વધેલું પેટ ઓછું કરવા, રોજ આ 5માંથી 1 ઉપાય કરશો તો મહિનામાં દેખાશે અસર

માત્ર આ 5 ઉપાયથી મહિનામાં ઓછું થશે પેટ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 03:31 PM
પેટ ઓછું કરવા ઈચ્છતા લોકોને જે ઉપાય ખબર પડે તે અજમાવીને આ સમસ્યાને દૂર કરવા માગે છે
પેટ ઓછું કરવા ઈચ્છતા લોકોને જે ઉપાય ખબર પડે તે અજમાવીને આ સમસ્યાને દૂર કરવા માગે છે

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પેટ ઓછું કરવા ઈચ્છતા લોકોને જે ઉપાય ખબર પડે તે અજમાવીને આ સમસ્યાને દૂર કરવા માગે છે. પણ બધાં જ ઉપાયો અસર કરતાં નથી અને તે લોકોને નિરાશ થવું પડે છે. જો તમે ખરેખર પેટની ચરબી ઓછી કરવા માગતા હો તો કેટલીક એવી વસ્તુઓ ડેઈલી ડાયટમાં લેવી જોઈએ જે પેટ ઓછું કરવામાં મદદ કરી શકે છે. આ વસ્તુઓ બોડીમાં ફેટ બર્નિંગની પ્રોસેસ ઝડપી બનાવે છે. તેનાથી મહિનામાં જ ટમી ઓછું થવા લાગે છે. તો તમે પણ આજે જાણી લો એવી 5 ટિપ્સ જે ટમી ઓછું કરી શક છે.


ટમી ઓછું કરવા શું ધ્યાન રાખવું?

-લંચ અને ડિનરની વચ્ચે કંઈ ખાવું નહીં
-ભૂખ લાગે ત્યારે શેકેલા ચણા ખાઓ.
-બોડીમાં પાણીની કમી થવા ન દો.
- ભોજન ધીરે-ધીરે અને ચાવીને ખાઓ.
- રાતે લાઈટ ફૂડ જેમ કે ખિચડી, ઓટ્સ, દળિયા ખાઓ.
- ભોજન કરતી વખતે ધ્યાન બીજે ક્યાંય ન રાખો, ટીવી જોવી નહીં.
- બોડીમાં કફ વધવાથી વજન વધી શકે છે, જેથી કફ વધારનાર વસ્તુઓ ખાવાનું અવોઈડ કરો.
- સપ્તાહમાં ઓછાંમાં ઓછું 5વાર એક્સરસાઈઝ અવશ્ય કરો.


આગળ વાંચો કઈ વસ્તુઓ ડાયટમાં સામેલ કરવાથી ટમી ઓછું કરી શકાય છે.

ખરેખર પેટની ચરબી ઓછી કરવા માગતા હો તો કેટલીક એવી વસ્તુઓ ડેઈલી ડાયટમાં લેવી જોઈએ
ખરેખર પેટની ચરબી ઓછી કરવા માગતા હો તો કેટલીક એવી વસ્તુઓ ડેઈલી ડાયટમાં લેવી જોઈએ

વધેલું પેટ ઝડપથી ઓછું કરશે આ 5 સરળ ઉપાય


વરિયાળીનું પાણી


આમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. તેનાથી પેટની ચરબી ઓછી થાય છે.


કઈ રીતે પીશો?


વરિયાળીને રાતે પાણીમાં પલાળી સવારે પાણી ગાળીને તેમાં લીંબુનો રસ મિક્ષ કરીને પીવો.


દૂધીનો રસ


તેમાં ફાયબર્સ હોવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. વજન ઉતરે છે અને પેટ ઓછું થાય છે.


કઈ રીતે પીશો?


દૂધીના રસમાં કાળા મરી અને સંચળ નાખીને પીવો.


પપૈયું


તેમાં પોટેશિયમ અને પપાઈન હોય છે. તેનાથી ફેટ બર્નિંગ પ્રોસેસ તેજ થાય છે.


કઈ રીતે ખાશો?


રોજ પપૈયું ખાઓ અથવા તેનો શેક પીવો.

 

 

આ વસ્તુઓ બોડીમાં ફેટ બર્નિંગની પ્રોસેસ ઝડપી બનાવે છે
આ વસ્તુઓ બોડીમાં ફેટ બર્નિંગની પ્રોસેસ ઝડપી બનાવે છે

કલૌંજીનું પાણી


તેમાં ફાયબર્સ હોય છે. તેનાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને વજન ઘટે છે.


કઈ રીતે પીશો?


તેમાં લીંબુનો રસ મિક્ષ કરીને પીવો.

 

ઈંડા


તેમાં રહેલાં પ્રોટીનથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને વજન ઘટે છે.


કઈ રીતે ખાશો?


તેને બાફીને ખાવાથી જલ્દીથી વજન અને પેટ ઓછું થાય છે.

X
પેટ ઓછું કરવા ઈચ્છતા લોકોને જે ઉપાય ખબર પડે તે અજમાવીને આ સમસ્યાને દૂર કરવા માગે છેપેટ ઓછું કરવા ઈચ્છતા લોકોને જે ઉપાય ખબર પડે તે અજમાવીને આ સમસ્યાને દૂર કરવા માગે છે
ખરેખર પેટની ચરબી ઓછી કરવા માગતા હો તો કેટલીક એવી વસ્તુઓ ડેઈલી ડાયટમાં લેવી જોઈએખરેખર પેટની ચરબી ઓછી કરવા માગતા હો તો કેટલીક એવી વસ્તુઓ ડેઈલી ડાયટમાં લેવી જોઈએ
આ વસ્તુઓ બોડીમાં ફેટ બર્નિંગની પ્રોસેસ ઝડપી બનાવે છેઆ વસ્તુઓ બોડીમાં ફેટ બર્નિંગની પ્રોસેસ ઝડપી બનાવે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App