ઓફિસમાં કામ કરતાં લોકો કરે છે 7 ખરાબ ભૂલો, જેનાથી થાય છે ભયંકર નુકસાન

ઓફિસમાં કામ કરતાં લોકોએ ન કરવી જોઈએ આવી 7 ભૂલો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 01:00 PM
ઓફિસમાં કામ કરતાં લોકોએ હેલ્ધી રહેવાં કેટલીક બાબતોમાં ધ્યાન આપવું જરૂરી છે.
ઓફિસમાં કામ કરતાં લોકોએ હેલ્ધી રહેવાં કેટલીક બાબતોમાં ધ્યાન આપવું જરૂરી છે.

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઓફિસમાં કામ કરતાં લોકોની કેટલીક અનિયમિત આદતોથી હેલ્થની સાથે-સાથે કામ પર પણ ખરાબ અસર પડે છે અને ધીરે-ધીરે શરીરમાં રોગો પ્રવેશતા જાય છે. જેથી આવા લોકોએ આ બાબતોમાં ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જેથી તમારું શરીર સચવાય અને રોગોથી બચી શકો. જેથી આજે અમે તમને ઓફિસ લાઈફથી જોડાયેલી એવી ભૂલો વિશે જણાવીશું જે કરવાનું ટાળવું જોઈએ. જેથી હેલ્થ પ્રોબ્લેમ્સથી બચી શકાય.


આગળ વાંચો ઓફિસમાં કામ કરતાં લોકો કઈ નુકસાનકારક ભૂલો કરે છે.

ઓફિસમાં ખાવાપીવામાં ખાસ ધ્યાન આપવું જોઈએ.
ઓફિસમાં ખાવાપીવામાં ખાસ ધ્યાન આપવું જોઈએ.

લેટ લંચ


લંચમાં મોડું કરવાથી ગેસ, કબજિયાત, કોન્સન્ટ્રેશનની ઉણપ થઇ શકે. વજન પણ વધે, સમયસર જમવું.

 
ઓછું પાણી પીવું


કામમાં અટવાઇ જવાથી પાણી પીવાનું ભુલી જવાય છે. રોજ ઓછામાં ઓછું 10 ગ્લાસ પાણી પીવું જોઇએ.


ડેસ્ક પર જમવું

 
વર્ક ડેસ્ક પર બહુ બેક્ટેરિયા હોય છે. ત્યાં ખાવાથી અપચો- ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. કેન્ટીનમાં જ જાઓ.

 
સતત બેસી રહેવું


બેસી રહેવાથી હાઈ બીપી, સ્થૂળતા, ડાયબિટીસ, હાર્ટની સમસ્યા વધે છે. કામની વચ્ચે 5-5 મિનિટ બ્રેક લઇ ચાલવું જોઇએ.

ઓફિસમાં કામ કરતાં લોકોએ ઓવરઈટિંગથી બચવું જોઈએ.
ઓફિસમાં કામ કરતાં લોકોએ ઓવરઈટિંગથી બચવું જોઈએ.

વધુ કોફી પીવી

 
વધુ કોફી પીવાથી ઉંઘ ન આવવી, હાર્ટ બીટ વધવી, માથામાં દુખાવો, થાક, અપચા જેવા પ્રોબ્લેમ થઈ શકે.


અનહેલ્થી સ્નેક્સ


ઓફિસમાં અનહેલ્થી સ્નેક્સ જ દેખાય. જે હેલ્થ પ્રોબ્લેમ્સ સર્જે. ફ્રૂટ્સ, ભેળ, છાશ જેવા હેલ્ધી ઓપ્શન અપનાવો.


વધારે સ્ટ્રેસ લેવું


કામના વધુ ભારથી થાક, સ્ટ્રેસ, હાર્ટ ડિસીઝ, અપચો, ડિપ્રેશન થઇ શકે. ટાઇમ મેનેજમેન્ટ કરવું જોઇએ.

X
ઓફિસમાં કામ કરતાં લોકોએ હેલ્ધી રહેવાં કેટલીક બાબતોમાં ધ્યાન આપવું જરૂરી છે.ઓફિસમાં કામ કરતાં લોકોએ હેલ્ધી રહેવાં કેટલીક બાબતોમાં ધ્યાન આપવું જરૂરી છે.
ઓફિસમાં ખાવાપીવામાં ખાસ ધ્યાન આપવું જોઈએ.ઓફિસમાં ખાવાપીવામાં ખાસ ધ્યાન આપવું જોઈએ.
ઓફિસમાં કામ કરતાં લોકોએ ઓવરઈટિંગથી બચવું જોઈએ.ઓફિસમાં કામ કરતાં લોકોએ ઓવરઈટિંગથી બચવું જોઈએ.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App