Divya Bhaskar

Home » Lifestyle » Health » 8 best healthy food combinations everybody should eat

8 હેલ્ધી ફૂડ કોમ્બિનેશન: સાથે ખાઓ આ વસ્તુઓ, મળશે ન્યૂટ્રિશન, રોગો રહેશે દૂર

Divyabhaskar.com | Updated - Mar 29, 2018, 12:56 PM

8 હેલ્ધી ફૂડ કોમ્બિનેશન: આ વસ્તુઓ સાથે ખાવાથી મળશે ભરપૂર ન્યૂટ્રિશન, રોગો રહેશે દૂર

  • 8 best healthy food combinations everybody should eat
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કેટલાક ખોરાક સાથે ખાવામાં આવે તો તેના ફાયદા અને ન્યૂટ્રિશન વેલ્યૂ વધી જાય છે. સાથે જ આ ખોરાકમાંથી તમામ પોષક તત્વો શરીરને મળી રહે છે. જેથી આજે અમે તમને એવા જ 8 હેલ્ધી ફૂડ કોમ્બિનેશન વિશે જણાવીશુ. જે ખાવાથી સ્વાસ્થ્યને અલગ-અલગ ફાયદાઓ થાય છે.

    ગ્રીન ટી અને લીંબુ


    ગ્રીન ટી અને લીંબુને સાથે લેવાથી એન્ટીઓક્સીડેન્ટ વધુ પ્રમાણમાં મળે છે. ગ્રીન ટીમાં લીંબુનો રસ મિક્ષ કરવાથી કેટેચિન એન્ટીઓક્સીડેન્ટ શરીરમાં સારી રીતે એબ્સોર્બ થાય છે. ગ્રીન ટીમાં અડધા લીંબુનો રસ મિક્ષ કરીને પી શકો છો.


    આગળ વાંચો અન્ય 7 હેલ્ધી ફૂડ કોમ્બિનેશન વિશે.

  • 8 best healthy food combinations everybody should eat
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈંડા અને ચીઝ


    હાડકાંને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે કેલ્શિયમ જરૂરી છે અને કેલ્શિયમ યોગ્ય રીતે શરીરમાં એબ્સોર્બ થાય તે માટે વિટામિન ડીની જરૂર હોય છે. જે ઈંડામાંથી ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. જેથી ઈંડા અને ચીઝ બંને સાથે ખાવા જોઈએ. 


    બીન્સ અને ટામેટા


    આ બંને વસ્તુ સાથે ખાવાથી શરીરમાં આયર્નની માત્રા વધે છે. જે બ્રેન અને મસલ્સ ફંક્શન માટે જરૂરી છે. ટામેટામાં રહેલું વિટામિન સી અને લાઈકોપિન અને બીન્સમાંથી મળતાં આયર્નના એબ્સોર્બશનમાં મદદ કરે છે. તમે આ બંને વસ્તુ સલાડ કે શાક તરીકે ખાઈ શકો છો. 


    હેલ્ધી ફેટ્સની સાથે સલાડ


    સલાડને વધુ હેલ્ધી બનાવવા માટે ફેટવાળી વસ્તુઓને સામેલ કરવી જોઈએ. સલાડમાંથી મળતું સોલ્યૂબલ ફેટ એન્ટીઓક્સીડેન્ટ સાથે મળી શરીરમાં સારી રીતે એબ્સોર્બ થાય છે. જેથી ઓલિવ ઓઈલ, એવોકાડો અને વિનેગરને સલાડમાં સામેલ કરો. 

  • 8 best healthy food combinations everybody should eat

    ફિશ સેન્ડવિચ અને દહીં


    ફિશમાંથી મળતું વિટામિન ડી અને ઓમેગા-3 ફેટી એસિડ, સાથે દહીંમાં રહેલું વિટામિન સી અને કેલ્શિયમ શરીર માટે બહુ જ જરૂરી છે. આ બંને વસ્તુઓ સાથે ખાવાથી કેલ્શિયમ શરીરમાં સરળતાથી એબ્સોરબ થાય છે. આ રીતે દહીં અને ઈંડા એકસાથે ખાવા પણ લાભકારી છે. 


    ફિશ અને વાઈન


    ફિશની સાથે વાઈન લેવાથી ફિશમાં રહેલું ઓમેગા-3 ફેટી એસિડ શરીરમાં યોગ્ય રીતે એબ્સોર્બ થાય છે. જ્યારે બિયર કે અન્ય ડ્રિંક્સની સાથે તે ફાયદો કરતી નથી. ગ્રીન ટી અને બ્લેક ટી સાથે પણ ફિશ ખાવી ફાયદાકારક છે. તે ફિશમાં રહેલાં ટોક્સિન્સ મર્કરીને બ્લડમાં જતાં અટકાવે છે. 


    સફરજન અને રાસબરી


    સફરજન અને રાસબરી સાથે ખાવાથી તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ અને ન્યૂટ્રીઅન્ટ્સ બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધારે છે. સાથે શરીરમાં કેન્સર સેલ્સને વધતાં અટકાવે છે. તમે સ્મૂધી બનાવીને ખાઈ શકો છો. સાથે અખરોટ પણ મિક્ષ કરીને તેને વધુ હેલ્ધી બનાવી શકો છો. 


    દહીં અને કેળા


    દહીં અને કેળા સાથે ખાવાથી એક્સરસાઈઝ બાદ મસલ્સ રિપેર થાય છે. કાર્બ અને પ્રોટીન એકસાથે લેવાથી બોડીમાં ઈન્સ્યૂલિનનું સ્તર વધે છે જે મસલ્સને રિપેર કરવાની પ્રોસેસ ઝડપી બનાવે છે અને મસલ્સને હેલ્ધી રાખે છે. તમે દહીં કેળાની સ્મૂધી બનાવીને ખાઈ શકો છો. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending