આ 6 મોટા ફાયદા જોઈએ તો નિયમિત રીતે રક્તદાન કરો, પછી જુઓ શરીર પર અસર

રક્તદાન કરવાથી નુકસાન નહીં પણ મળે છે ગજબના ફાયદા, તમે પણ જાણી લો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jun 11, 2018, 12:00 PM
6 Impressive Benefits of Blood Donation

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ 14 જૂનનો દિવસ સમગ્ર વિશ્વમાં બ્લડ ડોનર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેથી આ ખાસ દિવસ નિમિત્તે આજે અમે તમને બ્લડ ડોનેટ કરવાના ફાયદાઓ વિશે જણાવીશું.


જ્યારે વ્યક્તિ રકતદાન કરે છે ત્યારે એ લોહી કોઈ વ્યક્તિની જિંદગી બચાવવા માટે વપરાતું હોય છે. આથી જ રકતદાનને મહાદાન કહેવામાં આવ્યું છે. રકતદાન એ રક્ત મેળવનાર વ્યક્તિ માટે જ નહીં, પરંતુ રક્તદાન કરનાર વ્યક્તિ માટે પણ ખૂબ ફાયદાકારક છે. રક્તદાન કોઈપણ કરી શકે છે. આ એક સુરક્ષિત પ્રક્રિયા છે જે એકદમ સરળ છે. રક્તદાન કરવાથી શરીરમાં રક્તની કમી આવે છે આ માન્યતા તદ્દન ખોટી છે.


ટોક્સિન્સ દૂર થાય છે


રક્તનું દાન કરવાથી શરીરમાં બ્લડ સક્યુલેશન (રક્ત પરિભ્રમણ) સુધરે છે. લોહીમાંનાં ઝેરી કેમિકલ્સનું પ્રમાણ પણ ઘટે છે.


આગળ વાંચો રક્તદાન કરવાના અન્ય જબરદસ્ત ફાયદાઓ.

6 Impressive Benefits of Blood Donation

હાર્ટ હેલ્ધી રહે છે


રક્તદાન હાર્ટ માટે બહુ જ લાભકારક માનવામાં આવે છે. નિયમિત અંતરાલે રક્તદાન કરવાથી શરીરમાં આયરનની માત્રા સંતુલિત રહે છે અને રક્તદાતા હૃદયરોગના ખતરાથી દૂર રહે છે. નિયમિત રક્તદાન કરવાથી શરીરમાં લોહી પાતળું થાય છે જેના કારણે હાર્ટ એકદમ સ્વસ્થ રહે છે.

 
નવી રક્ત કોશિકાઓ બને છે
 

શરીરને સ્વસ્થ રાખવા માટે નવી રક્ત કોશિકાઓ બહુ મહત્વનો ભાગ ભજવે છે. નિયમિત રીતે રક્તદાન કરવાથી શરીરમાં જે નવું લોહી બને છે તે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે, જેના કારણે શરીરમાં નવી રક્ત કોશિકાઓ બને છે.
 

6 Impressive Benefits of Blood Donation

કેલરી બળે છે
 

એક યુનિટ રક્તદાન કરવાથી આપણાં શરીરથી 650 કેલરી બળે છે. આ આપણા આદર્શ વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તો જાણી લો કે જો તમે નિયમિત રીતે રક્તદાન કરો છો તો તમારી કેલરી બળે છે જે તમારા વજનને કંટ્રોલમાં રાખે છે.
 

કેન્સરના ખતરાને ઘટાડે છે
 

જો તમારે કેન્સર જેવા ઘાતકી રોગથી બચવું હોય તો રક્તદાન કરો. નિયમિત રક્તદાન કરવાથી કેન્સર અને અન્ય બીમારીઓ થવાનો ખતરો ઘટી જાય છે. કારણ કે રક્તદાન એ શરીરમાં રહેલાં વિષેલા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢે છે.

6 Impressive Benefits of Blood Donation

મફત ચિકિત્સા તપાસ
 

શરીરની નિયમિત તપાસ કરાવવાથી બીમારીઓનું નિદાન થઈ જાય છે અને આ સુવિધા તમને રક્તદાન દરમિયાન મફતમાં મળે છે તો આનો ફાયદો કેમ ન ઉઠાવવો. રક્તદાતાનું વજન, બ્લડપ્રેશર, હીમોગ્લોબીન અને બ્લડગ્રુપની તપાસ કરવામાં આવે છે અને રક્તદાન બાદ એચઆઈવી અને મલેરિયા, એચબીએસએજી, એચસીવી, વીડીઆરએલ અને એન્ટીબોડીની સ્ક્રીનિંગ જેવી તપાસ થાય છે.
 

શું તમે રક્તદાન યોગ્ય છો? 


- એનિમિયાગ્રસ્ત મહિલાઓ કે પછી બાળકોને સ્તનપાન કરાવતી મહિલાઓ રક્તદાન નથી કરી શકતી.


- જો તમે રક્તદાન કરવા જતાના 48 કલાક પહેલા આલ્કોહોલનું સેવન કર્યું છે તો તમે રક્તદાન નથી કરી શકતા. 


- રક્તદાન કરનારી વ્યક્તિના હીમોગ્લોબિનનું સ્તર 12 ટકા કરતા વધુ હોવું જોઇએ.

X
6 Impressive Benefits of Blood Donation
6 Impressive Benefits of Blood Donation
6 Impressive Benefits of Blood Donation
6 Impressive Benefits of Blood Donation
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App