માત્ર આ 8 સરળ ટિપ્સથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સુધરશે અને ઈમ્યૂનિટી વધશે

ઈમ્યૂનિટી અને બ્લડ સર્ક્યુલેશનને ઝડપથી વધારે છે, આ 8 નેચરલ રીત

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 17, 2018, 06:00 PM
બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રહેવાથી રોગો દૂર રહે છે.
બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રહેવાથી રોગો દૂર રહે છે.

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ લોહી શરીરની કોશિકાઓને પોષક તત્વો અને ઓક્સિજન જેવા જરૂરી તત્વો પહોંચાડતું તથા તે જ કોશિકાઓમાંથી વિષાક્ત તત્વોનો નિકાલ કરતું શારીરિક પ્રવાહી છે.


લોહી માનવ શરીરનો સૌથી મોટો ભાગ છે. તમારા આખાં શરીરમાં ન્યૂટ્રિઅન્ટ્સ, ઇલેક્ટોલાઇટ્સ, હોર્મોન્સ, હીટ અને ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય લોહી જ કરે છે. તમારા શરીરના વિવિધ ભાગોને સ્વસ્થ રાખવા અને ઇમ્યૂનિટી સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક ક્ષમતા પ્રદાન કરવાનું કામ પણ લોહી જ કરે છે. પરંતુ શું તમને જાણો છે કે, બ્લડના યોગ્ય સર્કુલેશન માટે તમારું બ્લડ પ્રેશર, હાર્ટ રેટ, બલ્ડ શુગર, બ્લડ ટાઇપ અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં હોવું ખૂબ જ જરૂરી છે. જેથી આજે અમે તમને એવા 8 ઉપાય વિશે જણાવીશું જેનાથી તમારા શરીરમાં બ્લડ સર્કુલેશન તો વધશે જ સાથે ઇમ્યૂનિટી સિસ્ટમ પણ મજબૂત બનશે.

આગળ વાંચો 8 સરળ રીત વિશે જે બોડીમાં બ્લડ સર્ક્યુલેશનને વધારશે.

મસાજ કરવાથી બોડી રિલેક્સ થાય છે.
મસાજ કરવાથી બોડી રિલેક્સ થાય છે.

મસાજ કરવું-

 
મસાજ શરીરને રિલેક્સ કરવા માટેની એક ખૂબ જ સારી પ્રક્રિયા માનવામાં આવે છે. નાના-બાળકોથી લઇને મોટા લોકો સુધી મસાજ બધાને પ્રિય હોય છે. મસાજ કરવાથી શરીરના અંગોમાં બ્લડ સર્કુલેશન વધે છે. બ્લડ શરીરના સોફ્ટ ટિશ્યૂમાં જાય છે. મસાજ કર્યા પછી આખા શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ અનુભવ થવા લાગે છે. થાક ઉતરી જાય છે અને સાથે જ શરીરમાં રહેલ તણાવ દૂર થઇ જાય છે.


પગને ઉપર ઉઠાવવાં-
 

શરીરનો થાક અને પગના સાંધા કે માંસપેશીઓના દુખાવામાં પગને ઉપર ઉઠાવવાની કસરત ખૂબ જ કારગર માનવામાં આવે છે. તેના માટે જમીન પર સીધા સૂઈને તમારા બંને પગને શરીરના સ્તરથી થોડું ઉપર ઉઠાવીને સૂવાથી શરીરનું બ્લડ સર્કુલેશન ખૂબ જ વ્યવસ્થિત અને યોગ્ય પ્રમાણમાં થાય છે. જેના કારણે શરીરને આરામ પહોંચે છે અને તાજગીનો અનુભવ થાય છે. આ ક્રિયાથી પગની અકળામણ અને દુખાવાની સમસ્યામાં પણ ઘણો આરામ પહોંચે છે.

સ્વિમિંગ બેસ્ટ એક્સરસાઈઝ છે.
સ્વિમિંગ બેસ્ટ એક્સરસાઈઝ છે.

સ્વીમિંગઃ-

 
જો તમને સ્વીમિંગનો શોખ છે, તો આ પ્રક્રિયા પણ એક્સરસાઇઝ માટે બેસ્ટ છે. આ પ્રક્રિયા એક ફિઝિકલ એક્ટિવિટી હોવાને કારણે તેના ઘણા બેનેફિટ્સ પણ છે. બલ્ડ સર્કુલેશન યોગ્ય પ્રમાણમાં થવાની સાથે જ તે તમને એકદમ ફ્રેશ પણ બનાવી દે છે. ત્યાં જ આ પ્રક્રિયા મસ્તીથી ભરપૂર છે. તમે સ્વીમિંગમાં બટરફ્લાઈ સ્ટ્રોક, બેક સ્ટ્રોક, બ્રેસ્ટ સ્ટ્રોક વગેરે કરી શકો છો. આ સિવાય તમારી પસંદના સ્ટ્રોક પણ તમે કરી શકો છો. નિયમિત સ્વીમિંગ કરવાથી બ્લડ સર્કુલેશન તો સુધરે જ છે સાથે વ્યક્તિ તંદુરસ્ત પણ રહે છે. 
 

સાઇક્લિંગઃ-

 
સાઇક્લિંગ એ બેસ્ટ કસરત છે. સાઇક્લિંગ બ્લડ સર્કુલેશન વધારે છે. રોજ સાઇક્લિંગ કરવાથી તમારા પગના મસલ્સ શેપમાં આવી જશે. જે લોકો ખૂબ જ ઓછી એક્સરસાઇઝ કરે છે તેવા લોકો માટે સાઇક્લિંગ ખૂબ જ સારો વિકલ્પ છે. જ્યારે તમારું બ્લજ સર્કુલેશન યોગ્ય પ્રમાણમાં થઇ જાય ત્યારે તમારી ઇમ્યૂનિટી પાવર આપમેળે જ વધી જાય છે.

પૂરતું પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે.
પૂરતું પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે.

વોકઃ-

 
સવારે, સાંજે અથવા રાત્રે ભોજન કરી લીધાના અડધા કલાક પછી કે પહેલાં પછી વોક કરવા જવું. વોક પર જવાથી તમારું બ્લડ સર્કુલેશન યોગ્ય પ્રમાણમાં અને સરખી માત્રામાં થશે. સાથે જ, તમને તાજગીનો અનુભવ થશે. આ સિવાય તમારું સ્વાસ્થ્ય પણ જળવાશે.


પાણીઃ-

 
પાણીને એક પ્રાકૃતિક ઔષધિ માનવામાં આવે છે. પાણી શરીરમાં થતી દરેક સમસ્યાનું નિવારણ કરી શકે છે. શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ શરીરને સ્વસ્થ રાખે છે અને અને ઓછી માત્રામાં પાણી શરીરને નબળું બનાવી શકે છે. વધારે માત્રામાં શુદ્ધ જળનું સેવન કરવાથી શરીરમાં ભેગા થયેલાં વિષાક્ત પદાર્થો બહાર નીકળી જાય છે અને પ્રતિરોધક ક્ષમતા વધે છે. પાણી અથવા તો સામાન્ય તાપમાન હોવું જોઇએ અથવા થોડું નવશેકું હોવું જોઇએ. ફ્રિજના પાણીનું સેવન બને ત્યાં સુધી ન કરવું.

હંસવું એ પણ એક સારી કસરત છે.
હંસવું એ પણ એક સારી કસરત છે.

હસવું-
 

આ પ્રક્રિયા ખૂબ જ આનંદ અપાવનારી માનવામાં આવે છે. હસવાથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. સાથે જ, વધારે હસવાથી શરીર વધારે પ્રમાણમાં ઓક્સીજનને ગ્રહણ પણ કરે છે. તણાવમુક્ત થઇને હસવાથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધવામાં મદદ પણ મળી રહે છે.


યોગઃ-

 
યોગ અને પ્રાણાયમ શરીરને સ્વસ્થ અને રોગમુક્ત રાખવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. કોઇ જાણકાર પાસેથી તેને શીખીને દરરોજ ઘરે તેનો અભ્યાસ કરવો જોઇએ. યોગથી બ્લડ સર્કુલેશન ખૂબ જ વ્યવસ્થિત થવાની સાથે જ તેની ઇમ્યૂનિટી સિસ્ટમ પણ ખૂબ બને છે.

X
બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રહેવાથી રોગો દૂર રહે છે.બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રહેવાથી રોગો દૂર રહે છે.
મસાજ કરવાથી બોડી રિલેક્સ થાય છે.મસાજ કરવાથી બોડી રિલેક્સ થાય છે.
સ્વિમિંગ બેસ્ટ એક્સરસાઈઝ છે.સ્વિમિંગ બેસ્ટ એક્સરસાઈઝ છે.
પૂરતું પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે.પૂરતું પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે.
હંસવું એ પણ એક સારી કસરત છે.હંસવું એ પણ એક સારી કસરત છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App