Divya Bhaskar

Home » Lifestyle » Health » કેરીની ગોટલીના ફાયદા | benefits of mango seeds for health

કેરી ખાધા પછી આ કામ નહીં કરો તો સાબિત થશે ખોટનો સોદો

Divyabhaskar.com | Updated - May 12, 2018, 04:05 PM

1000 રૂપિયાનું કેરીનું બોક્સ લાવ્યા પછી ન કરતા આ ખોટનું કામ

  • કેરીની ગોટલીના ફાયદા | benefits of mango seeds for health
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ કેરીની સીઝન ફુલ જામેલી છે. આફુસ અને કેસર કેરીનું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે. જો કે, આજે અહીં કેરીની વાત નથી કરવાની. વાત કરવાની છે ગોટલીની. સરદાર પટેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ સ્ટુડન્ટ રહી ચૂકેલા અને અમેરિકાની જે પી લેબોરેટરીઝના માલિક અને સંશોધક ડો. ગોરધન પટેલ ગોટલી પર સંશોધન કર્યું છે. ડો. પટેલનો દાવો છે કે, એક ગોટલી 2 કિલો રસ કરતા વધારે પોષક મૂલ્ય પુરું પાડે છે. ગોટલીમાં રહેલું મેગ્નેફેરી નામનું તત્ત્વ ડાયાબિટીસ પર નિયંત્રણ મેળવવામાં પણ મદદરૂપ છે.

    ગોટલીમાં સંતુલિત જથ્થામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ઓઇલ, વિટામિન્સ અને ફાઇટો કેમિકલ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે તેમ જણાવતા ડો. ગોરધન પટેલે જણાવ્યું કે, અત્યારે આપણે ઉત્તમ ખોરાકને ફેંકી દઇએ છીએ. જેની કિંમત લગભગ આઠ હજાર કરોડ થાય છે. કેરીના ગોટલામાંથી મળતી ગોટલીમાં જે મેગ્નેફેરી તત્વ છે આ કેમિકલની ઇન્ટરનેશનલ માર્કેટમાં 1 ગ્રામના 180 ડોલર એટલે કે 10થી 12 હજાર રૂપિયા કિંમત છે. આ મેગ્નેફેરી તત્વ એન્ટિ ડાયાબિટીસ, એન્ટિ ઓક્સિડેન્ટ તેમજ એન્ટી એજિંગનું કામ કરે છે.

    ડો. ગોરધનભાઇ વિવિધ યુનિવર્સિટીમાં રિસર્ચ ફેલો તરીકે કાર્ય કરી અમેરિકામાં લેબોરેટરીસની સ્થાપના કરી છે. જેમાં તેમણે સંશોધન કરેલી 140 જેટલી પેટેન્ટ નોંધાવ્યા છે. વર્ષ 2014થી તેઓ કેરીની ગોટલી પર સંશોધન કરી રહ્યાં છે. તેમણે કરેલા રેડિએશનની ઓળખની સંશોધનને હાલમાં ઇઝરાયલે ખરીદી કરી છે.

    આગળ જાણો આર્યુવેદ અને એગ્રીકલ્ચર એક્સપર્ટ્સ ગોટલી અંગે શું કહે છે

  • કેરીની ગોટલીના ફાયદા | benefits of mango seeds for health

    જામનગર આર્યુવેદિક યુનિ.ના કુલપતિ સંજય ઓઝા એ જણાવ્યું હતું કે, ગોટલીમાં 20 ગણું વધુ પ્રોટીન અને 50 ઘણું વધારે તેલ છે. ગોટલીમાં કાર્બોહાઇડ્રેટની યોગ્ય ટકાવારી સ્ટાર્ચના સ્વરૂપમાં છે. ગોટલીના પાઉડર બનાવીને લોટમાં ઉમેરી રોટલી, પૂરી, ગોટા, ગાંઠીયા, ભજીયા, મીઠાઇઓ અને અન્ય વિશેષતાવાળી વાનગીઓ બનાવી શકાય છે.

     

    આણંદ એગ્રીકલ્ચર યુનિ.ના કુલપતિ ડો. નગીન પટેલ અનુસાર, કેરીના રસમાં 80 ટકા પાણી અને 17 ટકા કાર્બોહાઇડ્રેટ છે, મુખ્યત્વે ખાંડ છે. જ્યારે ગોટલીમાં 20 ગણું વધુ પ્રોટીન અને 50 ગણું વધારે તેલ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending