Home » Lifestyle » Health » 9 best Uses and benefits of Lemon Peels

તમે ક્યારેય લીંબુની છાલ નહીં ફેંકો, જ્યારે જાણશો તેના આ 9 ઉપયોગ અને ફાયદા

Divyabhaskar.com | Updated - Jan 25, 2018, 03:04 PM

લીંબુથી વધારે ઉપયોગી છે લીંબુની છાલ, આ 9 ફાયદા જાણી તમે પણ માનશો

  • 9 best Uses and benefits of Lemon Peels
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ જો તમે લીંબુનો રસ કાઢી તેની છાલ ફેંકી દો છો તો આજ પછી તમે એવું નહીં કરો. તમે લીંબુના ફાયદા તો જાણતા હશો પણ શું તમે તમે જાણો છો લીંબુની જેમ તેની છાલ પણ એટલી જ ફાયદાકારી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે લીંબુની છાલ કેન્સરથી લઈને સ્કિનની પ્રોબ્લેમ્સમાં લાભકારી છે. તેની પીળી છાલમાં ઘણાં પોષક તત્વો રહેલાં હોય છે. જે ન માત્ર સુંદરતા નિખારે છે પમ ત્વચાને પણ ક્લીન કરે છે. સાથે જ બોડીમાં રહેલાં હાનિકારક તત્વો પણ દૂર કરે છે. તો આજે તમે પણ જાણી લો લીંબુની છાલના બેસ્ટ ફાયદાઓ.

    લીંબુની છાલના ફાયદા મેળવવા લીંબુને ચોખ્ખા પાણીથી ધોઇને ફ્રીઝરમાં મુકી દો. આઠથી દસ કલાક પછી લીંબુ ઠંડું અને બરફ જેવું કડક જામી જાય એટલે છાલ સહિત એને છીણી લો. પછી તમે જે કાંઈ ખાઓ શાક, સલાડ, સૂપ, દાળ તેના પર આ લીંબુની છીણ ભભરાવીને ખાઓ.

    આગળ વાંચો લીંબુની છાલના 9 જબરદસ્ત ફાયદાઓ અને ઉપયોગ.

  • 9 best Uses and benefits of Lemon Peels
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    કેન્સર સેલ્સને વધતાં રોકે છે

     

    લીંબુની છાલમાં ફ્લેવોનોઈડ્સ હોય છે. જે કેન્સરના સેલ્સને વધતાં રોકે છે. તે બ્રેસ્ટ કેન્સર, કોલોન કેન્સર અને સ્કિન કેન્સરમાં કારગર છે.

     

    કોલેસ્ટ્રોલ ઓછું કરે છે

     

    જો તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધુ હોય તો તમે લીંબૂની છાલનો ઉપયોગ કરો. તેમાં પોલીફિનોલ્સ ફ્લેવોનોઈડ્સ હોય છે. જે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને હાર્ટ હેલ્ધી રાખે છે.

  • 9 best Uses and benefits of Lemon Peels
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    હાડકાંને સ્વસ્થ રાખે છે

     

    લીંબુની છાલમાં કેલ્શિયમ સારી માત્રામાં હોય છે. જેથી તેને ખાવાથી હાડકાંઓ મજબૂત રહે છે. લીંબુનું અથાણું બનાવો તો છાલ સહિત જ બનાવવું.

     

    હાર્ટ માટે છે બેસ્ટ

     

    લીંબુની છાલમાં પોટેશિયમ હોય છે. તે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે અને હાર્ટના ફંક્શનને ઠીક કરે છે. તેનાથી હાર્ટના રોગો થવાનો ખતરો દૂર થાય છે.

  • 9 best Uses and benefits of Lemon Peels
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    મોઢાની સફાઈ કરે છે

     

    જો તમારા મોંમાં દુર્ગંધ આવતી હોય તો તમે લીંબુની છાલને પાણીમાં ઉકાળી ઠંડુ થયા બાદ તેનાથી કોગળા કરો. તેમાં રહેલું વિટામિન સી મોંની દુર્ગંધ દૂર કરે છે. સાથે જ મોંમાંથી લોહી નીકળવાની પ્રોબ્લેમ પણ દૂર કરે છે. 

     

    ત્વચાના રોગો

     

    લીંબુની છાલને સૂકવીને પીસી લો. પછી તેમાં પાણી મિક્ષ કરી તેની પેસ્ટ ચહેરા પર લગાવો. તેનાથી ફોલ્લી, ખીલ, ડેડ સ્કિન દૂર થાય છે.

  • 9 best Uses and benefits of Lemon Peels
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    વજન ઘટાડવામાં મદદ

     

    લીંબુની છાલ વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમાં પેપ્ટિન હોય છે. જે બોડીમાં રહેલાં ફેટને દૂર કરવામાં મદદ કરે છે.

     

    ચહેરા પર નિખાર લાવે છે

     

    જો તમારી સ્કિન ખરાબ છે, બેજાન થઈ ગઈ છે અને તમે ગ્લો લાવવા માગતા હો તો આનો ઉપયોગ કરો. તેનાથી સ્કિનની બધી પ્રોબ્લેમ દૂર થશે. 

  • 9 best Uses and benefits of Lemon Peels

    ટોક્સિન્સ દૂર કરે છે

     

    આ શરીરમાં રહેલાં ટોક્સિન્સ બહાર નીકાળી દે છે. તેનાથી શરીર રોગમુક્ત રહે છે.

     

    નોંધ- લીંબુની છાલનો ઉપયોગ કરતાં પહેલાં કોઈ ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ