શું છે A1 અને A2 મિલ્ક, કયુ ફાયદાકારક અને કેમ?

પહેલા ગાયનું દૂધ એ2 આવતું હતું, જિનેટિક ફેરફાર થવાના કારણે તે એ1 અને એ2 થયું

divyabhaskar.com | Updated - Aug 31, 2018, 04:57 PM
which milk is good a1 or a2 for health

હેલ્થ ડેસ્કઃ હાલના દિવસોમાં એ1 અને એ2 મિલ્કની મોટી ચર્ચા છે. બાળકો માટે કયું દૂધ સારું છે, એનાપર પાછળના દિવસોમાં મિલ્ક દિવસ પર ખૂબ ચર્ચા થઇ હતી.એક સમયે તમામ ગાયનું દૂધ એ2 આવતું હતું. યુરોપની ગાયોમાં કેટલાંય જિનેટિક ફેરફાર થવાના કારણે તે એ1 અને એ2 થયું છે. દુનિયાની તમામ ગાય એ2 કેટેગરીનું દૂધઆપે છે. એમાં બિટા કેસિન પ્રોટીન હોય છે. તમામ પ્રોટીનમાં એમીનો એસિડની ચેઇન હોય છે, પણ બિટા કેસિનમાં 229 એમીનો એસિડ હોય છે. A1 અને A2 મિલ્કમાંથી કયુ ફાયદાકારક અને શા માટે એ અંગે જણાવી રહ્યાં છે, મુંબઇના ન્યૂટ્રિશનિસ્ટ ડો. શ્રીલેખા હાડા...

તો એ1 શું છે?

જ્યારે ગાયમાં પ્રાકૃતિક ફેરફાર આવ્યો ત્યારે તે એ1 થયું. આ એ2ની સરખામણીએ જિનેટિકલી અલગ છે. આમાં એક એમીનો એસિડનું અંતર છે. એટલે યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલન્ડથી આવતી વિદેશી ગાયનું દૂધ એ1 હોય છે. પરંતુ આની ગુણવત્તા સાથે કોઇ લેવાદેવા નથી.

આને આવી રીતે સમજવું સરળ રહેશે

એ2 બિટા કેસિન ભારતની ગાયોમાંથી મળવાવાળું દૂધ છે. દૂધમાં પ્રોટીન હોય છે, તે પેપ્ટાઇડ્સમાં ફેરવાઇ છે. પછી તે એમીનો એસિડનું સ્વરૂપ લઇ લે છે. આ પ્રકારનું દૂધ પચવામાં સરળ રહે છે.

આ માટે પચવા યોગ્ય નથી

એ1 બિટા કેસિનમાં પેપ્ટાઇડ્સને એમીનો એસિડમાં બ્રેક કરી શકાશે નહિં. આ જ કારણે તે પચવા યોગ્ય હોતું નથી, જે કેટલાંય પ્રકારના રોગને જન્મ આપે છે.

આવું કેમ થાય છે ?

ખરેખર બીસીએમ 7 નામનું એક નાનું પ્રોટીન હોય છે, જે એ2 દૂધ આપવાવાળી ગાયોના યુરીન, બ્લડ કે આંતરડામાં મળતું નથી, પરંતુ આ પ્રોટીન એ1 ગાયોના દૂધમાં મળે છે, આ કારણથી એ1 દૂધને પચવામાં તકલીફ થાય છે.

એ1 દૂધમાં ખરાબ શું છે ?

ટાઇપ 1 ડાયાબિટીસ, હ્દય રોગ, બાળકોમાં સાયકોમોટરનો ધીમો વિકાસ, ઓટિઝ્મ, સિજોફ્રેનિયા, એલર્જીથી બચાવ ન કરી શકે તેવી ઊણપ આમાં રહેલી છે.

એ2 દૂધ આ કારણે સારું

બન્નેદૂધમાં લેક્ટોઝ રહે છે, પરંતુ એ2માં રહેલું લેકટોઝ પચાવી શકાય છે. સાથે આમાં પ્રોલિન નામનું એમીનો એસિડ છે, જે આને ગુણકારી બનાવે છે. માણસ, બકરી અને ઘેટાંનું દૂધ એ2નું જ હોય છે.

બાળકોને ક્યું આપશો ?

બાળકો માટે એ2 દૂધ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે આનાથી બાળકોનું વજન વધતું નથી, મગજની ક્ષમતા વધ છે, પાચનમાં વૃદ્ધિ થાય છે. માતા બનેલી મહિલાઓને આનાથી ફીડિંગમાંસરળતા રહે છે. આ દૂધ થાક, સુસ્તી વધારે ભૂખ અને વધારે તરસ પણ લાગવા દેતું નથી.

આમાં ઓમેગા ફેટ્સનું શ્રેષ્ઠ કોમ્બિનેશન હોય છે. ભારતીય ગાયનું દૂધ આ શ્રેણીમાં આવે છે. આપણા દેશમાં ગીર ગાય આ દૂધ આપે છે. ગાયના દૂધથી તાવ, યુરિનરી ટ્રેક રોગ, લોહીની તકલીફમાં રાહત મળે છે. આમાં વિટામિન ડી પણ મળે છે, જે સરળતાથી આંતરડામાંથી કેલ્શિયમ મેળવી લે છે. મેનોપોજ અને ઓસ્ટિયોપોરોસિસમાં પણ ગાયનું દૂધ લાભ કરે છે.

X
which milk is good a1 or a2 for health
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App