ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» પાર્ટનર સાથે ઝઘડા થતા હોય તો કરો આ 8 ઉપાય|8 best tips for solve relationship issues

  પાર્ટનર સાથે અવાર-નવાર ઝઘડા થતા હોય તો કરો આ 8 ઉપાય, દૂર થશે તમામ મુશ્કેલીઓ

  divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 06:49 PM IST

  આ ઉપાય પ્રેમી-પ્રેમિકા બંને કરે છે તો લવ લાઇફમાં આવતી મુશ્કેલીઓથી બચી શકાય છે
  • પાર્ટનર સાથે અવાર-નવાર ઝઘડા થતા હોય તો કરો આ 8 ઉપાય, દૂર થશે તમામ મુશ્કેલીઓ
   પાર્ટનર સાથે અવાર-નવાર ઝઘડા થતા હોય તો કરો આ 8 ઉપાય, દૂર થશે તમામ મુશ્કેલીઓ

   ધર્મ ડેસ્ક: જો કોઇ વ્યક્તિની કુંડલીમાં ગ્રહદોષ છે તો તેની અસર તેના પ્રેમ પ્રસંગ ઉપર પણ પડે છે. જોકે, પ્રેમને સફળ બનાવવા માટે કેટલાક જ્યોતિષ ઉપાય પણ હોય છે. આ ઉપાય પ્રેમી-પ્રેમિકા બંને કરે છે તો લવ લાઇફમાં આવતી મુશ્કેલીઓથી બચી શકાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. સુનીલ નાગર જણાવે છે કે, પ્રેમને સુખદ બનાવવામાં કેટલાક ખાસ ઉપાયો.

   પહેલો ઉપાય


   જ્યોતિષ મુજબ પ્રેમ પ્રસંગની બાબતોમાં શુક્ર ગ્રહની સ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. શુક્રવારનો કારક ગ્રહ શુક્ર હોય છે. તે દિવસે પ્રેમી અને પ્રેમિકાએ જરૂર મળવું જોઇએ.

   બીજો ઉપાય


   જો કોઈ વ્યક્તિ પોતાના પ્રેમીને પ્રપોઝ કરવા માંગે છે તો શુક્રવાર તેમના માટે ઉત્તમ દિવસ સાબિત થશે.

   ત્રીજો ઉપાય


   મથુરામાં એક માન્યતા પ્રચલિત છે કે દર પૂનમના નિધિવનમાં શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે રાસ રચાવે છે. પ્રેમીમાં પૂનમનું મહત્વ ખૂબ વધારે હોય છે. આ દિવસે પ્રેમીઓએ મળી એકબીજાને કોઈ ભેટ આપવી જોઇએ.

   ચોથો ઉપાય


   જો તમે કોઈના પ્રેમમાં હોવ તો ધ્યાન રાખો કે શનિવાર અને અમાસના દિવસે લવ પાર્ટનરને મળવાનું ટાળવું જોઈએ. આ દિવસે મળવાથી બંને વચ્ચે વિવાદ ઉત્પન્ન થવાની શક્યતા વધી જાય છે.

   પાંચમો ઉપાય


   દર ગુરૂવારે કોઈ શ્રીકૃષ્ણ મંદિરે જઈને ભગવાનને કપૂરી પાન અર્પણ કરવા. આ ઉપાય પ્રેમી અથવા પ્રેમિકામાંથી કોઈ પણ કરી શકે છે. જો બંને સાથે મળીને આ ઉપાય કરે તો ઉત્તમ રહેશે. ભગવાન પાસે પ્રેમ પ્રસંગમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવા માટે પ્રાર્થના કરો.

   છઠ્ઠો ઉપાય


   ભગવાન શ્રીકૃષ્ણને વાસંળી ચઢાવો. શ્રીકૃષ્ણ મંત્ર - ' कृं कृष्णाय नम: 'ના રોજ 108 જાપ કરવા જોઈએ.

   સાતમો ઉપાય

   તમારા પ્રેમીને કાળી, વાદળી અથવા અણીદાર વસ્તુઓ ગિફ્ટમાં આપવાની બચો.

   આઠમો ઉપાય


   જો તમે તમારા પ્રેમીને કોઈ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો લાલ, ગુલાબી, પીળો અથવા ગોલ્ડન કલરની વસ્તું આપવી જોઈએ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પાર્ટનર સાથે ઝઘડા થતા હોય તો કરો આ 8 ઉપાય|8 best tips for solve relationship issues
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `