7 દિવસ સુધી રોજ ખાઓ 2 અંજીર, એકસાથે મળશે ઘણા ફાયદા

એક અંજીરમાં 129 મિગ્રા પોટેશિયમ હોય છે, જે હાર્ટ પ્રોબ્લેમથી બચાવે છે

divyabhaskar.com | Updated - Jun 14, 2018, 04:17 PM
અંજીર શરીરમાં હિમોગ્લોબિન પણ
અંજીર શરીરમાં હિમોગ્લોબિન પણ

હેલ્થ ડેસ્ક: સૂકાં અંજીર એક હેલ્ધી ડ્રાયફ્રુટ ગણાય છે. એક અંજીરમાં 129 મિગ્રા પોટેશિયમ હોય છે, જે હાર્ટ પ્રોબ્લેમથી બચાવે છે અને બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે. અંજીર ઘણી બીમારીઓના ઇલાજમાં મદદ કરે છે. સતત 7 દિવસ સુધી રોજ 2 અંજીર ખાવાથી ઘણી બીમારીઓમાંથી છૂટકારો મળે છે. અંજીરને સવારે કે રાત્રે સૂતાં પહેલાં ખાવાં જોઇએ.


આયુર્વેદિક એક્સપર્ટ નવીન જોશી જણાવે છે કે, અંજીરમાં ફાઇબર, સલ્ફર અને ક્લોરિન ભરપૂર માત્રામાં જોવા મળે છે. સૂકાં અંજીરમાં ઓમેગા 3 અને ફિનૉલની સાથે-સાથે ઓમેગા 6 ફેટી એસિડ્સ પણ હોય છે. તેને ખાવાથી થતા ફાયદા વિશે જણાવી રહ્યા છીએ અમે.


- કફ મટાડે છે: સતત 7 દિવસ સુધી અંજીર ખાવાથી કફની સમસ્યામાંથી છૂટકારો મળે છે. આ માટે રોજ રાત્રે સૂતાં પહેલાં અંજીર ખાવાં. તેને દૂધમાં ઉકાળીને પણ સેવન કરી શકાય છે.

- અંજીરના સેવનથી શરીરની દુર્બળતા દૂર થાય છે અને શરીરને શક્તિ મળે છે.

- અંજીરને દૂધમાં ઉકાળી સવાર-સાંજ સેવન કરવાથી શારીરિક સુખની તાકાત પણ વધે છે.

- અંજીર શરીરમાં હિમોગ્લોબિન પણ વધારે છે.

- અંજીરમાં કેલ્શિયમ પણ ભરપૂર હોય છે. ઉપરાંત તે હાડકાં પણ મજબૂત બનાવે છે.

- અંજીરમાં પોટેશિયમ હોવાથી તે બ્લડ શુગરને પણ કંટ્રોલમાં રાખે છે.

- પ્રેગ્નન્ટ મહિલાઓ માટે ખૂબજ ફાયદાકારક છે અંજીર. તે આયર્નની ઉણપને પણ દૂર કરે છે.

ડાયાબિટીસ અને વજન ઉતારવા સહિત અનેક ફાયદા આપશે મીઠો લીમડો

X
અંજીર શરીરમાં હિમોગ્લોબિન પણ અંજીર શરીરમાં હિમોગ્લોબિન પણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App