નાની ઉંમરમાં દાઢી-મૂંછના વાળ સફેદ થઈ રહ્યાં હોય તો આ 6 ઉપાયો અપનાવો

ડાયટમાં હેલ્ધી ન્યૂટ્રિઅન્ટ્સવાળા ફૂડ્સ ન ખાવાથી દાઢી-મૂંછના વાળ સફેદ થવા લાગે છે

Divyabhaskar.com | Updated - Jun 14, 2018, 12:32 PM
6 Remedies to prevent white hair in moustache And Beard

હેલ્થ ડેસ્ક: જે છોકરાઓ અથવા પુરૂષોને દાઢી-મૂંછના વાળ સફેદ થઈ રહ્યાં હોય તો તેમણે અહીં જણાવેલા ઘરેલૂ ઉપાય કરવા જોઈએ. ખાનપાનની ખોટી આદતો, કોઈ બીમારી, ખરાબ લાઈફસ્ટાઈલ અને આનુવંશિક કારણોસર નાની ઉંમરમાં દાઢી-મૂંછના વાળ સફેદ થવા લાગે છે. જાણો ઉપાય.


આમળા


1 ચમચી આમળા પાઉડર લઈ તેમાં 1 ચમચી કોકોનટ ઓઈલ મિક્સ કરી સહેજ ગરમ કરી લો. પછી તેને ઠંડુ કરીને દાઢી અને મૂંછ પણ આ મિશ્રણથી મસાજ કરો. 15 મિનિટ રાખી પાણીથી ધોઈ લો.


મીઠો લીમડો


1 કપ પાણી લઈ તેમાં 2-3 ડાળખી મીઠા લીમડાના પાન એડ કરો. પછી આ મિક્ચર અડધું રહે ત્યાં સુધી ઉકાળો. ઠંડુ થયા બાદ પીઓ. રોજ આ રીતે લીમડાનું પાણી સવારે અથવા સાંજે પીવો. સફેદ વાળ કાળા થવા લાગશે.


કોકોનટ ઓઈલ


મીઠા લીમડાના 8-10 પાન વાટી લો. પછી તેમાં 1 ચમચી કોકોનટ ઓઈલ મિક્સ કરીને 2-3 મિનિટ ધીમી આંચ પર ગરમ કરો. ઠંડુ થયા બાદ આ મિશ્રણથી દાઢી અને મૂંછના વાળ પર મસાજ કરો.


મીઠો લીમડો અને આમળા પાઉડર


8-10 મીઠા લીમડાના પાન લઈને તેને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો. અડધું રહે એટલે તેમાં 1 ચમચી આમળાનો પાઉડર મિક્સ કરો અને ફરી 1 મિનિટ માટે ઉકાળો. પછી ઠંડુ થાય એટલે પી લો.


ગાયના દૂધનું માખણ


ગાયના દૂધનું માખણ બહુ જ અસરકારક છે. તેના માટે થોડું માખણ લઈને દાઢી-મૂંછ પર મસાજ કરો અને 15 મિનિટ પછી ધોઈ લો. બેસ્ટ રિઝલ્ટ માટે રોજ આ ઉપાય કરો.


એલોવેરા જેલ અથવા જ્યૂસ


એલોવેરા જેલ અથવા જ્યૂસમાં ગાયના દૂધનું માખણ મિક્સ કરીને લગાવવાથી પણ બહુ જ જલ્દી ફાયદો થાય છે. 1 ચમચી ગાયના દૂધનું માખણ લઈ તેમાં 1 ચમચી એલોવેરા જેલ અથવા જ્યૂસ મિક્સ કરો. તેનાથી દાઢી-મૂંછ પર મસાજ કરો અને 20 મિનિટ પછી ધોઈ લો.

આ પણ વાંચોઃ- સફેદ કોઢ, સફેદ ડાઘ સહિત ચામડીના રોગોને દૂર કરશે આ લેપ, ઘરે જ બનાવો

X
6 Remedies to prevent white hair in moustache And Beard
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App