટે કેળાની છાલનો અંદરનો ભાગ 2 મિનિટ સુધી દાંત પર ઘસો. આ ઉપાય 15 દિવસ સુધી કરો. પીળાશ દૂર થશે.

     

    - નારિયેળના તેલમાં રહેલું લોરિક એસિડ દાંત પર જામેલા પ્લેકને સાફ કરવામાં મદદ કરે છે. નારિયેળના તેલમાં એન્ટી માઇક્રોબિયલ ગુણ હોય છે. એટલે તમે થોડી વાર સુધી નારિયેળ તેલને મોંમાં રાખીને કોગડા કરી શકો છો. તેનાથી પણ દાંત સાફ થઈ જશે.

     

    - સ્ટ્રોબેરીમાં રહેલું વિટામિન C દાંતના પ્લાકને તોડવામાં મદદ કરે છે જે દાંતની પીળાશનું મુખ્ય કારણ છે અને તેમાં મૈલિક એસિડ નામનું એન્ઝાઇમ પણ હોય છે, જે ડાઘને સાફ કરવામાં મદદ કરે છે. પાકેલી સ્ટ્રોબેરીની પેસ્ટ બનાવીને તેનાથી દાંત સાફ કરો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending