નાકમાંથી પાણી, છીંક ને આંખ-નાકમાં ખુજલીથી બચવા ધૂળ, ધુમાડો, ઠંડકથી દૂર રહો

એલર્જીથી બચવા માટે તેજ ગંધવાળા પરફ્યૂમ, ડિયોડ્રેન્ટ, અત્તર, અગરબત્તીનો ધુમાડો વગેરેથી દૂર રહો

Divyabhaskar.com | Updated - Jul 10, 2018, 01:23 PM
Allergic Rhinitis: Causes, Symptoms and Treatment

હેલ્થ ડેસ્ક: સતત છીંક આવવી, નાકમાંથી પાણી નીકળવું, આંખ અને નાકમાં ખુજલી આવવી એલર્જિક રાઈનાઈટિસ (rhinitis)ના લક્ષણ છે. આ સમસ્યા કન્ટિન્યૂ રહેવા પર સૂંઘવાની ક્ષમતામાં કમી, નેઝલ પોલીપ (nasal polyp), કાન સંબંધી રોગ અને અસ્થમા વગેરેની સમસ્યાઓ થઈ શકે છે. દવા અથવા સર્જરી એલર્જીનો કાયમી ઈલાજ નથી. દવાઓ એલર્જીને કાબૂ કરી શકે છે પણ તેને જડથી મટાડી શકતી નથી. પણ જો નાની-નાની સાવધાનીઓ રાખવામાં આવે તો આ સમસ્યાને દૂર કરી શકાય છે. ઈએનટી એક્સપર્ટ ડો. શુભકોમ આર્ય જણાવી રહ્યાં છે એલર્જીથી બચવાના ઉપાય.


આ રીતે બચો એલર્જીથી
-ધૂળ, ધુમાડો, ઠંડકથી બચો. જરૂર પડે ત્યારે માસ્કનો ઉપયોગ કરો. ધૂળ ઉડતી હોય ત્યાં મોં અને નાક કપડાંથી ઢાંકીને રાખો.
-ઘરના પડદાં, બેડશીટ, ચાદર, કાલીનને હમેશાં સાફ રાખો. આ બધાં પણ ધૂળ ન જામે તે માટે કવર લગાવીને રાખો.
-સાંવરણીથી સફાઈ કરવાની જગ્યાએ ભીના કપડાંથી સફાઈ કરો. વેક્યૂમ ક્લીનરનો પણ ઉપયોગ કરી શકો છો.
-ઘરની દીવાલ પર ફંગસ ન થાય તેનું ધ્યાન રાખો. ફંગસ થાય તો બ્લીચથી સાફ કરો.
-ફર અને વાળવાળા પ્રાણીઓથી દૂર રહો. સોફ્ટ ટોય્ઝથી દૂર રહેવું.
-તેજ ગંધવાળા પરફ્યૂમ, ડિયોડ્રેન્ટ, અત્તર, અગરબત્તીનો ધુમાડો વગેરેથી દૂર રહેવું.
-ધૂમ્રપાન કરવું નહીં અને જે લોકો ધૂમ્રપાન કરતાં હોય તેમની આસપાસ રહેવું નહીં.
-કારમાં સંભવ હોય ત્યાં સુધી વિન્ડો ઓપન રાખવી નહીં. જરૂર હોય તો એસી ચાલુ કરી શકો છો.
-ઘરમાં વંદાઓ અને ઉંદરો ન હોય તેનું ધ્યાન રાખો. ઘરમાં અનુપયોગી જૂનું ફર્નીચર, ગાદલાં, જૂની ફાઈલો, બુક્સ, બુટ-ચપ્પલ સ્ટોર કરીને રાખવા નહીં.
-ઝાડ અને છોડમાં થતાં ફૂલમાંથી નીકળતા નાના-નાના કણ જેને પોલેન્સ કહેવાય છે તે પણ એલર્જન્સના રૂપમાં હવામાં ફેલાય છે.
-સવારે 10 વાગ્યા પહેલાં અને સૂર્યાસ્ત પછી વાતાવરણમાં પોલેન્સનું સ્તર સૌથી વધુ હોય છે. તેના સંપર્કમાં આવવાથી બચો.
-એલર્જીના લક્ષણો દેખાય તો બેદરકારી કરવી નહીં. એન્ટીએલર્જિક દવાઓ અથવા સ્પ્રેથી તેને કંટ્રોલ કરો.

X
Allergic Rhinitis: Causes, Symptoms and Treatment
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App