5 : 2 ડાયટ શું છે અને કેમ લોકપ્રિય થઇ રહ્યું છે?

આ ડાયટમાં કયો ખોરાક લેવો જોઈએ તેના પર નહીં પણ ક્યારે ખાવું તેની પર ભાર મૂકવામાં આવે છે

divyabhaskar.com | Updated - Sep 01, 2018, 03:28 PM
5:2 diet meal plans: What to eat for 500 calorie fast days

હેલ્થ ડેસ્કઃ આ ડાયટને ફાસ્ટ ડાયટ કહે છે. તેનો પ્રચાર માઇકલ મોસલે દ્વારા કરવામાં આવ્યો છે. તેમાં અઠવાડિયામાં પાંચ દિવસ સામાન્ય ખોરાક લેવાનો હોય છે જ્યારે બાકીના 2 દિવસમાં 500 થી 600 કેલરી ખોરાકમાં લેવાની હોય છે.

વધારે ભાર તેના પર નથી કે, કયો ખોરાક લેવો જોઈએ પણ ક્યારે ખાવું તેની પર મૂકવામાં આવે છે. આ લાઇફસ્ટાઇલનો પ્રશ્ન છે. બાકીના દિવસોમાં તમે તમારી સુવિધા પ્રમાણે લઇ શકો છો. જેમ કે તમે અઠવાડિયાની શરૂઆતના દિવસ પસંદ કર્યા છે તો નાના ટુકડાંમાં તમે 500 કેલરી સુધી ખાઇ શકો છો. જ્યારે બાકીના દિવસમાં સામાન્ય ખોરાક. સામાન્યનો મતલબ એ નથી કે તમે જંક ફૂડ પણ ખાશો. જો એવું કરો છો, તો વજન ઓછું કરી શકશો નહિ અને વજન વધી જશે.

સતત કેલરી ઓછી કરવાથી કેટલાંય પ્રકારની સમસ્યા ધીમે ધીમે પૂર્ણ થશે. તેનાથી ઇન્સ્યુલિનનુ સ્તર ઘટશે અને સંવેદનશીલતા વધશે. સામાન્ય ખોરાક ખાઇને ત્રણ દિવસ બહું ઓછું ખોરાક લેવો જોઈએ.

જાણ કેવી રીતે થશે ?

- ત્રણ મહિનામાં તમારું વજન 5 કિલો ઘટી જશે.
- માંસપેશિયોના આકારમાં ઘટાડો થશે .
- લોહીમાં ટ્રાઇગ્લીસ રાઇડ્સ ઘટશે.

X
5:2 diet meal plans: What to eat for 500 calorie fast days
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App