Divya Bhaskar

Home » Lifestyle » Health » 7 excellent benefits of green garlic

આ 7 રોગોમાં ફાયદો કરે છે લીલું લસણ, રોજ ખાશો તો શરીરની 7 તકલીફો થશે દૂર

Divyabhaskar.com | Updated - Feb 06, 2018, 12:51 PM

લીલું લસણ રોજ ખાશો જ્યારે જાણશો તેના આ 7 જબરદસ્ત ફાયદાઓ

  • 7 excellent benefits of green garlic
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ લસણ સ્વાસ્થ્ય ખૂબ જ ગુણકારી અને ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે રોગોથી બચવા માગતા હો તો રોજ 2-3 કળી લસણ દાળ-શાક, સૂપ અથવા સલાડમાં લેવું જોઈએ. આ તો થઈ સૂકા લસણની વાત. પણ શું તમે જાણો છો કે લીલું લસણ પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બેહદ લાભકારી છે. લીલાં લસણને શિયાળાની બેસ્ટ ઔષધી પણ માનવામાં આવે છે.લીલાં લસણમાં કેટલાક ખાસ વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન્સ રહેલાં હોય છે. જેનાથી શરીરની અનેક પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા વધી જાય છે. જેથી આજે અમે તમને લીલું લસણ ખાવાથી થતાં ફાયદાઓ વિશે જણાવીશું.

    આગળ વાંચો અત્યંત ગુણકારી એવા લીલાં લસણના અદભૂત ફાયદાઓ વિશે.

  • 7 excellent benefits of green garlic
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    લીલાં લસણમાં મેગ્નીઝ હોય છે. જે બોડીમાં રહેલાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે અને બોડીમાં સારાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે. જેથી લીલું લસણ હાર્ટને હેલ્ધી રાખે છે અને હાર્ટના રોગો સામે પણ રક્ષણ કરે છે. 

  • 7 excellent benefits of green garlic
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    લીલા લસણમાં રહેલું વિટામિન B6 અને મેગનીઝ નર્વ સિસ્ટમને હેલ્ધી રાખે છે. જેનાથી સાઇકોલોજિકલ ડિસઓર્ડર જેમ કે ડિપ્રેશન, એન્ગ્ઝાયટી જેવી પ્રોબ્લેમ સામે પણ રક્ષણ મળે છે. 

  • 7 excellent benefits of green garlic
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    લીલા લસણમાં આયોડીન હોય છે. જેથી તે થાઈરોઈડ ગ્લેન્ડને હેલ્ધી રાખે છે અને ખાસ કરીને હાઇપોથાઇરોઈડમાં ફાયદો કરે છે. થાઈરોઈડના રોગમાં લીલું લસણ રોજ ખાવાથી સારો ફાયદો થાય છે. 

  • 7 excellent benefits of green garlic
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    લીલાં લસણમાં ઘણાં એવા તત્વો હોય છે જે મોટા રોગો સામે રક્ષણ કરે છે. તેમાં એન્ટીકેન્સર એલિમેન્ટ્સ હોવાથી તે કેન્સર જેવા જીવલેણ રોગથી પણ બચાવે છે અને કેન્સર સેલ્સને વધતાં રોકે છે. 

  • 7 excellent benefits of green garlic
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    લીલાં લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે. જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. ઠંડીમાં શરદી, કફ, ખાંસી, અસ્થમા, બ્રોન્કાઇટિસ જેવી શ્વસનતંત્રની તકલીફોને દૂર કરવામાં મદદ કરે છે. ઈમ્યૂનિટી વધારે છે. 

     

  • 7 excellent benefits of green garlic
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    લીલાં લસણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલાં હોય છે. જેથી બોડીમાં કોઈ ઈન્ફેક્શન થાય તો લીલું લસણ દવાનું કામ કરે છે. સૂકા લસણ કરતાં લીલા લસણમાં વધુ પ્રમાણમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીબાયોટિક ગુણ રહેલાં હોય છે. જે પેટમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન સહિત બોડીમાં કોઈપણ કારણસર થતાં ઈન્ફેક્શન સામે રક્ષણ કરે છે. 

  • 7 excellent benefits of green garlic

    લીલું લસણ આયર્નનો પણ સારો સ્ત્રોત છે. જેથી તેને ખાવાથી બોડીમાં હીમોગ્લોબિન વધે છે. સાથે તેનાથી બોડી ડિટોક્સ પણ થાય છે. આ કારણથી શરીરને રોગો સામે રક્ષણ મળે છે. 

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending