વાળમાં કલર કર્યા બાદ ગમી નથી રહ્યો? તો આ 7 નેચરલ રીતથી તેને કરો દૂર

વાળમાં લાગેલો કલર સાઈડ ઈફેક્ટ્સ વિના નેચરલી દૂર કરશે, આ 7 ઘરેલૂ રીત

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jan 20, 2018, 02:58 PM
7 excellent tips to remove hair color naturally

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ વાળમાં વિવિધ હેયર કલર લગાવાની ફેશન બહુ વધારે ચાલી રહી છે એમાંય ખાસ કરીને યુવાનોને પોતાના વાળમાં નિતનવા કલર લગાવવા ખૂબ જ પસંદ હોય છે. પણ કેટલીકવાર એવું બને છે કે વાળમાં કલર તો લગાવી દીધો પણ પછીથી તે કલર કઈ રીતે દૂર કરી શકાય તે આજે જાણો.

હેયર કલરને નેચરલી દૂર કરો

વાળમાં કલર કરાવ્યો હોય પણ પછી તે તમને ગમતો ન હોય તો પાર્લર કે સલૂનમાં જઈ ખોટાં પૈસા ખર્ચીને તેને દૂર કરવાની ટ્રીટમેન્ટ કે પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે અને તમારા વાળ કેમિરલને કારણે ખરાબ પણ નહીં થાય કારણ કે આજે અમે તમને એવી 7 રીત વિશે જણાવીશું જે તમારા વાળમાં લાગેલા હેયર કલરને નેચરલી દૂર કરશે.

આગળ વાંચો વાળમાં લગાવેલો કલર ન ગમતો હોય તો આ 7 રીતથી કરો નેચરલી દૂર.

7 excellent tips to remove hair color naturally

ઓલિવ ઓઈલ

 

જો તમે હેયરમાં કલર કર્યું હોય અને તે ન ગમી રહ્યો હોય તો તેને દૂર કરવા માટે ઓલિવ ઓઈલનો આ ઉપાય કરી શકો છો. તેના માટે વાળમાં ઓલિવ ઓઈલથી મસાજ કરો અને પછી શાવર કેપ પહેરી લો. પછી 1 કલાક બાદ માત્ર પાણીથી માથું ધોઈ લો. આનાથી વાળમાં લાગેલો કસર આછો થશે અને વાળ મજબૂત પણ બનશે. 

 

બેકિંગ સોડા

 

બેકિંગ સોડા એક પ્રાકૃતિક બ્લીચિંગ એજન્ટ છે. જેનો પ્રયોગ વાળમાં લાગેલા અણગમતા કલરને ધીરે-ધીરે દૂર કરે છે. તેના માટે તમારે હર્બલ શેમ્પૂમાં બેકિંગ સોડા મિક્ષ કરવું અને તેને તમારા વાળમાં લગાવી થોડી વાર રાખવું અને પછી વાળ ધોઈ લેવા. 

7 excellent tips to remove hair color naturally

લીંબુનો રસ

 

લીંબુમાં સિટ્રસ એસિડ હોય છે. જો તમે તમારા વાળનો કલર દૂર કરવા માગો છો તો તેના માટે લીંબુનો રસ કાઢી લેવો. પછી ભીના વાળમાં લીંબુનો રસ લગાવવો. આ પ્રયોગ થોડા દિવસ રોજ કરવો. પછી એક-બે કલાક બાદ શેમ્પૂથી વાળ ધોઈ લેવા. આવું કરવાથી તમારા વાળનો કલર લાઈટ થઈ જશે.

 

બદામનું તેલ

 

બદામનું તેલ વાળ અને સ્કિન બન્ને માટે ગુણકારી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા વાળમાં લાગેલા અણગમતા કલરને પણ બદામનું તેલ દૂર કરી શકે છે. તેના માટે બદામનું તેલ લેવું અને તેને થોડું ગરમ કરી લેવું. પછી તેનાથી વાળમાં મસાજ કરવું. ત્યારબાદ માથું ધોઈ લેવું. આ ઉપાયથી વાળનો કલર લાઈટ થઈ જશે. 

7 excellent tips to remove hair color naturally

નારિયેળ તેલ

 

નારિયેલ તેલનો પ્રયોગ વાળ માટે અનેક રીતે લાભકારી છે. તે વાળમાં લાગેલા કલરને હટાવીને વાળને કંડિશનિંગ કરે છે. તેના માટે તમારા કલરવાળા વાળમાં નારિયેળ તેલથી મસાજ કરો. તમે નવશેકું કરીને પણ તેલનો પ્રયોગ કરી શકો છો અને તેમાં લીંબુનો રસ પણ નાખી શકો છો. 

 

સ્વીમિંગ કરવું

 

જો તમે નેચરલી તમારા વાળમાં લાગેલા કલરને દૂર કરવા માગો છો તો તેના માટે તમે સ્વીમિંગ કરી શકો છો. તેનાથી વાળનો કલર લાઈટ થવા લાગશે. વધુ સારી અસર મેળવવા માટે તમે દરિયામાં પણ સ્વીમિંગ કરો છો.
 
તડકામાં જવું

 

જો વાળને વધુ સમય સુધી તડકામાં રાખવામાં આવે અને પછી ઉપર જણાવેલા પ્રયોગ કરવામાં આવે તો ઝડપથી વાળમાં લાગેલો રંગ લાઈટ થઈ શકે છે. તડકાની અસરથી વાળનો કલર દૂર કરી શકાય છે. 

 

ઉપર જણાવેલા ઉપાયો વાળમાં લાગેલો કલર નીકળે નહીં ત્યાં સુધી નિયમિત કરવા.

X
7 excellent tips to remove hair color naturally
7 excellent tips to remove hair color naturally
7 excellent tips to remove hair color naturally
7 excellent tips to remove hair color naturally
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App