ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» How to identify banana ripened using the harmful chemical carbide

    કાર્બાઈડથી પકવેલાં કેળાં કેન્સર નોતરે છે, ઓળખો આ રીતે

    divyabhaskar.com | Last Modified - Feb 16, 2018, 11:47 AM IST

    કેમિકલયુક્ત કેળાંને આ રીતે ઓળખો, તેનાથી થઈ શકે છે કેન્સર
    • કાર્બાઈડથી પકવેલાં કેળાં કેન્સર નોતરે છે, ઓળખો આ રીતે

      યુટિલિટી ડેસ્ક: મિત્રો, કેળું દરેકનું મનપસંદ ફ્રૂટ છે, બીજી તરફ આરોગ્યની દ્રષ્ટિએ કેળાં ખાવા ફાયદાકારક પણ છે. પરુંત હાલ બજારમાં આવી રહેલા કેળાં કાર્બાઈડયુક્ત પાણીમાં પલાળીને પકવવામાં આવી રહ્યા છે. આ પ્રકારના કેળાં ખાવાથી એસીડીટી, એલર્જી કે કેન્સર જેવી ભયંકર બીમારી થઈ શકે છે. આથી અમે તમને જણાવી રહ્યા છીએ કે કેળા ખરીદતી વેળાએ સાવધાની રાખો. આજે અમે જણાવીશું કે પ્રાકૃતિક રીતે પાકેલાં કેળાં અને કેમિકલથી પકવેલા કેળાંમાં શું ફરક હોય છે. ભારતમાં કાર્બાઈડથી ગેરકાયદેસર રીતે ફળોને પકવવામાં આવી રહ્યા છે, વળી પકવનાર લોકોને તેની માત્રા કેટલી હોવી જોઈએ.તેનો પણ ખ્યાલ નથી જેનાથી લોકોના સ્વાસ્થ્ય પર સીધી અસર થાય છે. આ માટે કેળાંની ઓળખ કરવી જરૂરી છે કે તે કેમિકલથી પકવેલાં તો નથી ને. કેળાને કુદરતી રીતે પકવેલાં હશે તો તેનો ઉપરનો ભાગ કાળો પડી ગયો હશે અને કેળા પર નાના નાના કાળા ડાઘ પણ થઈ ગયા છે. જો કેળાને કેમિકલથી પકવેલ હશે તો તેનો ઉપરનો ભાગ કાળો નહીં પડે અને કેળાનો રંગ લીંબુ જેવો લાગશે. આવા કેળાંમાં કોઈ ડાઘ પણ જોવા નહીં મળે. જેનાથી તે જોવામાં સારા લાગે છે અને આપણે તેને ખરીદી લઈએ છીએ. માટે કેળાં ખરીદતા પહેલાં સાવધાની રાખવી જોઈએ. સ્પેશિયલ રિપોર્ટ દિવ્યભાસ્કર ડોટ કોમ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: How to identify banana ripened using the harmful chemical carbide
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `