રાતે આ રીતે નારિયેળ ખાશો તો સવારે પેટ એકદમ સાફ થઈ જશે, જાણો 7 ખાસ ફાયદા

નારિયેળનો 1 ટુકડો તમને કેવા ફાયદા આપી શકે છે, જાણશો તો ચોક્કસ ખાશો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 25, 2018, 01:24 PM
7 Amazing Health Benefits Of Coconut

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ નારિયેળનો ઉપયોગ સામાન્ય રીતે પૂજા-પાઠમાં થાય છે. પણ શું તમે જાણો છો કે નારિયેળનો 1 નાનો ટુકડો તમારા શરીર માટે કેટલો ફાયદેમંદ છે. જી હાં, આ બોડીમાં ઈમ્યૂનિટી વધારે છે અને તેનાથી મેમરી પણ શાર્પ થાય છે. તેના અન્ય પણ ઘણાં સારાં ફાયદાઓ છે. તેના ફાયદાઓ વિશે જણાવતાં ભોપાલના આયુર્વેદિક ડો. ગીતાંજલિ શર્મા કહે છે કે નારિયેળ વિટામિન, મિનરલ, કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે. ગરમીમાં તે ઠંડક આપે છે અને તેમાં પાણીની માત્રા પણ સારી હોય છે. જેથી તે બોડીને પ્રોપર હાઈડ્રેટ પણ રાખે છે. તેનાથી વાળ અને સ્કિનને પણ ગજબનો ફાયદો થાય છે. તો ચાલો આજે જાણી લો કે નારિયેળ તમને કેવા ફાયદા આપી શકે છે.


પેટને સાફ કરે છે


જો તમને કબજિયાતની પ્રોબ્લેમ રહેતી હોય તો નારિયેળનો એક મોટો ટુકડો રાતે સૂતા પહેલાં ખાઓ. સવારે તમારું પેટ સાફ થઈ જશે. તેમાં ફાયબર સારી માત્રામાં હોય છે. જેનાથી અપચામાં રાહત મળે છે.


નસકોરીમાં બેસ્ટ છે


જે લોકોને ઉનાળામાં નસકોરી ફૂટવાની પ્રોબ્લેમ થતી હોય અને નાકમાંથી લોહી નીકળતું હોય તેમના માટે આ એક બેસ્ટ દવાનું કામ કરે છે. તેના માટે સાકર સાથે નારિયેળ મિક્ષ કરીને ખાઓ.


ઊલટીમાં રાહત


જો તમને ઊલટી જેવું ફીલ થાય અને ઊલટી આવતી હોય તો નારિયેળનો નાનો ટુકડો મોંમાં રાખીને ધીરે-ધીરે ચાવીને ખાવાથી આ પ્રોબ્લેમ તરત જ આરામ મળે છે.


આગળ વાંચો અન્ય કઈ તકલીફોમાં નારિયેળનો ઉપયોગ લાભકારી છે.

7 Amazing Health Benefits Of Coconut

નારિયેળમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે. જે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. 


આ એક સારું એન્ટીબાયોટિકનું પણ કામ કરે છે. આ દરેક પ્રકારની એલર્જીને પણ આ દૂર કરે છે. 


નારિયેળ તેલ એક સારું સનસ્ક્રીનનું પણ કામ કરે છે. તડકામાં નીકળતાં પહેલાં તેને લગાવવાથી મોંઘા સનસ્ક્રીનની જરૂર પડતી નથી. 

 
પિંપલ્સને દૂર કરવા માટે કાકડીના રસમાં નારિયેળ પાણી મિક્ષ કરીને ચહેરા પર લગાવો. 
 

X
7 Amazing Health Benefits Of Coconut
7 Amazing Health Benefits Of Coconut
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App