તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આડઅસર વિના ચહેરાના ખીલ ફટાફટ દૂર કરવા હોય તો, આ 8 ઉપાય ટ્રાય કરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ ખીલ-ફોડલી કે ચહેરો વારંવાર ચિકણો થઈ જવો, કાળાશ જામી જવી વગેરે સમસ્યા ઘણાં લોકોને થાય છે. જે ખાસ કરીને ટીનએજર્સમાં વધુ જોવા મળે છે. જેને દૂર કરવા માટે ઘરેલૂ ઉપાયો અજમાવો. જેનાથી ચહેરા પર કોઈ આડઅસર ન થાય.


ચહેરા પર થતાં ખીલ અને ખાડાંને દૂર કરવાના ઉપાયો


-એક કપ પાણીમાં તુલસીના 15-20 પાન નાખીને 10-15 મિનિટ ઉકાળી લો. ઠંડુ થયા બાદ તેને કોટનની મદદથી ખીલ પર દિવસમાં 4-5 વાર લગાવો.


-એલોવેરા જેલમાં થોડો ચણાનો લોટ અને ચપટી હળદર મિક્ષ કરીને ખીલ પર લગાવો. જલ્દી ફાયદો થશે.


-દિવસમાં બેવાર કાકડીનો રસ ચહેરા પર લગાવો અને 10 મિનિટ બાદ ધોઈ લો. ખીલ ગાયબ થવા લાગશે.


-લીંબુનો રસ ખીલ પર લગાવો. 10 મિનિટ બાદ ધોઈ લો.


-ચહેરા પર મધ લગાવો અને 15 મિનિટ બાદ ધોઈ લો. આનાથી ખીલ ઓછા થશે અને ચહેરા પર ચમક વધશે.

 

-ફુદીનાનો રસ રાતે સૂતા પહેલાં ચહેરા પર લગાવો. સવારે ઠંડા પાણીથી ધોઈ લો. જલ્દી ખીલ દૂર થશે.


-ટામેટાનો રસ ચહેરા પર લગાવો. 15 મિનિટ બાદ ચહેરો ધોઈ લો. આનાથી ખીલની સમસ્યામાં ઝડપથી ફરક દેખાશે.


-20-30 કડવા લીમડાના પાનને 3-4 કપ પાણીમાં ઉકાળી લો. પાણી ઠંડુ થાય એટલે તેમાંથી લીમડાના પાન નિતારીને કાઢી લો. પછી આ પાણી ખીલ પર લગાવો.