Home » Lifestyle » Health » 9 best health benefits shankhnaad and shell

પૂજા-કાર્યોમાં જ નહીં પણ શંખના આ 9 ઉપાય 9 તકલીફોને પણ દૂર કરે છે, જાણો

Divyabhaskar.com | Updated - Feb 18, 2018, 12:00 PM

9 પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યામાં છે લાભકારી છે શંખ

 • 9 best health benefits shankhnaad and shell
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  શંખનાદ સ્વાસ્થ્ય માટે બહુ લાભકારી માનવામાં આવે છે

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના ધાર્મિક રીત-રિવાજો છે. જેનું આપણા જીવનમાં ખાસ મહત્વ છે. પણ આ બધાં કાર્યો પાછળ ધાર્મિક મહત્વની સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. જેમાં કેટલીક પ્રાચીન પરંપરાઓ આપણા સ્વાસ્થ્યને સારું રાખવા માટે બનાવવામાં આવી હતી. આવી જ એક પરંપરા છે શંખ વગાડવો. હિન્દુ ધર્મમાં શંખનું મહત્વપૂર્ણ સ્થાન છે. એવું કહેવાય છે કે ઘરમાં શંખનાદ કરવાથી નકારાત્મક ઊર્જા નથી આવતી અને ખરાબ શક્તિ પણ દૂર રહે છે.


  પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદમાં શંખને સ્વાસ્થ્ય માટે પણ બહુ લાભકારી માનવામાં આવે છે. જી હાં કેટલીક રીતે શંખનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને ચમત્કારી ફાયદા થાય છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.


  ત્વચાના રોગોમાં લાભકારી


  શંખ ત્વચાના રોગો માટે પણ બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે. કદાચ આ વાત જાણીને તમને થોડું અજીબ લાગી રહ્યું હશે પણ આ હકીકત છે. ત્વચા સંબંધી લાભ લેવા માટે રાતે શંખમાં પાણી ભરીને મૂકી દેવું અને સવારે ઉઠીને આ પાણીથી ત્વચા પર મસાજ કરો. આ રીતે શંખવાળા પાણીથી મસાજ કરવાથી અનેક પ્રકારની બીમારીઓ જેમ કે એલર્જી, રેશિઝ, સફેદ ડાઘ વગેરે તકલીફોમાં રાહત મળે છે.


  આગળ વાંચો શંખની મદદથી કઈ-કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરી શકાય છે.

 • 9 best health benefits shankhnaad and shell
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  શંખનાદ કરવાથી ફેફસામાં રહેલી દૂષિત હવા બહાર નિકળી જાય છે

  પેટની સમસ્યાઓ દૂર કરે છે


  જો તમને પેટ સંબંધી સમસ્યાઓ રહેતી હોય તો તમારા માટે શંખનો પ્રયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જેના માટે શંખમાં પાણી ભરીને રાખેલા પાણીમાંથી 2 ચમચી પાણીનું નિયમિત સેવન કરવાથી પેટમાં દુઃખાવો, અપચો, આંતરડામાં કોઈપણ પ્રકારની સમસ્યા વગેરેમાં આરામ મળે છે. 
   

  એનર્જી મળે છે


  શંખનાદ કરવાથી ફેફસામાં રહેલી દૂષિત હવા બહાર નિકળી જાય છે અને શરીરને એનર્જી પ્રાપ્ત થાય છે. આ સિવાય સતત શંખ નાદ સાંભળવું પણ હૃદય રોગીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. આના પ્રભાવથી હાર્ટ એટેકની સંભાવના પણ દૂર થઈ જાય છે. 

 • 9 best health benefits shankhnaad and shell
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  શંખ ત્વચાના રોગો માટે પણ બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે

  આંખો માટે ગુણકારી


  આંખોની સમસ્યા જેમ કે ડ્રાઈ આઈ સિન્ડ્રોમ, સોજા, આંખોમાં ઈન્ફેક્શન વગેરે ઘણી સમસ્યાઓ શંખથી ઉપચાર કરવાથી ઠીક થઈ શકે છે. આવી કોઈપણ સમસ્યા થવા પર શંખમાં રાખેલા પાણીને હથેળીમાં લઈને  તેમાં આંખોને ડુબોળીને કીકીઓને જમણી અને ડાબી બાજુ ફેરવો. કેટલાક સેકન્ડ સુધી આ ઉપાયને કરો. આ સિવાય આંખોની રોશની વધારવા માટે આખી રાત શંખમાં રાખેલા પાણી અને સાધારણ પાણી બરાબર માત્રામાં લઈને મિક્ષ કરી લેવું. હવે આ પાણીથી આંખોને ધોઈ લેવી. તમારી આંખોની રોશની તેજ થવા લાગશે. 


  ફેફસા માટે ફાયદાકારક


  શંખનાદ કરતી વખતે ફેફસાની બહુ સારી કસરત થાય છે. પુરાણો મુજબ જો શ્વાસ સંબંધી રોગોથી પરેશાન વ્યક્તિ શંખ વગાડે તો તેની બીમારીમાંથી તેને છુટકારો મળી શકે છે. દરરોજ શંખ વગાડનાર વ્યક્તિને ગળું અને ફેફસા સંબંધી રોગો થતાં નથી. શંખથી મોઢાના બધાં જ રોગો નાશ પામે છે. શંખ વગાડવાથી ચહેરો, શ્વસન તંત્ર, શ્રવણ તંત્ર અને ફેફસાની કસરત થાય છે. શંખ વગાડવાથી યાદશક્તિ પણ તેજ થાય છે. આથી શંખ વગાડવાનું આજથી જ શરૂ કરી દો. 

 • 9 best health benefits shankhnaad and shell
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  શંખનાદ કરતી વખતે ફેફસાની બહુ સારી કસરત થાય છે.

  વાળને મુલાયમ બનાવે છે


  શંખમાં આખી રાત પાણી ભરીને રાખવું અને સવારે તે પાણીમાં ગુલાબ જળ મિક્ષ કરવું. આનાથી તમારા વાળને ધુઓ. આવું કરવાથી વાળ હેલ્ધી બનશે અને વાળનો રંગ પ્રાકૃતિક થશે. આ જ પાણીથી આઈબ્રો, મૂછ અને દાઢીને પણ ધોઈ શકો છો. આનાથી વાળ મુલાયમ બનશે. 


  હાડકાં પણ મજબૂત બનાવે છે


  શંખમાં પ્રાકૃતિક કેલ્શિયમ, ગંધક ખનિજ, ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. આ જ કારણથી શંખમાં રાખેલા પાણીનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે અને તે દાંત માટે પણ લાભાકરી સિદ્ધ થાય છે. 

 • 9 best health benefits shankhnaad and shell
  શંખમાં પ્રાકૃતિક કેલ્શિયમ, ગંધક ખનિજ, ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે


  બેક્ટેરિયાને નષ્ટ કરે છે


  શંખ પર થયેલા કેટલાક સંશોધન પ્રમાણે તેની તરંગો બેક્ટેરિયા નષ્ટ કરનારી સૌથી સસ્તી અને શ્રેષ્ઠ ઔષધી છે. આ કોલેરા, મલેરિયાના બેક્ટેરિયાને પણ નષ્ટ કરે છે. શંખની ધ્વનિથી શરીરની અંદર રોગનાશક શક્તિ પેદા થાય છે. 


  વાતાવરણને શુદ્ધ કરે છે


  શંખમાં પ્રદૂષણને દૂર કરવાની ગજબની ક્ષમતા હોય છે. એક વૈજ્ઞાનિક સંશોધન મુજબ શંખનો અવાજ જ્યાં સુધી જાય છે ત્યાં સુધી કેટલાક રોગો અને બેક્ટેરિયા તેના અવાજ અને કંપન્નથી નષ્ટ થઈ જાય છે અથવા તો નિષ્ક્રિય થઈ જાય છે. અર્થાત્ રોજ સવાર-સાંજ શંખનાદ કરવાથી વાયુમંડલ બેક્ટેરિયાથી મુક્ત રહે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ