Home » Lifestyle » Health » 8 Fat-Burning food, everybody should eat these foods

રોજ આ 8માંથી કોઈ 1 ફૂડ ખાવાથી, ફટાફટ ઓગળશે ચરબી અને થશે જાદુઈ અસર

Divyabhaskar.com | Updated - Feb 10, 2018, 10:00 AM

આ 8 વસ્તુઓનું સેવન કરવાથી માખણની જેમ ઓગળશે, શરીરની એક્સ્ટ્રા ચરબી

 • 8 Fat-Burning food, everybody should eat these foods
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  કેટલાક કુદરતી ખાદ્ય પદાર્થોને ડાયટમાં સામેલ કરવાથી તમે સરળતાથી તમારી ચરબીને ઓગાળી શકો છો

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ વધતાં વજનથી આજકાલ દરેક ઉંમરના લોકો બહુ જ પરેશાન છે. જેનાથી મુક્તિ મેળવવા લોકો જીમ, ડાયટ અને કેટલીક ખાસ પદ્ધતિઓને પણ આંખ બંદ કરીને અપનાવે છે કે કેમેય કરીને તેમનું વજન ઉતરે. જેમાંથી કેટલાક ઉપાય પ્રભાવી હોય છે જેનો સતત ઉપયોગ કરવાથી અસરકારક પરિણામ મળે છે પણ શું તમે જાણો છો કે કેટલાક કુદરતી ખાદ્ય પદાર્થોને ડાયટમાં સામેલ કરવાથી તમે સરળતાથી તમારી ચરબીને ઓગાળી શકો છો. જી હાં તમને આ વાત પર વિશ્વાસ નહીં આવતો હોય પણ આ હકીકત છે. આવા ખાદ્ય પદાર્થ ચયાપચયને વધારીને, ફેટને દૂર કરવાના હોર્મોનને ઉત્તેજિત કરી, શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરીને ફેટ ઓગાળવામાં મદદ કરે છે. જેથી આજે અમે તમને આ આહાર વિશે જણાવીશું જે તમારા વજનને ઘટાડવામાં જાદુઈ અસર દેખાડશે.

  બદામ

  બદામના ફાયદા વિશે તો બધાં જ જાણે છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે બદામ તમારા શરીરના ફેટને બર્ન કરે છે. પ્રોટીનથી ભરપૂર આ નટ માસપેશીઓના નિર્માણની સાથે-સાથે શરીરમાં ફેટને જમા થવા દેતું નથી. ફેટને બર્ન કરવામાં મદદ કરવાને કારણે બદામ મેટાબોલિઝ્મને વધારે છે. કાર્બોહાઈડ્રેટવાળા ખાદ્ય પદાર્થોની જગ્યાએ રોજ નાસ્તામાં બદામનું સેવન કરવાથી હૃદય સંબંધી રોગોનો ખતરો દૂર થાય છે. સાથે જ શરીરમાં ભેગી થતી વધારાની ચરબીને પણ નિયંત્રણમાં રહે છે. બદામને દરરોજ સવારે નાસ્તામાં સામેલ કરવાથી મેટાબોલિક રેટ વધે છે અને હૃદય રોગની સંભાવના ઘટી જાય છે. 5 બદામને તમે એમ જ અથવા પાણીમાં પલાળીને પણ ખાઈ શકો છો.

  આગળ વાંચો અન્ય 7 આહાર વિશે જે તમારી ચરબીને ઓગાળવામાં જાદુઈ અસર દેખાડશે.

 • 8 Fat-Burning food, everybody should eat these foods
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  સાબૂત અનાજને તમારા ડાયટમાં સામેલ કરવાથી શરીરમાંથી વધારાની ચરબી અને વિષાક્ત પદાર્થો બહાર નિકળી જાય છે.

  કેળા

   

  કેળાને ખાવા અંગે અનેક માન્યતાઓ છે જેમ કે તેને ખાવાથી શરદી થાય છે અને વજન પણ વધે છે, પરંતુ એવું જરાય નથી. કેળું એ બહુ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક ફળ છે. તમને જણાવી દઈએ કે કેળું શરીરમાં રહેલા ફેટને ઝડપથી બાળે છે. આ ફળમાં રહેલું પ્રતિરોધક સ્ટાર્ચ પેટમાં રહેલાં સારા બેક્ટેરિયાને કારણે પેટમાં ફેટી એસિડમાં પરિવર્તિત થાય છે. આ મેટાબોલિઝ્મને એક્ટિવ કરીને વધારાનું ફેટ બનતા અટકાવે છે. જેથી વજન ઘટાડવા માટે અને વધારાની ચરબીને દૂર કરવા માટે તમારે રોજ 1 કેળાનું સેવન કરવું જોઈએ. તેના માટે તમે કેળાની સ્મૂધી અને સલાડનું પણ સેવન કરી શકો છો. 

   

  સાબૂત અનાજ

   

  સાબૂત અનાજ ફેટને દૂર કરવા માટેનું એક સ્માર્ટ વિકલ્પ છે. સાબૂત અનાજને તમારા ડાયટમાં સામેલ કરવાથી શરીરમાંથી વધારાની ચરબી અને વિષાક્ત પદાર્થો બહાર નિકળી જાય છે. સાબૂત અનાજ સ્વાસ્થ્ય માટે પણ બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે. સાબૂત અનાજમાં વિટામિન ઈ, વિટામિન બી અને અન્ય તત્વો જેમ કે ઝિંક, સેલેનિયમ, કોપર, આયર્ન, મેગનીઝ અને મેગ્નેશિયમ વગેરે મળી રહે છે. સાથે જ તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર પણ હોય છે. જે વજનને ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે. આ રીતે તમે જો રોજ સાબૂત અનાજનું સેવન કરશો તો તમારા શરીરની વધારાની ચરબીને ઝડપથી બર્ન કરી શકશો. 

 • 8 Fat-Burning food, everybody should eat these foods
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  દાળને આયર્નનો સારો સ્ત્રોત માનવામાં આવે છે

  નારિયેળનું તેલ


  નારિયેળનું તેલ દરેક ઘરમાં વર્ષોથી વાપરવામાં આવે છે. તેના લાભ પણ અનેરા છે. આ તેલમાં ટ્રાઈગ્લિસરાઈડ્સ હોય છે. આ ફેટી એસિડ શરીર દ્વારા ઝડપથી પચાવી લેવામાં આવે છે. આ રીતે તે શરીરમાં જમા થતું નથી પરંતુ શરીર દ્વારા ઊર્જા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે વજન ઘટાડવા માટે અને શરીરનું એક્સ્ટ્રા ફેટ દૂર કરવા માટે તમારે નારિયેળ તેલમાંથી બનેલો ખોરાક લેવો જોઈએ. આ એક શ્રેષ્ઠ અને સરળ રસ્તો છે. જેનાથી તમે શરીરમાં વધારાનું ફેટ ભેગું થતાં રોકી શકો છો. તો આજથી જ તમારા ઘરમાં નારિયેળ તેલમાં ભોજન બનાવવાનું શરૂ કરી દો. 


  વિવિધ દાળ


  દાળ ભારતીય ભોજનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને આનું સેવન કરવાથી વિવિધ પ્રકારના લાભ પણ થાય છે. દાળને આયર્નનો સારો સ્ત્રોત માનવામાં આવે છે અને શરીરમાં દાળની ઉણપ મેટાબોલિઝ્મની ક્રિયાને ધીમી કરી દે છે. જેથી તમારા ભોજનમાં નિયમિત દાળનું સેવન કરવાનું રાખશો તો તે મેટાબોલિઝ્મને સુધારશે અને ફેટના પ્રભાવોને પણ દૂર કરશે. અંકુરિત દાળનું સેવન કરવાથી બહુ વધારે લાભ થાય છે. જો તમે ચરબીને નષ્ટ કરવા માગો છો તો રોજ અંકુરિત દાળ ખાવાનું શરૂ કરી દો. 

 • 8 Fat-Burning food, everybody should eat these foods
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  બ્રોકોલી એક એવું શાક છે જે ખાવાથી ન માત્ર સારું સ્વાસ્થ્ય અને પોષણ મળે છે

  લાલ મરચાં


  લાલ મરચામાં ફેટને બર્ન કરનારા તત્વ હોય છે. મરચાં કેપ્સેસિન તત્વથી ભરપૂર હોવાને કારણે ઓક્સીકરણ દ્વારા પેટ પરની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. આ મેટાબોલિઝ્મને વધારીને શરીરમાં વધારાની કેલરીને બર્ન કરવામાં બહુ મદદગાર સાબિત થાય છે. એક સંશોધન મુજબ લાલ મરચાં શરીરમાં રહેલી વધારાની અને બિનજરૂરી કેલરીને બર્ન કરવા અને સ્થૂળતાને ઘટાડવામાં ગજબની મદદ કરે છે. મરચામાં રહેવું કેપ્સેસિન તત્વ, શરીરને ગરમી આપીને ભૂખને નિયંત્રણ કરે છે અને શરીરની કેલરીને બાળીને શરીરને પૂરતી ઊર્જા આપે છે. 


  બ્રોકોલી


  બ્રોકોલી એક એવું શાક છે જે ખાવાથી ન માત્ર સારું સ્વાસ્થ્ય અને પોષણ મળે છે પરંતુ તેમાં લો કેલરી હોવાને કારણે તે વજનને ઓછું કરવામાં પણ મદદ કરે છે. બ્રોકોલીમાં રહેલું ફિટોનુટ્રિએન્ટ એન્જાઈમને ઉત્તેજિત કરીને, ચરબીની કોશિકાઓમાં રહેલાં ફેટને બર્ન કરવા પ્રેરે છે. જેથી હવેથી તમે જ્યારે પણ શાકભાજી ખરીદવા જાઓ બ્રોકોલીને અવશ્ય તમારા ડાયટમાં સામેલ કરો. હાં બ્રોકોલી થોડી મોંઘી હોય છે અને સરળતાથી મળતી નથી. પણ વજન ઘટાડવા માટે આટલી મહેનત તો તમારે કરવી જ પડશે. તમે બ્રોકોલીનું સેવન શાકભાજીમાં કે સલાડના સ્વરૂપમાં પણ કરી શકો છો. 

 • 8 Fat-Burning food, everybody should eat these foods
  એવોકેડા એવોકેડા એક સ્વાસ્થ્યવર્ધક ફળ છે અને મોનો સેચુરેટેડથી ભરપૂર હોય છે. આ ફળ મેટાબોલિઝ્મ સુધારવા માટે જાણીતું છે અને મુક્ત કણોને કારણે કોશિકાઓમાં થતી ક્ષતિને રોકવામાં મદદ કરે છે. તમે આ ફળનું સેવન સલાડ કે સ્મૂધી તરીકે કરી શકો છો. આ ફળનું સલાડ બનાવવા માટે ડુંગળી, ટામેટા અને લીલાં મરચાને એક સાથ મિક્ષ કરીને તેમાં થોડું લીંબૂ અને કાળા મરી નાખીને ખાવાથી બહુ ફાયદો થાય છે. આ રીતે એવોકેડા તમારા શરીરમાં રહેલા એક્સ્ટ્રા ફેટને બર્ન કરવામાં મદદ કરે છે. અહીં જણાવેલી તમામ ખાદ્ય વસ્તુઓને તમે રોજ ખાઈ શકો છો, જેથી તમારા રોજિંદા ડાયટમાં આ વસ્તુઓને સામેલ કરીને ચરબીને ઘટાડી શકો છો.

  એવોકેડા

   

  એવોકેડા એક સ્વાસ્થ્યવર્ધક ફળ છે અને મોનો સેચુરેટેડથી ભરપૂર હોય છે. આ ફળ મેટાબોલિઝ્મ સુધારવા માટે જાણીતું છે અને મુક્ત કણોને કારણે કોશિકાઓમાં થતી ક્ષતિને રોકવામાં મદદ કરે છે. તમે આ ફળનું સેવન સલાડ કે સ્મૂધી તરીકે કરી શકો છો. આ ફળનું સલાડ બનાવવા માટે ડુંગળી, ટામેટા અને લીલાં મરચાને એક સાથ મિક્ષ કરીને તેમાં થોડું લીંબૂ અને કાળા મરી નાખીને ખાવાથી બહુ ફાયદો થાય છે. આ રીતે એવોકેડા તમારા શરીરમાં રહેલા એક્સ્ટ્રા ફેટને બર્ન કરવામાં મદદ કરે છે. 

   

  અહીં જણાવેલી તમામ ખાદ્ય વસ્તુઓને તમે રોજ ખાઈ શકો છો, જેથી તમારા રોજિંદા ડાયટમાં આ વસ્તુઓને સામેલ કરીને ચરબીને ઘટાડી શકો છો. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ