Home » Lifestyle » Health » 7 દિવસ ફોલો કરો આ પ્રોગ્રામ, 3થી 7 કિલો સુધી ઉતરી શકે છે વજન । You Can Reduce 7 Kg In 7 Days With This Moong Daal And Vegetable Plan

એક વીકમાં 7 કિલો સુધી વજન ઉતારશે આ સ્પેશિયલ ડાયટ પ્રોગ્રામ, તમે પણ કરો ટ્રાય

Divyabhaskar.com | Updated - May 25, 2018, 05:32 PM

આ પ્રોગ્રામને ફોલો કરવા માટે સૌથી પહેલા તમારે સવારે ઊઠ્યાં પછી 2 ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવાનું છે.

  • 7 દિવસ ફોલો કરો આ પ્રોગ્રામ, 3થી 7 કિલો સુધી ઉતરી શકે છે વજન । You Can Reduce 7 Kg In 7 Days With This Moong Daal And Vegetable Plan
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ આયુર્વેદિક ડોક્ટર અને 10 કરતા વધુ વિષય પર પુસ્તકો લખી ચૂકેલા ડોક્ટર અબરાર મુલ્તાની 7 દિવસનો એવો પ્રોગ્રામ જણાવી રહ્યા છે, જેનાથી તમે 3થી 7 કિલો સુધી વજન ઉતારી શકો છો. તેના માટે તમારે 3 દિવસ મગનું સૂપ અને બાકીના 4 દિવસ સૂપની સાથે શાકભાજી ખાવાની રહેશે. મગ આખા હોવા જોઈએ. તો ચાલો જાણીએ આ પ્લાન વિશે.

    ડિટોક્સ ડ્રિંક

    આ પ્રોગ્રામને ફોલો કરવા માટે સૌથી પહેલા તમારે સવારે ઊઠ્યાં પછી 2 ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવાનું છે. આ પાણી બેસીને એક-એક શીપ કરીને પીવો. તેનાથી બોડીના ટોક્સિન નીકળી જાય છે અને બોડી હાઇડ્રેટ રહે છે.

    તેના પછી તમારે થોડા યોગ અને મેડિટેશન પણ કરવાના રહેશે. જો આ કરવા ન ઈચ્છતા હોવ તો ઓછામાં ઓછું 15થી 30 મિનિટ વોક કરો. તેનાથી ફેટ બર્ન કરવામાં મદદ મળે છે. તો ચાલો જાણીએ આ મગનો ડાયટ પ્લાન.

    આગળ વાંચો, પ્રોગ્રામને ફોલો કરતા પહેલા જાણી લો આટલું...

  • 7 દિવસ ફોલો કરો આ પ્રોગ્રામ, 3થી 7 કિલો સુધી ઉતરી શકે છે વજન । You Can Reduce 7 Kg In 7 Days With This Moong Daal And Vegetable Plan
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ગર્ભવતી મહિલાઓ, બ્રેસ્ડફીડિંગ કરાવતી મહિલાઓ, જેમનું યૂરિક એસિડ વધેલું છે અને જેમને ગંભીર હેલ્થ પ્રોબ્લેમ છે તેમણે આ પ્લાન ફોલો ન કરવો.

     

    પહેલા ત્રણ દિવસ

     

    પ્રોગ્રામને પહેલા 3 દિવસ તમારે આખા મગનું સૂપ પીવાનું છે. આ સૂપ તમારે દિવસમાં 6 વખત પીવાનું છે. તેના માટે મગને બાફીને તેમાં લસણ, આદું, મીઠું, હિંગ, જીરું, વરિયાળી, કોથમીર અને લીલા મરચાં નાખીને આ સૂપ તૈયાર કરો. આ વસ્તુઓને મગ બાફતી વખતે નાખી દો. તેમાં વઘાર નથી કરવાનો.

     

    - એક વખતમાં જ આખા દિવસ માટે સૂપ તૈયાર કરી લો. પછી આખો દિવસ થોડું-થોડું લેતા જાવ. એક વખતમાં એક બાઉલ સૂપ પીવું રહેશે.

     

    - પહેલા દિવસે થોડું નબળાઈ મહેસુસ થઈ શકે છે. જો આવું થાય તો તમે સૂપની ક્વોંટિટી અને ફ્રિકવન્સી વધારી શકો છો.

     

    - જો તમને ચા પીવાની આદત હોય તો દિવસમાં 2 વખત તમે ચા પણ પી શકો છો.

     

    - આખા દિવસમાં તમારે 8થી 10 ગ્લાસ પાણી પણ પીવાનું છે, જેથી ટોક્સિન સરખી રીતે બહાર નીકળી શકે.

     

    - ટામેટાં, લીંબુ અને દહીં જેવી ખાટી વસ્તુઓનો ઉપયોગ નથી કરવાનો. તેલ અને ઘી પણ નથી નાખવાનું.

  • 7 દિવસ ફોલો કરો આ પ્રોગ્રામ, 3થી 7 કિલો સુધી ઉતરી શકે છે વજન । You Can Reduce 7 Kg In 7 Days With This Moong Daal And Vegetable Plan

    બાકીના 4 દિવસ

     

    - બાકીના 4 દિવસ તમારે મગના સૂપની સાથે શાકભાજીનું પણ સેવન કરવાનું છે. શાકભાજી બાફેલી અથવા સલાડના રૂપમાં તમે ખાઇ શકો છો. તેમાં પણ વઘાર નથી કરવાનો. તેમાં તમે ગાજર, કાકડી, બીટ, મૂળા, દૂધી, તૂરિયા, ફ્લાવર, ડુંગળી ખાઈ શકો છો.

     

    - સૂપ અને શાકભાજીને તમે તમારા મુજબ આખો દિવસ ઉપયોગ કરી શકો છો.

     

    - જેમ કે, બ્રેકફાસ્ટમાં બાફેલા શાકભાજી ખાઓ. પછી લંચમાં સૂપ અને શાકભાજી. તેના પછી સાંજના ફરીથી સૂપ અને ડિનરમાં સૂપ અને શાકભાજી બંને.

     

    - વચ્ચે પણ તમે સૂપ અને શાકભાજી ખાઇ શકો છો. સૂપને દિવસમાં 6 વખત તો પીવાનું જ છે.

     

    - ન તો ભૂખ્યાં રહેવાનું છે અને ન તો ઓછા પ્રમાણમાં સૂપ પીવાનું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ