Home » Lifestyle » Health » 6 common Types of mental health problems

આ 6 પ્રકારની માનસિક બીમારીઓ વધુ પ્રમાણમાં થાય છે, બચવા કરજો આ ઉપાય

Divyabhaskar.com | Updated - May 23, 2018, 03:45 PM

આ 6 પ્રકારની માનસિક બીમારીઓનું પ્રમાણ વધારે, જાણો બચવા શું ધ્યાન રાખવું

 • 6 common Types of mental health problems
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ એક સંશોધન પ્રમાણે 44 ટકા લોકો જીવનમાં એક વખત તો ડિપ્રેશનનો શિકાર બને છે. મોટાભાગના લોકો શારીરિક સ્વાસ્થ્ય પાછળ હવે રૂપિયા ખર્ચતા થઇ ગયા છીએ. પણ માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે હજુ બેદરકાર છે. તેથી માનવી માનસિક વિકારથી ગ્રસ્ત થઇ રહ્યો છે. આપઘાત હવે મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા બની ગઇ છે. માનસિક બીમારીઓના ઘણા દર્દીઓ આપઘાત કરે છે. જો તમારે આ રસ્તે જવું ન હોય અને માનસિક તંદુરસ્તી બગાડવી ન હોય તો તમારામાં રહેલી માનિસક વિકૃતિઓને પારખો અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરો.

  આમ તો માનિસક બીમારીઓનું લિસ્ટ બહું લાંબુ છે પણ લોકોમાં જોવા મળતી મુખ્ય બીમારીઓની વાત કરીએ તો ડિપ્રેશન ડિસઓર્ડર, ઊંઘની બીમારી, ડિમેન્શિયા, મેનિયા, એન્ઝાયટી ડિસઓર્ડર્સ, સ્ક્રિઝોફ્રેનિયા અને એક્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર જેવા રોગો વધારે જોવા મળે છે. આ તમામ બીમારીઓમાં ડિપ્રેશનનું પ્રમાણ સૌથી વધારે છે. દર પાંચ વ્યક્તિમાંથી બે વ્યક્તિ ડિપ્રેશનગ્રસ્ત જોવા મળે છે.


  આગળ વાંચો આજના સમયમાં લોકોમાં જોવા મળતી મુખ્ય માનસિક બીમારીઓ, લક્ષણ, કારણો અને બચવાના ઉપાય.

 • 6 common Types of mental health problems
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  માનિસક બીમારીઓ


  ડિપ્રેશન:


  ડિપ્રેશનમાં દરેક ઉંમરની વ્યક્તિનો સમાવેશ થાય છે. આ ડિસઓર્ડરમાં દર્દીમાં હતાશા, ચીડિયાપણું, આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે. દર્દીને કારણ વગર રડવું આવે છે અને આત્મહત્યાના વિચાર આવે છે. મન ઉદાસ રહે અને ઊંઘ ન આવે જેવી સ્થિતિ પણ સર્જાય છે. જો સતત બે અઠવાડિયા સુધી આવું જોવા મળે તો સાઇકોથેરપી અને કાઉન્સેલિંગની સાથે એન્ટિ ડિપ્રેશનની દવાઓ આપવામાં આવે છે. 


  ઊંઘની બીમારી: 


  રાત્રે મોડા સુધી ઊંઘ ન આવે નહીં અથવા અડધી રાત્રે ઊંઘ ઊડી જાય, પછી ઊંઘ જ ન આવે. આ બીમારીમાં ઊંઘ આપવા માટેની દવા અને જરૂર જણાય તો ડિપ્રેશનની સારવાર કરવામાં આવે છે. 


  ડિમેન્શિયા: 

   

  આ પ્રકારના માનસિક રોગમાં કઇ વસ્તુ ક્યાં મૂકી છે દર્દીને યાદ રહેતું નથી. આસપાસના લોકોના નામ ભૂલી જાય છે. 

 • 6 common Types of mental health problems
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  એન્ઝાયટી ડિસઓર્ડર: 
   
   
  આ ડિસઓર્ડરમાં દર્દીને ચક્કર આવે, ધબકારા વધી જાય,  હાથપગમાં ખાલી ચડે, વધુ પડતી તરસ લાગે, ગભરામણ થાય વગેરે જેવાં લક્ષણો જોવા મળે છે. આમાં એન્ટિ એન્ઝાયટી દવા આપવામાં આવે છે. 
   
   
  સ્ક્રિઝોફ્રેનિયા: 
   
   
  આમાં દર્દીનો સ્વભાવ શંકાશીલ થઇ જાય છે. મને કોઇ મારી નાંખશે એવી જાતજાતની શંકા થાય છે. દર્દી તાકી તાકીને જોવે છે, એકલા એકલા બબડે કે હસે છે. તેને કોઇ વસ્તુનો ડર લાગે છે. સારવારમાં થેરપી અને દવા આપવામાં આવે છે. 
   
   
  એક્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર 
   
   
  આ ડિસઓર્ડરમાં દર્દી એકને એક ક્રિયા વારંવાર કર્યા કરે છે. જેમ કે, દરવાજાની સ્ટોપર બંધ છે કે નહીં તે જોવા વારેવારે જવું, વારંવાર હાથ ધોવા વગેરે. આમાં દર્દીને દવા અને થેરપી આપવામાં આવે છે. હતાશાનો ભોગ બનાય માટે જીવન પદ્ધતિમાં થોડા પરિવર્તન લાવવા જોઇએ. 
 • 6 common Types of mental health problems
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  જોવા મળતાં લક્ષણો

   

  નકારાત્મક વિચારો આવવા
  આત્મઘાતી વિચારો આવવા
  ઊંઘ આવવી
  વારંવાર જાગી જવું
  બેચેની લાગવી
  એકલતા સાલવી

   

  થવાનાં કારણો

   

  આનુવંશિક: જો માતા કે પિતા બંન્નેમાંથી કોઇ એકને બીમારી હોય તો થવાની શક્યતા વધુ.


  બાયોલોજિકલ: મગજનાં રસાયણોની વધઘટ.


  વ્યસન: દારૂ, તમાકું, અફીણ.


  સંજોગો: મિત્રનો અભાવ, ચિંતા, એકલતા, શારીરિક અશક્તિ, આર્થિક તકલીફ.

   

 • 6 common Types of mental health problems

  તાણમાંથી મુક્તિ મેળવવા આટલું કરો


  પૌષ્ટિક આહાર લો અને વ્યસનથી દૂર રહો


  પૂરતી ઊંઘ લો અને એકસાથે અનેક કાર્યો કરો


  આયોજનપૂર્વક કામ કરો


  સતત કામ કરવાને બદલે સમયાંતરે ટૂંકું વેકેશન લો


  સમયની સાથે પોતાની જાતમાં પરિવર્તન લાવો


  પરિવાર સાથે રોજ થોડો સમય પસાર કરો


  માનસિક વિકારોથી બચવા શું કરી શકાય?


  દીર્ધદૃષ્ટિ વાપરી કામનું સુદૃઢ આયોજન કરી શકાય.


  બાળકોનું તેની ઉંમર પ્રમાણે શારીરિક તથા માનસિક ઘડતર થાય તેવું પ્રોત્સાહન પુરું પાડવું.

   

  માનસિક બીમારીઓ અંગેના વહેમો દૂર કરવા.


  પરિવારની કોઇ વ્યક્તિ પીડાતી હોય તેને મદદ કરવી.

   

  વિકલાંગનો તિરસ્કાર ન કરવો.

   

  માનસિક વિકલાંગને તેમની કાર્યશક્તિ મુજબની તક પૂરી પાડી સમાજ ઉપયોગી કાર્ય કરી શકાય.

   

  માનસિક આરોગ્ય ક્ષેત્રે સંશોધન માટે વધુ નાણા ફાળવવા.

   

  એક સરખી માનસિક બીમારીનાં લોકોને ભેગા કરી તેનું સહાયક ગ્રૂપ બનાવી શકાય.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ