ઓછા વજનથી પરેશાન છો? ખોરાકમાં સામેલ કરો 6 વસ્તુઓ, નહીં રહો પાતળાં

ઘરમાં જ પ્રોટીન સ્મૂદી બનાવી શકો છો. બે કપ દૂધ નાખીને બનાવો

divyabhaskar.com | Updated - Aug 31, 2018, 06:38 PM
some energy-dense foods that are perfect for gaining weight

હેલ્થ ડેસ્કઃ જે પ્રકારે લોકો વજન ઉતારવા માટે તકલીફમાં રહે છે, તે જ પ્રકારે કેટલાંક લોકો વજન વધારવા માટે તકલીફમાં રહેતાં હોય છે. જો આ ખોરાકને લેવામાં આવશે તો તેનાથી ઝડપથી વજન વધશે.

પ્રોટીન સ્મૂદી

- ઘરમાં જ પ્રોટીન સ્મૂદી બનાવી શકો છો. આમાં ઇચ્છા હોય તો બે કપ દૂધ નાખીને બનાવો અથવા બદામ દૂધની સાથે બનાવી શકાય છે. ઉદાહરણના ભાગરૂપે આને લઇ શકાય છે-

- એક કેળું, એક ચોકલેટ તે પ્રોટીન અને એક ચમચી નટ બટરનો ઉપયોગ કરો કેટલીક માત્રામાં ખાંડ નાખો.

- સ્મૂદી લેવાનો ઉદેશ્ય એવો છે કે 400 થી 600 કેલરી શરીરને મળી જશે, જેમાં મોટા પ્રમાણમાં પ્રોટીન, વિટામીન અને મિનરલ હશે.

દૂધ

- દૂધ માત્ર વજન જ નહીં વધારે, પરંતું માંશપેશિયોને બનાવશે અને હાડકાને મજબૂત કરશે. આમાં પ્રોટીન, કાર્બ્સ અને ફેટ્સનું સારું સંતલુન છે. વધારે મસલ્સ બનાવવા માટે દૂધ પ્રોટીનનો સારો સ્ત્રોત છે.

- દૂધના ખોરાકમાં લેવાથી અને નિયમિત વેઇટ લિફ્ટિંગ કરવાથી લાભ થશે. આમાં પ્રોટીન અને કેસિન પ્રોટીન બન્ને હોવાથી વજન વધે છે.

- દૂધના પદાર્થમાં જો ખાંડ નાખવામાં ખાવામાં આવે તો તે ચરબીમાં વધારો કરે છે.

ભાત

- ભાતને રાત્રે ખોરાકમાં લો છો તો ચોક્કસ તમારું વજન વધશે. એક કપ ભાત 190 કેલરી આપે છે, આમાં 43 ગ્રામ કાર્બ્સ પણ રહે છે. જેમનું પેટ જલ્દી ભરાઇ
જાય છે, તેમણે વજન વધારવા માટે ભાતનો ખોરાકમાં વધારે ઉપયોગ કરવો જોઇએ.

- ભાતમાં મોટા પ્રમાણમાં કાર્બ્સ હોય છે. જે સરળતાથી પચી જાય છે.

સૂકો મેવો

- સૂકા મેવાને પણ વજન વધારવા માટે અસરકારક માનવામાં આવે છે. મુઠ્ઠી ભરેલી બદામમાં સાત ગ્રામ પ્રોટીન હોય છે અને 18 ગ્રામ ફેટ. આ ઉપરાંત જો નટ બટર લો છો તો આમાં યોગ્ય પ્રમાણમાં કેલરી તમને મળે છે.

બટાકા અને અન્ય સ્ટાર્ચ

- બટાકા તેમજ અન્ય સ્ટાર્ચ વાળો ખોરાક સસ્તો હોય છે. અને પર્યાપ્ત કેલરી પણ આમાં મળે છે. આ કાર્બ્સમાં એ પણ છે - કિનોઆ, ઓટ્સ, મકાઈ, કુટ્ટૂ, રતાળું, કોળું અને કઠોળ.

હોલગ્રેન બ્રેડ

- હોલગ્રેન બ્રેડ પણ કાર્બન સારો સ્ત્રોત છે. જો તેને પ્રોટીનના સારા સ્ત્રોતોથી મેળવીને લેવામાં આવે તો તે ચોક્કસ વજન વધારશે.

X
some energy-dense foods that are perfect for gaining weight
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App