ડાયાબિટીસ અને વજન ઉતારવા સહિત અનેક ફાયદા આપશે મીઠો લીમડો

કઢીના વઘારમાં વપરાતો મીઠો લીમડો સ્વાદ વધારવાની સાથે આપશે ઘણા હેલ્થ ફાયદા

divyabhaskar.com | Updated - Jun 12, 2018, 02:57 PM
મીઠા લીમડાના મૂળના અર્કનું સેવન કરવાથી કિડનીના રોગોમાં રાહત મળે છે
મીઠા લીમડાના મૂળના અર્કનું સેવન કરવાથી કિડનીના રોગોમાં રાહત મળે છે

હેલ્થ ડેસ્ક: ખાસ કરીને દાળ-કઢીમાં વઘારમાં વપરાતો અને સાઉથ ઇન્ડિયન વાનગીઓમાં ઉપયોગમાં લેવાતો મીઠો લીમડો હેલ્થ માટે પણ ખૂબજ ઉપયોગી છે. મીઠા લીમડાના પાનની સાથે-સાથે મૂળ પણ ખૂબ ઉપયોગી છે.


શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ જણાવી રહ્યા છે મીઠા લીમડાના હેલ્થ ફાયદા....


- મીઠા લીમડાના મૂળના અર્કનું સેવન કરવાથી કિડનીના રોગોમાં રાહત મળે છે. અને ઘા કે ડાઝેલા ભાગ પર લગાવવાથી જલદી રૂઝ આવે છે.

- મીઠો લીમડો ગ્લુકોઝની લોહીમાં મિક્સ થવાની ક્રિયાને ધીમી પાડે છે જેથી બ્લડ શુગર ઘટે છે અને ડાયાબિટીઝ કંટ્રોલમાં રહે છે.

- મીઠા લીમડાના પાન સાથે બીજી કોઇપણ વસ્તુ ખાવાથી તેનું પાચન ધીરે-ધીરે થાય છે. શરીરને લાંબા સમય સુધી એનર્જી મળ્યા કરે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

- નાળિયેર તેલમાં મીઠા લીમડાનાં પાન બરાબર ઉકાળી આ તેલ વાળમાં નાખવાથી વાળ મજબૂત બને છે અને ગ્રોથ પણ વધે છે.

- મીઠા લીમડાનાં પાનની બરાબર ચાવીને પેસ્ટ બનાવવી અને આ પેસ્ટમાં થોડું મીઠું મિક્સ કરી આખા મોંની સફાઇ કરવાથી મોં ચોખ્ખુ અને જર્મ ફ્રી રહે છે.

- મીઠા લીમડાને વાટી છાસ સાથે પીવાથી પેટની ગડબડમાં રાહત મળે છે.

- મીઠા લીમડાનાં પાન આંખની જ્યોતિ વધારે છે અને મોતિયાની સમસ્યામાં પણ રાહત આપે છે.

ઘટાડવું હોય માત્ર 7 દિવસમાં 7 કિલો વજન તો, આજથી જ Try કરો આ ડાયટ પ્લાન

X
મીઠા લીમડાના મૂળના અર્કનું સેવન કરવાથી કિડનીના રોગોમાં રાહત મળે છેમીઠા લીમડાના મૂળના અર્કનું સેવન કરવાથી કિડનીના રોગોમાં રાહત મળે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App