રસોઈ સિવાય પણ આ 3 રીતે ઉપયોગ કરો આખા ધાણા, 3 સમસ્યા કરશે દૂર

રક્તપ્રદર, અમ્લપિત્ત, ઊલટી જેવી તકલીફો્માં બહુ જ કારગર છે આખા ધાણા

Divyabhaskar.com | Updated - Jun 12, 2018, 04:28 PM
Amazing Health Benefits of Coriander Seeds

હેલ્થ ડેસ્ક: રોજ ભોજનમાં સૂકા ધાણા સામેલ કરવાથી ડાયાબિટીસ, કબજિયાત, આંખોની પ્રોબ્લેમ, સ્કિન, એનિમિયા જેવી તકલીફોમાં ફાયદો થાય છે. આખા ધાણામાં ઘણાં મિનરલ્સ અને વિટામિન્સ હોય છે. જેમ કે પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન, વિટામિન બી1 અને વિટામિન એ. ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સને ઠીક કરવામાં આ મદદ કરે છે. જાણો કેટલાક ખાસ નુસખા.


-1 ભાગ આખા ધાણા અને 4 ભાગ સાકર લઈને વાટી લો. તેને શીશીમાં ભરી દો. 1-1 ચમચી બેવાર પાણી સાથે લેવાથી અમ્લપિત્તમાં બહુ લાભ થશે. આ ઉપાયથી પેશાબ પણ ખુલીને આવશે.
- 3-4 ગ્રામ ધાણા 400 મિલી પાણીમાં ઉકાળી લો. જ્યારે પાણી 100 મિલી બચે ત્યારે ગાળીને ઠંડુ કરી લો. હવે તેમાં થોડું મધ મેળવીને પીવાથી રક્તપ્રદર ફાયદો થાય છે અને શરીરની આંતરિક ગરમી પણ દૂર કરે છે.
- ગર્ભાવસ્થામાં ઊલટી થાય અથવા બાળકોને ઊલટી થાય ત્યારે 2-3 ગ્રામ ધાણાને વાટીને 400 મિલી પાણીમાં પલાળી દો. 1 કલાક પછી આ પાણીને ગાળીને તેમાં મધ મિક્સ કરી થોડી-થોડીવારે આ પાણી પીવો. આનાથી બેચેની અને ઊલટી પણ દૂર થશે. સાથે લોહીવાળા ઝાડામાં પણ લાભ થશે.


(અહીં જણાવેલા આખા ધાણાના ઉપાય સ્વામી રામદેવજીની બુક ઔષધ દર્શનમાંથી લીધેલા છે.)

X
Amazing Health Benefits of Coriander Seeds
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App