ઈંડામાં આ 7માંથી 1 વસ્તુ મિક્ષ કરીને ખાઓ, સ્વાસ્થ્યની 7 સમસ્યામાં ફાયદા મળશે

બાફેલાં ઈંડામાં કેટલીક વસ્તુઓ મિક્ષ કરીને ખાવાથી ઈંડાના ફાયદા ડબલ થઈ જાય છે

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jun 06, 2018, 05:21 PM
ઈંડાને વધુ હેલ્ધી બનાવવા સંચળ, કાળા મરી જેવી વસ્તુઓ મિક્ષ કરીને ખાઓ
ઈંડાને વધુ હેલ્ધી બનાવવા સંચળ, કાળા મરી જેવી વસ્તુઓ મિક્ષ કરીને ખાઓ

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ રોજ ઈંડા ખાવા જોઈએ. પણ જો ઈંડા ખાવા વધુ લાભ મેળવવા હોય તો તમે ઈંડાની સાથે કેટલીક હેલ્ધી વસ્તુઓ મિક્ષ કરીને ખાઈ શકો છો. તેનાથી ઈંડાના ફાયદા વધી જશે અને ઘણાં સ્વાસ્થ્ય ફાયદાઓ પણ મળશે. ઈંડાને ફ્રાય કરીને ખાવાની જગ્યાએ બાફીને ખાવા જોઈએ.


ઈંડામાં આ વસ્તુઓ મિક્સ કરીને ખાઓ

હળદર નાખીને ખાઓ


બાફેલાં ઈંડામાં ચપટી હળદર મિક્સ કરીને ખાવાથી ફેટ સેલ્સ બર્ન થાય છે અને વજન ઘટે છે.


કાળા મરી સાથે


કાળા મરીમાં રહેલાં ફાયટોન્યૂટ્રિઅન્ટ્સ વજન ઓછું કરવામાં ફાયદાકારક છે. બાફેલાં ઈંડામાં કાળા મરીનો પાઉડર છાંટીને ખાવાથી વજન ઘટે છે.


સંચળ નાખીને ખાઓ


ઈંડા અને સંચળ બંનેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે અસ્થમા જેવી શ્વાસની બીમારીથી બચાવે છે. તેને ખાવાથી ડાઈજેશન સારું રહે છે.


જીરું


ઈંડા અને જીરા બંનેમાં આયર્ન સારી માત્રામાં હોય છે. જેનાથી એનિમિયાનો રોગ દૂર થાય છે. તેને ખાવાથી એનર્જી મળે છે.


દૂધમાં મિક્સ કરી ખાઓ


દૂધ અને ઈંડા બંનેમાં કેલ્શિયમ સારી માત્રામાં હોય છે. દૂદમાં કાચું ઈંડુ મિક્ષ કરી દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે અને જોઈન્ટ પેઈનની પ્રોબ્લેમ દૂર થાય છે.


ચીઝની સાથે ખાઓ


આ બંનેમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. જેનાથી મસલ્સ મજબૂત થાય છે અને નબળાઈ દૂર કરવામાં મદદ મળે છે.


ઓલિવ ઓઈલમાં પકાવીને


ઈંડામાં રહેલું બાયોટિન અને ઓલિવ ઓઈલમાં રહેલું વિટામિન ઈ સ્કિનનો ગ્લો વધારે છે.

X
ઈંડાને વધુ હેલ્ધી બનાવવા સંચળ, કાળા મરી જેવી વસ્તુઓ મિક્ષ કરીને ખાઓઈંડાને વધુ હેલ્ધી બનાવવા સંચળ, કાળા મરી જેવી વસ્તુઓ મિક્ષ કરીને ખાઓ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App