આ 1 ગોળી લેવાથી થાય છે 7 Side Effects, આજથી જ ટાળો ઉપયોગ

તમે પણ છો ડિસ્પ્રિન લેવાના આદિ?જાણી લો તેની 7 Side Effects

Divyabhaskar.com | Updated - Feb 05, 2018, 09:11 AM
here are the 7 Side Effects Of Disprin Tablet

યુટિલિટી ડેસ્કઃ ડિસ્પ્રિનની ગોળીને શરીરના કોઇ પણ ભાગમાં થતા નાના મોટા દર્દમાં ઉપયોગમાં લેવાય છે. જેમકે માથાનો દુઃખાવો, શરીર દુઃખવું, દાંતનું દર્દ કે પછી કમર દર્દ. તેનો ઉપયોગ તમે જાતે જ કરી લો છે. આ માટે ડોક્ટરની સલાહ પણ લેતા નથી. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે ડિસ્પ્રિન ટેબલેટ શું કામ કરે છે અને તેની સાઇડ ઇફેક્ટ શું છે.

ડિસ્પ્રિનની ગોળીને જ્યારે કોઇ પણ દર્દમાં ઉપયોગમાં લેવાય છે ત્યારે તે શરીરમાં જઇને તેને એન્જાઇમ સાઇક્લો ક્સીજિનેનની સક્રિયતાને બ્લોક કરે છે. જે શરીરમાં દર્દ અને સોજા જન્માવનારી યોગિક પ્રોસ્ટાગ્લેડિન બનવાની પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે કે ડિસ્પ્રિન આ પ્રક્રિયાને રોકે છે. દવા લીધા બાદ વ્યક્તિને આરામ મળે છે. તેને એસ્પિરિનના નામે પણ ઓળખવામાં આવે છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ડિસ્પ્રિનથી કઇ કઇ મુશ્કેલીઓ થઇ શકે છે...

here are the 7 Side Effects Of Disprin Tablet

ડિસ્પ્રિનથી આવી અનેક મુશ્કેલીઓ થઇ શકે છે

 

- ડિસ્પ્રિનના કારણે કોઇ વ્યક્તિને પેટમાં દર્દ, બળતરા, સોજા કે અસહજતાની સમસ્યા થઇ શકે છે. 
- ડિસ્પ્રિનના કારણે જઠરશોથની સમસ્યા થાય છે. કોઇને પહેલેથી આ સમસ્યા હોય તો તેને વધારે તકલીફ થઇ શકે છે. 
- ઉલટી પણ થઇ શકે છે અને વ્યક્તિને બીમારી જેવું અનુભવાય છે.
- પેટ અને આંતરડામાં ચાંદા પડે છે અને તેના કારણે લોહી પણ નીકળી શકે છે.
- એલર્જીની સમસ્યા પણ થાય છે. ચામડી પર ચકામા થાય છે અને હોઠ, ગળા અને જીભ પર સોજા આવી શકે છે.
- જેને અસ્થમાની તકલીફ છે તેને અસ્થમાનો એટેક પણ આવી શકે છે.
- કોઇને વાગ્યા બાદ લોહી ન રોકાવવાની સમસ્યા હોય તો તેમાં સમસ્યા વધે છે. કારણ કે આ ગોળી લોહી પાતળું કરે છે. 

X
here are the 7 Side Effects Of Disprin Tablet
here are the 7 Side Effects Of Disprin Tablet
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App