2 રૂપિયાની ફટકડીથી તમારા સફેદ વાળ નેચરલી થશે કાળા, અપનાવી જુઓ ઉપાય

સફેદ વાળને ઝડપથી કુદરતી કાળા કરવા, અપનાવો આ ખાસ દેશી પ્રયોગ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 17, 2018, 12:22 PM
ફટકડીનો સસ્તો ઉપાય અજમાવી સફેદ વાળને નેચરલી કાળા કરી શકાય છે.
ફટકડીનો સસ્તો ઉપાય અજમાવી સફેદ વાળને નેચરલી કાળા કરી શકાય છે.

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલની ફાસ્ટ લાઈફમાં વાળની યોગ્ય સારસંભાળ ન થવાને કારણે અને પ્રદૂષણને કારણે માથાના વાળ અને પુરૂષોના દાઢી-મૂંછના વાળ પણ નાની ઉંમરમાં જ સફેદ થઈ રહ્યા છે. સાથે જ વાળ સંબંધી સમસ્યાઓથી દર 10માંથી 9 લોકો તો પરેશાન છે જ. જેમાં વાળ સફેદ થઈ જવાની સમસ્યા સતત વધતી જઈ રહી છે.

એક્સપર્ટ મુજબ આપણા વાળને મેલાનિન પિગમેન્ટ કાળા રાખે છે. આ પિગમેન્ટ વાળના મૂળના સેલ્સમાં હોય છે. જ્યારે મેલાનિન બનવાનું બંધ થઈ જાય છે અથવા તો ઘટી જાય છે ત્યારે વાળ સફેદ થવા લાગે છે. આ સિવાય સ્ટ્રેસ અને ખાનપાનમાં બેદરકારીથી પણ વાળ સફેદ થવા લાગે છે. જેથી આજે અમે તમને એવો ઉપાય જણાવીશું. જે સપ્તાહમાં 2વાર કરવાથી જ તમારા વાળ નેચરલી કાળા થવા લાગશે.

આગળ વાંચો વાળને નેચરલી કાળા કરવા માટેનો બેસ્ટ ઉપાય.

ફટકડી અને ફુદીનો વાળને કાળા રાખવામાં મદદ કરે છે.
ફટકડી અને ફુદીનો વાળને કાળા રાખવામાં મદદ કરે છે.

ઉપાય-1 

 

થોડી ફટકડીમાં ગુલાબજળ મિક્ષ કરીને વાળમાં લગાવવાથી વાળ કાળા થવા લાગે છે. તમે 2 રૂપિયાની ફટકડી લાવીને તેનો લાભ લઈ શકો છો. તેના માટે અડધી ચમચી ફટકડીનો પાઉડર લઈ તેમાં રોઝ વોટર મિક્ષ કરી પેસ્ટ બનાવો. હવે તેને તમારી સ્કેલ્પમાં લગાવો. જો દાઢી-મૂંછ સફેદ થઈ રહ્યાં હોય તો ત્યાં પણ લગાવી શકો છો. પછી 30 મિનિટ પછી ધોઈ લો. આ ઉપાય સપ્તાહમાં 2 વાર કરવો. 

 

ઉપાય-2

 

ફુદીનાનો પ્રયોગ કરીને પણ સફેદ વાળ કાળા થઈ શકે છે. રોજ સવારે ફુદીનાની ચા પીવાનું શરૂ કરી દો. 6 સપ્તાહમાં જ તમને અસર દેખાવા લાગશે. 

 

આ ઉપાયોથી તમે વાળ સફેદ થતાં બચાવી શકો છો અને જો વાળ સફેદ થઈ ગયા હોય તો નેચરલી કાળા પણ કરી શકો છો. 

X
ફટકડીનો સસ્તો ઉપાય અજમાવી સફેદ વાળને નેચરલી કાળા કરી શકાય છે.ફટકડીનો સસ્તો ઉપાય અજમાવી સફેદ વાળને નેચરલી કાળા કરી શકાય છે.
ફટકડી અને ફુદીનો વાળને કાળા રાખવામાં મદદ કરે છે.ફટકડી અને ફુદીનો વાળને કાળા રાખવામાં મદદ કરે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App