Divya Bhaskar

Home » Lifestyle » Health » Advantages and Disadvantages of Salt in Your Food

જાણો મીઠું ખાવાથી શું થાય છે નુક્સાન અને કેવી રીતે છે ફાયદાકારક

Divyabhaskar.com | Updated - Jan 22, 2018, 06:38 PM

વધુ માત્રામાં મીઠું ખાવામાં આવે તો તે શરીર માટે નુક્સાનકારક છે

  • Advantages and Disadvantages of Salt in Your Food
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે વધુ માત્રામાં મીઠું ખાવામાં આવે તો તે શરીર માટે નુક્સાનકારક છે. તેના કારણે બ્લડ પ્રેશર વધે છે અને હાર્ટ એટેકની સંભાવના રહે છે. મીઠાંને લઇને અનેક વાતો વર્ષોથી કરવામાં આવી રહી છે. મીઠાંથી થતાં નુક્સાનના કારણે ઘણા લોકો મીઠું ખાવાનું બંધ કરી દે છે અથવા તો તેનો ઉપયોગ ઘટાડી દે છે. જોકે ખરાબ બાબતની સાથે તેની કેટલીક સારી બાબતો પણ છે, જે શરીર માટે ઉપયોગી છે. આ એક એવું મિનરલ છે જે શરીર માટે જરૂરી છે. આજે અમે મીઠાં સાથે જોડાયેલી આવી જ કેટલીક બાબતો અંગે જણાવીશું અમે જણાવીશું કે મીઠું ખાવાથી શું ફાયદો થાય છે અને શું નુક્સાન.


    મીઠાંના ફાયદા

    જમવાનું પચાવવામાં મદદરૂપ થાય છે


    મીઠાંનો ઉપયોગ સ્વાદ માટે કરવામાં આવતો હોય છે, પરંતુ તે બેવડી ભૂમિકા ભજવતું હોય છે. મીઠાંમાં એન્ઝાઇમ ક્વોલિટી હોય છે. જ્યારે આપણે મીઠાયુક્ત વાનગીઓ ખાઇએ છીએ ત્યારે મીઠું એ વાનગીનું વિભાજન કરે છે તેમજ ડાઇજેસ્ટિવ સિસ્ટમને ઇધણ પૂરું પાડવાનું કામ કરે છે.

    સનસ્ટ્રોક સામે રક્ષણ આપે છે


    જ્યારે કોઇ વ્યક્તિ ડિહાઇડ્રેશન અથવા તો સનસ્ટ્રોકનો ભોગ બન્યો હોય ત્યારે તેને મીઠાંવાળુ પ્રવાહી આપવામાં આવે છે. આમ મીઠું ડિહાઇડ્રેશન કે સનસ્ટ્રોક સામે આપણા શરીરને લડવાની શક્તિ આપે છે.

    મીઠાંથી થતાં અન્ય ફાયદા અને નુક્સાન વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

  • Advantages and Disadvantages of Salt in Your Food
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    સ્પોર્ટ ડ્રિંક તરીકે કરી શકાય છે ઉપયોગ

    અનેકવાર એથ્લેટ્સને ટ્રેનિંગ દરમિયાન મીઠાં અને ખાંડવાળુ પ્રવાહી પીવડાવવામાં આવે છે. તેમજ કેટલાક એવા દેશો અથવા એથ્લેટ્સ હોય છે જે મોંઘા સ્પોર્ટ્સ ડ્રિંક ખરીદી નથી શકતાં તેઓ પણ આ પ્રકારના પ્રવાહીનો ઉપયોગ કરતા હોય છે. મીઠામાં એવું કન્ટેન્ટ હોય છે, જે પાણી સાથે ભેળવાય જાય તો શરીરને જરૂરી ઉર્જા પૂરી પાડે છે. 
     

    મીઠાંથી થતા નુક્સાન
     

    હાડકાંઓ માટે નુક્સાનકારક છે

    બજારમાં મળતું સોડિયમ સોલ્ટ આપણા હાડકાંને નુક્સાન પહોંચાડે છે. તેમા પણ મહિલાઓને કે જેમને મોનોપોઝ છે. મીઠાંનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી હાડકાંઓને જરૂરી કલેશ્યિમ મળતું અટકાવે છે. 
     

    મીઠાંથી થતાં અન્ય નુક્સાન વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • Advantages and Disadvantages of Salt in Your Food

    કિડનીને નુક્સાન પહોંચાડે છે

    વધુ પડતાં મિનરલ્સનો ઉપયોગ કરવામાં આવે તો તે કિડનીને નુક્સાન પહોંચાડે છે. ફૂડમાં વધુ પડતું મિનરલ હોવાથી બ્લડ પ્રેશર વધે છે અને કિડનીમાં ક્રિસ્ટલ ફોર્મેશન વધારે છે. જો તમે તમારી કિડનીને હેલ્ધી રાખવા માગતા હોવ તો મિનરલનો ઉપયોગ જાળવીને કરવો જોઇએ. આ માટે કિડની ફંક્શન ટેસ્ટ સમયાંતરે કરાવતા રહેવું જોઇએ.
     

    હાઇપરટેન્શન વધે છે

    મીઠાંથી થતાં નુક્સાનમાં હાઇપર ટેન્શન ટોચ પર આવે છે. મીઠાંનો વધુ પડતો ઉપયોગ કરવાથી બ્લડ પ્રેશર વધે છે. જેના કારણે હાર્ટ સ્ટ્રોકની સંભાવના રહે છે અને કાર્ડિયોવેક્યુલર રિસ્ક વધી જાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending