પેટ બહાર નીકળેલું હોય તો, આ 6 ડ્રિંક્સ અવોઈડ કરજો, નહીં તો વધવા લાગશે પેટ

ફાંદને ખૂબ જ ઝડપથી વધારે છે આ 6 ડ્રિંક્સ, પીશો તો પેટ ફૂલીને દડા જેવું થઈ જશે

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Mar 22, 2018, 12:42 PM
6 Very Unhealthy Fatty Drinks You Should Avoid

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ જો પહેલાંથી જ તમારું પેટ બહાર નીકળેલું હોય અને તમારે પેટ ઓછું કરવું હોય તો એવા ફૂડ્સ અને ડ્રિંક્સ અવોઈડ કરવા જોઈએ જેનાથી ફેટ વધે છે. ફૂડ અને ન્યૂટ્રિશન એક્સપર્ટ ડો. અમિતા સિંહ એવા જ 5 ડ્રિંક્સ વિશે જણાવી રહ્યાં છે. જેનાથી ન માત્ર ફેટ વધે છે પમ કેટલીક હેલ્થ પ્રોબ્લેમ્સ પણ થઈ શકે છે.

અમિતા કહે છે કે આ ડ્રિંક્સમાં 300-400 કેલરી હોય છે. જેને બર્ન કરવા માટે 1 કલાક ફાસ્ટ વોક કરવી પડે. વિચારી જુઓ કે તમે આ ડ્રિંક્સ દર બીજા દિવસે પીવો તો તમારા ટમીનો હાલ કેવો થશે. એમાંય હવે ઉનાળો શરૂ થઈ ગયો છે. એવામાં બધાં જ ગરમી ભગાડવા માટે ઘણાં પ્રકારના ડ્રિંક્સ પીવે છે. જો એવા લોકો પેટ પર ચરબી વધારવા નથી માગતા તો પેટ બહાર નીકળે એવી ડ્રિંક્સ ન પીવી જોઈએ. તો આજે જાણી લો કઈ ડ્રિંક્સ ન પીવી.

આગળ વાંચો એવી ડ્રિંક્સ વિશે જે તમારું પેટ નીકાળવાનું કામ કરે છે.

6 Very Unhealthy Fatty Drinks You Should Avoid

કોલ્ડ કોફી વિથ આઈસક્રીમ

ગરમીમાં બધાંની ફેવરેટ કોલ્ડ કોફી બેલી ફેટ વધારવામાં સૌથી આગળ છે. જો તમે કોલ્ડ કોફી વિથ આઈસક્રીમ લો છો તો તેમાંથી લગભગ 300 કેલરી મળે છે. તો તમને બહુ કોલ્ડ કોફી ભાવતી હોય તો આઈસક્રીમ વિના પીવી જોઈએ. 

6 Very Unhealthy Fatty Drinks You Should Avoid

મિલ્ક શેક વિથ આઈસક્રીમ

આમાં 400થી વધુ કેલરી હોય છે. જેથી આને સંપૂર્ણ રીતે અવોઈડ કરવી જોઈએ. ચોકલેટ શેકમાં ફેટ વધુ હોય છે. તેની જગ્યાએ નોર્મલ શેક જેમ કે પૈપયાનું શેક, એપ્પલ શેક પી શકો છો. તેમાં ક્રીમ અને આઈસક્રીમ ન નાખવું.

6 Very Unhealthy Fatty Drinks You Should Avoid

બિયર

1 બિયરમાં 150 કેલરી હોય છે. જો તમે તેની સાથે અન્ય કોઈ વસ્તુ ખાઓ છો તો કેલરી વધી જાય છે. જેથી આને સંપૂર્ણ રીતે અવોઈડ જ કરવું જોઈએ.

6 Very Unhealthy Fatty Drinks You Should Avoid

ક્રીમી વેજિટેબલ સૂપ

આપણે સૂપને હેલ્ધી માનીને પીએ છીએ. પણ શું તમે જાણો છો કે ક્રીમી સૂપ આપણાં બેલી ફેટને ડબલ કરી દે છે. જેથી આને અવોઈડ કરવું જોઈએ. તેમાં 300-400 કેલરી હોય છે.

6 Very Unhealthy Fatty Drinks You Should Avoid

મોકટેલ

આમાં 300-400 કેલરી હોય છે કારણ કે આમાં શુગર વધુ પ્રમાણમાં યુઝ કરવામાં આવે છે. જે બેલી ફેટ ઝડપથી વધારે છે.

6 Very Unhealthy Fatty Drinks You Should Avoid

સોડા

તમને જણાવી દઈએ કે સોડા પીવાથી બેલી ફેટ વધે છે. એક સોડાની બોટલમાં 250 કેલરી હોય છે. તેની જગ્યાએ બ્લેક કોફી પી શકો છો. તેમાં 0 કેલરી હોય છે. સાથે દૂધવાળી કોફીમાં પણ 100થી ઓછી કેલરી હોય છે. 

X
6 Very Unhealthy Fatty Drinks You Should Avoid
6 Very Unhealthy Fatty Drinks You Should Avoid
6 Very Unhealthy Fatty Drinks You Should Avoid
6 Very Unhealthy Fatty Drinks You Should Avoid
6 Very Unhealthy Fatty Drinks You Should Avoid
6 Very Unhealthy Fatty Drinks You Should Avoid
6 Very Unhealthy Fatty Drinks You Should Avoid
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App