બેદરકારી ન કરતાં અને જાણો આ 7 કારણોથી જમ્યા પછી પણ સતત ભૂખ લાગ્યા કરે છે

ભરપેટ ખાધાં પછી પણ ભૂખ લાગે છે? તો આ 7 કારણો ચોક્કસ જાણી લેવા જોઈએ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jan 15, 2018, 04:57 PM
7 reasons of feel hungry all the time
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ જીભની લોલુપતાને સંતોષવા કેટલાક લોકો 3 વાર ખાવાની જગ્યાએ 5 વાર ખાતાં હોય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને ભોજન કર્યાના તરત બાદ ફરી ભૂખ લાગી જાય છે. તમે ધરાઈને ખાધું હોય છતાં તમને ભૂખ લાગ્યા કરે તો તેની પાછળના કારણો જાણવા જરૂરી છે. આમાં એ વાતથી કોઈ ફરક નથી પડતો કે તમે બહારનું ભોજન કર્યું છે કે પછી ઘરે જમો છો. જો તમને પણ ભરપેટ ભોજન કર્યા બાદ પણ ભૂખ લાગતી હોય તો તેના પાછળના કારણો એકવાર ચોક્કસથી જાણી લેવા જોઈએ.

આગળ વાંચો 7 એવા કારણો વિશે જેનાથી વારંવાર ભૂખ લાગ્યા કરે છે.

7 reasons of feel hungry all the time

પ્રોટીન અને ફાઈબરની ઉણપ

 

આપણા શરીર માટે ફાઈબર બહુ જ જરૂરી છે. જો તમે પોતાના ખોરાકમાં યોગ્ય માત્રામાં પ્રોટીન અને ફાઈબર નહીં લો તો તમને ભરપેટ ખાધાં બાદ પણ ભૂખનો એહસાસ થયા કરશે. જ્યારે આપણે પ્રોટીન અને ફાઈબરયુક્ત આહારનું સેવન કરીએ છીએ ત્યારે પેટમાંથી એવા હોર્મોન્સ નિકળે છે જે ભૂખને શાંત કરી દે છે. જેથી તમારા રોજિંદા ભોજનમાં પ્રોટીન અને ફાઈબરયુક્ત ખોરાકને પણ સામેલ કરો. 

 

વધુ ચા પીવી

 

જો તમને વારંવાર ચા પીવાની આદત હોય તો તમને જણાવી દઈએ કે તેના કારણે તમને વારંવાર ભૂખ લાગવાનો એહસાસ થઈ શકે છે. આ વાત પણ સાચી છે કે વધુ ચા પીવાથી ભૂખ મરી જાય છે પરંતુ તેની સાથે કંઈક ખાવાનું મન પણ થાય છે, જેમ કે કંઈક હળવું, ચટાકેદાર. ચા તમારા ખાવાના મૂડને અસંતુલિત કરી દે છે. ચામાં મળી રહેતું કેફીન વ્યક્તિની ભૂખને જુદી રીતે વધારે છે. જેના કારણે સાધારણ ખોરાક કરતાં મસાલેદાર ખાવાનું વધુ મન થાય છે. ચા પીવાથી બ્લડ શુગર લેવલ વધી જાય છે.

7 reasons of feel hungry all the time

પાણીની ઉણપ

 

પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન આપણા શરીર માટે બહુ જ જરૂરી છે. આ ભૂખને શાંત કરવા માટેની સૌથી સારી રીત છે. કેટલીકવાર શરીરને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાથી પાણીની ઉણપ શરીરમાં સર્જાય છે અને આપણને ખબર નથી પડતી કે શરીરમાં શું પ્રોબ્લેમ છે ત્યારે આપણને એવું થાય છે કે કંઈ ખાઈ લેશું તો સારું લાગશે. પરંતુ હકીકતમાં આવું પાણીની ઉણપને કારણે થાય છે. શિયાળામાં પાણીની ઉણપ મોટાભાગે થતી હોય છે જેના કારણે ભૂખ લાગે છે અને નબળાઈ પણ આવે છે. 

 

બહારનું ભોજન

 

જો તમે ઘરે બનેલું ભોજનુ નથી કરતાં અને મોટાભાગે બહારનો ખોરાક ખાઓ છો તો એના કારણે પણ તમને વારંવાર ભૂખ લાગવાની સમસ્યા રહેતી હોઈ શકે છે. ડબ્બામાં બંદ વસ્તુઓ અને પેકેટવાળી સામગ્રી ખાવાથી પેટ જલ્દી ભરાઈ તો જાય છે પણ તેનાથી ન તો શરીરને ઊર્જા મળે છે અને ન તો જરૂરી પોષણ મળે છે. જેથી થોડીવાર જ પાછી ભૂખ લાગી જાય છે. જેથી તમે ઘરનું ભોજન કરીને જ તમારી ભૂખ સંતોષી શકો છો. 

7 reasons of feel hungry all the time

હળવો નાસ્તો કરવો

 

જો તમે ભોજનમાં હળવો નાસ્તો કર્યો હોય તો તમને ભૂખ લાગે એ સામાન્ય વાત છે. બ્રેકફાસ્ટ આપણા માટે બહુ જ જરૂરી હોય છે અને તેના વિના તમે આખો દિવસ ઊર્જાસભર રહી શકતા નથી. જો દિવસની શરૂઆતમાં તમે સારાં અને પૌષ્ટિક આહારનું સેવન કરો છો તો તમને આખો દિવસ આચરકુચર ખાવાનું મન નહીં થાય અને તમને શરીરમાં નબળાઈ પણ નહીં આવે. પરંતુ જો તમે ભોજનના સમયે નાસ્તા જેવું ભોજન કરશો તો તમને વારંવાર ભૂખ લાગી શકે છે. 

7 reasons of feel hungry all the time

સોફ્ટ ડ્રિંક અને સોડા

 

વધુ ડ્રિંક અને સોડા પીવાથી પાચનક્રિયા પ્રભાવિત થાય છે અને ભોજન બાદ આનું સેવન કરવાથી તમને ભૂખ લાગી શકે છે. કેટલાક સંશોધનમાં આ વાત સામે આવી છે કે જે વ્યક્તિ બહુ વધારે માત્રામાં કોલ્ડ ડ્રિંક કે સોફ્ટ ડ્રિંક પીવે છે તેમને વારંવાર ભૂખ લાગે છે. કારણ કે તેમાં હાઈ ફ્રક્ટોઝ કોર્ન સિરપની માત્રા વધારે હોય છે. આનાથી લોહીના પરિભ્રમણની સાથે અન્ય શારીરિક કાર્યવિધિ પણ વધે છે, જેના કારણે વારંવાર ભૂખ લાગે છે. લેપ્ટિન નામનું હોર્મોન શરીરમાં પેદા થવાથી આવું થાય છે. 
 

7 reasons of feel hungry all the time

ઉતાવળમાં ખાવું

 

ભોજનને યોગ્ય રીતે ન ખાવાને કારણે પણ કેટલીકવાર વારંવાર ભૂખ લાગ્યા કરે છે. જો તમને વારંવાર ભૂખ લાગતી હોય તો તમારી ખાવાની રીત પર ધ્યાન આપો અને જુઓ કે તમે ઉતાવળમાં તો નથી ખાતાં ને? કારણ કે ઉતાવળમાં ખાવું વારંવાર ભૂખ લાગવા પાછળનું પ્રમુખ કારણ હોઈ શકે છે. જેથી ખોરાકને શાંતિથી ચાવી-ચાવીને ખાવું જોઈએ. આનાથી તમારો ખોરાક પેટમાં જઈને સારી રીતે પચી જશે અને તેમાં રહેલાં બધાં પોષક તત્વો તમારા શરીરને ઊર્જા આપશે અને આવું કરવાથી વારંવાર ભૂખ લાગવાની સમસ્યા પણ દૂર થશે. 

X
7 reasons of feel hungry all the time
7 reasons of feel hungry all the time
7 reasons of feel hungry all the time
7 reasons of feel hungry all the time
7 reasons of feel hungry all the time
7 reasons of feel hungry all the time
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App