દરરોજ 1 કપ ગોળની ચા પીશો તો, એકસાથે આ 6 જબરદસ્ત ફાયદાઓ મળશે

રોજ ગોળની ચા પીવાથી સ્વાસ્થ્યને મળે છે જોરદાર ફાયદા

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 18, 2018, 12:00 PM
ગોળની ચા સ્વાસ્થ્ય માટે બહુ જ લાભકારી માનવામાં આવે છે.
ગોળની ચા સ્વાસ્થ્ય માટે બહુ જ લાભકારી માનવામાં આવે છે.

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ગોળની ચા સાધારણ ચા જેવી જ છે. પણ તેમાં ખાંડની જગ્યાએ ગોળ નાખવામાં આવે છે. આ ચા ટેસ્ટી હોવાથી સાથે સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે. આ સ્વાસ્થ્યવર્ધક ચા પીવાથી રોગોમાંથી છુટકારો મળે છે.


કઈ રીતે બનાવવી ગોળની હેલ્ધી ચા?


ગોળની ચા બનાવવા માટે સૌથી પહેલાં 1 કે ડોઢ કપ પાણી ઉકાળો પછી તેમાં આદુ અને એલચી પાઉડર મિક્ષ કરો. પછી સહેજ નાનો ટુકડો ગોળ નાખી ગોળ ઓગળી જાય એટલે તેમાં પા ચમચી ચા પત્તી ઉમેરો. પછી આ મિશ્રણને થોડું ઉકાળી દૂધ ઉમેરો. દૂધ સાથે થોડું પકાવી ગરમ-ગરમ પીઓ. દૂધ ઓપ્શનલ છે. તેના વિના પણ બનાવી શકો છો.


આગળ વાંચો ગોળની ચા પીવાના અદભુત ફાયદાઓ.

ગોળની ચા લોહી વિકારની સમસ્યા દૂર કરે છે.
ગોળની ચા લોહી વિકારની સમસ્યા દૂર કરે છે.

લોહી વધારે છે


લોહી વિકારની સમસ્યા જે લોકો હોય તેમના માટે ગોળની ચા ખૂબ જ લાભકારી રહે છે. આને પીવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. બ્લડ પ્યૂરીફાઈ થાય છે અને મેટોબોલિઝ્મ પણ ઠીક રહે છે. ગોળ તરત જ લોહીમાં ભળતું નથી જેથી તે ખાંડની સરખામણીમાં વધુ સ્વાસ્થ્યવર્ધક હોય છે. 


શરીરના હોનિકારક તત્વો બહાર કાઢે છે


ગોળનું સેવન શરીરમાં રહેલો કચરો અને હાનિકારક તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે. શિયાળામાં શરીરનો તાપમાન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ગોળની ચાને ડાયટમાં સામેલ કરવાથી ગળા અને ફેફસાના સંક્રમણના ઈલાજમાં લાભકારી રહે છે. 

ગોળની તાસીર ગરમ હોય છે જેથી તે કફની પ્રોબ્લેમ દૂર કરે છે.
ગોળની તાસીર ગરમ હોય છે જેથી તે કફની પ્રોબ્લેમ દૂર કરે છે.

કફ અને ઉધરસમાં ફાયદાકારી


ગોળની તાસીર ગરમ હોય છે જેથી તેનું સેવન કરવાથી કફ અને શરદીમાં આરામ મળે છે. શરદી અને કફમાં જો તમે સાદો ગોળ નથી ખાઈ શકતા અથવા તો તમારી ડાયટમાં ગોળને સામેલ નથી કરી શકતા તો ગોળની ચાનું સેવન તમારા માટે અત્યંત લાભકારી સિદ્ધ થશે. 


માસિકના દુખાવામાં રાહત


ગોળની ચા પીવાથી સ્ત્રીઓને થતી માસિક સંબંધી સમસ્યાઓમાં પણ આરામ મળે છે. પેટના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે.

બહુ વધારે થાક અને નબળાઈ રહેતી હોય તો ગોળની ચા પીવાથી તરત જ એનર્જી  મળે છે
બહુ વધારે થાક અને નબળાઈ રહેતી હોય તો ગોળની ચા પીવાથી તરત જ એનર્જી મળે છે

થાક અને નબળાઈ દૂર કરે છે


બહુ વધારે થાક અને નબળાઈ રહેતી હોય તો ગોળની ચા પીવાથી તરત જ એનર્જી લેવલ વધારી શકાય છે. ગોળ સરળતાથી પચી જાય છે અને તેનાથી શુગરનું લેવલ પણ વધતું નથી. આખો દિવસ કામ કર્યા બાદ સાંજે થાક અનુભવાતો હોય તો ગોળની ચા પીવાથી લાભ થશે. 


પાચન સુધારે છે


ગોળમાં સારાં પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. જેમ કે આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ વગેરે. ગોળની ચા પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. પાચન સુધરે છે.

X
ગોળની ચા સ્વાસ્થ્ય માટે બહુ જ લાભકારી માનવામાં આવે છે.ગોળની ચા સ્વાસ્થ્ય માટે બહુ જ લાભકારી માનવામાં આવે છે.
ગોળની ચા લોહી વિકારની સમસ્યા દૂર કરે છે.ગોળની ચા લોહી વિકારની સમસ્યા દૂર કરે છે.
ગોળની તાસીર ગરમ હોય છે જેથી તે કફની પ્રોબ્લેમ દૂર કરે છે.ગોળની તાસીર ગરમ હોય છે જેથી તે કફની પ્રોબ્લેમ દૂર કરે છે.
બહુ વધારે થાક અને નબળાઈ રહેતી હોય તો ગોળની ચા પીવાથી તરત જ એનર્જી  મળે છેબહુ વધારે થાક અને નબળાઈ રહેતી હોય તો ગોળની ચા પીવાથી તરત જ એનર્જી મળે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App