Home » Lifestyle » Health » 8 Tips for a Healthy intestines

આ 8 ટિપ્સ અપનાવી તમે આંતરડાને રાખી શકો છો હેલ્ધી અને રોગમુક્ત, જાણી લો

Divyabhaskar.com | Updated - Jan 18, 2018, 10:00 AM

8 સરળ રીત અપનાવો: તમારા આંતરડા હમેશાં રહેશે સ્વસ્થ, નહીં થાય રોગ

 • 8 Tips for a Healthy intestines
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ માનવશરીરમાં પાચન અંગોમાં નાનું, મોટું આંતરડું અને હોજરી મુખ્ય અવયવો છે. આંતરડા આપણા પાચનતંત્રનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે, મોટું અને નાનું એમ બન્ને આંતરડા આપણી પાચન ક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે જે કંઈ ખાઈએ છીએ તેમાંથી સ્વસ્થ અને પૌષ્ટિક ખોરાક શોષે છે અને આપણા શરીરમાંથી વિષાક્ત પદાર્થો બહાર કાઢે છે. આંતરડા યોગ્ય રીતે કાર્ય કરે તે માટે આંતરડાને નિરોગી રાખવા બહુ જ જરૂરી છે નહીં તો ખોરાકને પચવામાં મુશ્કેલીઓ પેદા થઈ શકે છે અને પેટ સંબંધી ભયંકર રોગો પણ થઈ શકે છે. સાથે જ આપણે જે કંઈ ખાઈએ તેના પોષક તત્વો પણ શરીરને મળતાં નથી, જેથી આજે અમે તમને આંતરડાને હમેશા સ્વસ્થ રાખવાની 8 સરળ રીત બતાવીશું.

  આગળ વાંચો આંતરડાને હમેશાં તંદુરસ્ત રાખવાની 8સરળ રીત વિશે.

 • 8 Tips for a Healthy intestines
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  રેડ મીટ ન ખાવું

   

  જો તમારે આંતરડાના રોગોથી બચવું હોય તો રેડ મીટનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી પાચન સંબંધી સમસ્યા થાય છે સાથે જ તેનું સેવન આંતરડાને પણ નુકસાન કરે છે. રેડ મીટમાં સંતૃપ્ત વસાની માત્રા વધારે હોય છે જેના કારણે શરીરનું વજન પણ વધે છે. આ સિવાય રેડ મીટ પચવામાં ભારે હોય છે અને તેમાં કોલેસ્ટ્રોલની માત્રા પણ વધારે હોય છે જેના કારણે આંતરડાને નુકસાન પહોંચે છે. વધારે પડતું રેડ મીટનું સેવન કરવાથી અપચાની સમસ્યા પણ થાય છે. 

   

  પ્રોબાયોટિક્સ 

   

  આપણા આંતરડાને સ્વસ્થ રાખવા માટે પ્રોબાયોટિક્સને તમારા ડાયટમાં સામેલ કરો. અનેક સંશોધનમાં પણ આ વાત સાબિત થઈ ચુકી છે કે પ્રોબાયોટિક્સ આંતરડાની બીમારીઓ અને અલ્સરેટિવ કોલાઈટિસ જેવી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. આપણા આંતરડામાં અસંખ્ય બેક્ટેરિયા હોય છે, જેમાંથી કેટલાક રોગોનું કારણ પણ હોઈ શકે છે અને કેટલાક સારા બેક્ટેરિયા જે ખોરાકને પચાવવાનું કામ કરે છે. આ આપણી પાચનક્રિયાને સંતુલિત પણ રાખે છે. પ્રોબાયોટિક્સ મુખ્ય રીતે ડેરી ઉત્પાદોમાં હોય છે જેમ કે દૂધ અને દહીં. 

 • 8 Tips for a Healthy intestines
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  લીન મીટ ખાવું (ફેટ વિનાનું મીટ)

   

  જો તમને નોનવેજના શોકીન હોવ તો તમારે લીન મીટનું સેવન કરવું જોઈએ કારણ કે લીન મીટ ખાવાથી આંતરડાની પ્રક્રિયા દુરસ્ત થાય છે. લીન મીટ સરળતાથી પચી જાય છે અને તેનાથી આંતરડા યોગ્ય રીતે કાર્ય કરે છે. આ સિવાય તેમાં રહેલાં પૌષ્ટિક તત્વો ઈમ્યૂનિટીને મજબૂત બનાવે છે. લીન મીટ જેમ કે માછલી આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ઓમેગા ફેટી એસિડ હોય છે સાથે જ ચિકનનું સેવન પણ પાચનક્રિયાને મજબૂત બનાવે છે સાથે જ તે શરીરમાં પ્રોટીનની ઉણપને પણ દૂર કરે છે. 

   

  પાણી પીવું

   

  પાણી અમૃત સમાન છે આ વાત તો બધાં જાણે છે પરંતુ પાણી આપણા શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવામાં કેટલું જરૂરી અને મહત્વનો ભાગ ભજવે છે તે કેટલાક લોકો જાણતા નહીં હોય. યોગ્ય માત્રામાં પાણી પીવાથી આંતરડા યોગ્ય રીતે કાર્ય કરે છે અને તંદુરસ્ત રહે છે. જો તમે તમારા ડાયટમાં ફાયબરની માત્રા વધુ લો છો અને તેની સાથે પૂરતા પ્રમાણમાં પાણી નથી પીતા તો તેનાથી તમારા આંતરડાને ભારે નુકસાન પહોંચે છે. જેથી રોજ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણીનું સેવન અવશ્ય કરવું જોઈએ. જેનાથી તમારા આંતરડા હમેશાં સ્વસ્થ રહે છે.

 • 8 Tips for a Healthy intestines
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  વધુ ન ખાવું

   

  જે લોકો ભૂખથી વધારે ખાય છે તેમને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉદભવે છે. ભૂખથી વધારે ખાવાથી ન માત્ર વજન વધે છે પરંતુ તેનાથી આંતરડાની કાર્યક્ષમતા પણ ઘટે છે કારણ કે જ્યારે તમે ઠુસી-ઠુસીને ખાઓ છો ત્યારે તેને પચાવવા માટે આંતરડાને વધારે મહેનત કરવી પડતી હોય છે. જેથી હમેશા જેટલી ભૂખ હોય તેનાથી થોડું ઓછું જ ખાવું જોઈએ. સાથે જ આંતરડાને સ્વસ્થ રાખવા માટે હમેશાં પૌષ્ટિક અને સ્વસ્થ ખોરાક જ લેવો જોઈએ. 

   

  ફાયબર વધુ લેવું

   

  તમારા ખોરાકમાં ઉચ્ચ ફાઈબરયુક્ત ખોરાકને સામેલ કરો. આ સરળતાથી પચી જાય છે અને આંતરડાને પણ સક્રિય રાખે છે. વસાયુક્ત અને પ્રોસેસ્ડ ખોરાકથી દૂર રહેવું કારણ કે આવો ખોરાક કબજિયાત અને અન્ય પાચન સંબંધી સમસ્યાઓને જન્મ આપે છે. જેથી તમારા ભોજનમાં ફાયબરયુક્ત સંતુલિત ખાદ્ય પદાર્થોને સામેલ કરવું. જેમ કે લીલા શાકભાજી, ફળ, જ્યૂસ, અનાજ અને નટ્સમાં ફાયબરની માત્રા સારી હોય છે જે તમારા આંતરડાને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. 

 • 8 Tips for a Healthy intestines

  નિયમિત કસરત કરવી

   

  જો તમે ઈચ્છો છો કે તમારા શરીરના બધાં જ અંગો યોગ્ય રીતે કાર્ય કરે અને તમે બીમારીઓના શિકાર ન બનો તો તેના માટે એક શ્રેષ્ઠ રસ્તો છે કસરત. નિયમિત રીતે કસરત કરવાથી પાચનક્રિયા દુરસ્ત રહે છે અને આંતરડાની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. જેથી આંતરડાને સ્વસ્થ રાખવા માટે દરરોજ 30થી 40 મિનિટ સુધી કસરત કરવી જોઈએ. 

   

  થોડો આરામ કરો

   

  આંતરડાને સ્વસ્થ રાખવા માટે આરામ પણ બહુ જરૂરી છે. તમારા આંતરડા મગજ સાથે જોડાયેલા હોય છે, શરીરમાં રહેલું લગભગ 95 ટકા સેરોટોનિન તમારા આંતરડાના માર્ગને એક અલગ મગજ સંબંધી તંત્રિકામાં રાખે છે. આ જ કારણથી આંતરડા સ્વસ્થ રાખવા માટે મગજનું સ્વસ્થ રહેવું પણ જરૂરી છે. જ્યારે તમે તણાવગ્રસ્ત હોવ છો ત્યારે તેની સીધી અસર તમારા પાચન પર પડે છે અને પાચનક્રિયા બગડે છે. જેથી શાંત જગ્યાએ 5 મિનિટ માટે આંખો બંદ કરીને શ્વાસ લેવાથી તમારા આંતરડાને આરામ મળે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ