તમારા બાળકને ભૂલથી પણ આ 5 ડ્રિંક્સ ન પીવડાવતાં, નહીંતર થશે ગંભીર નુકસાન

તમારા બાળકોને ભૂલથી પણ આ 5 ડ્રિંક પીવા ન દેતાં, નહીં તો થશે ગંભીર નુકસાન

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 04, 2018, 01:19 PM
5 Worst Drinks That Children Need To Stay Away From

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઉનાળામાં ડિહાઈડ્રેશનની સમસ્યા સામાન્ય હોય છે. જેનાથી બચવા માટે બાળકોને ખાસ એવા પેય પદાર્થો પીવડાવવા જોઈએ જેનાથી તેમને આ સમસ્યા હેરાન ન કરે. મોટાભાગના બાળકો તરસ છિપાવવા માટે વારંવાર પાણી પીવું ગમતું નથી, જેના કારણે તેઓ પેકેજ્ડ ડ્રિંક્સ, ફ્રૂટ જ્યૂસ અને સોડા પીવી ગમે છે. આ પીણાંઓ બાળકોની તરસ તો છિપાવે છે પણ હકીકતમાં આવા પીણાં બાળકોને બહુ જ નુકસાન કરે છે. તેમાં શુગર, આર્ટિફિશિયલ કલર અને હાનિકારક તત્વો હોય છે. આવી ડ્રિંક્સ પીવાથી બાળકોના મગજ, ઉંઘ, સ્વાસ્થ્ય, ગ્રોથ પર ખરાબ અસર થાય છે. જેથી બાળકોને અમુક ડ્રિંક ક્યારેય પીવા ન દેવી જોઈએ. તો આજે અમે તમને જણાવીશું, તમારા બાળક માટે હાનિકારક એવી 5 ડ્રિંક વિશે.

આગળ વાંચો કઈ 5 નુકસાનકારક ડ્રિંક ક્યારેય બાળકોને ન આપવી જોઈએ અને તેના નુકસાન શું છે.

5 Worst Drinks That Children Need To Stay Away From

ચા

બાળકોએ બ્લેક ટી અને ગ્રીન ટીનું સેવન પણ ન કરવું જોઈએ. જોકે આ બંનેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. પણ સાથે જ તેમાં કેફીન પણ હોય છે. જે બાળકોને નુકસાન કરે છે. જેથી બાળકોને ક્યારેક-ક્યારેક દૂધવાળી ચા આપી શકો છો. પણ બાળકોને ચા પીવાની આદત ન પાડવી જોઈએ. 

5 Worst Drinks That Children Need To Stay Away From

કાચું દૂધ

આમ તો કાચાં દૂધમાં પર્યાપ્ત માત્રામાં ન્યૂટ્રિ્ન્ટ્સ હોય છે અને તેમાં ડાઈજેસ્ટિવ એન્જાઈમ્સ પણ હોય છે. પણ બાળકોની ઈમ્યૂન સિસ્ટમ મોટાઓ કરતાં ઓછી હોય છે. જેથી બાળકોને કાચું દૂધ આપવામાં આવે તો તેઓ બીમાર પડી શકે છે. જેથી બાળકોને કાચું દૂધ આપવાની જગ્યાએ દૂધ ઉકાળીને ઠંડુ કરીને આપો. 

5 Worst Drinks That Children Need To Stay Away From

સોડા

સોડામાં બહુ વધુ પ્રમાણમાં શુગર હોય છે. જેના કારણે બાળકોમાં સ્થૂળતા અને ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો વધે છે. લગભગ 500 ગ્રામ સોડામાં 60 ગ્રામ શુગર હોય છે. જેથી બાળકોને સોડા ડ્રિંક્સ ન પીવડાવવી, તેની જગ્યાએ તેમને લીંબુ પાણી પીવાડાવી શકો છો. 

5 Worst Drinks That Children Need To Stay Away From

સ્પોર્ટ્સ ડ્રિંક્સ

લાંબા સમય સુધી વર્કઆઉટ કર્યા બાદ ઊર્જાની કમીને દૂર કરવા માટે સ્પોર્ટ્સ ડ્રિંક્સ પીવામાં આવે છે. જોકે ત્યારે પણ તે નુકસાન જ કરે છે. દેખાદેખીમાં બાળકો પણ તેને પી લે છે. તેમાં આર્ટિફિશિયલ સ્વીટનર હોય છે જે બહુ નુકસાન પહોંચાડે છે. જેથી બાળકોને સ્પોર્ટ્સ ડ્રિંક આપવાની જગ્યાએ નારિયેળ પાણી પીવડાવો. 

5 Worst Drinks That Children Need To Stay Away From

એનર્જી ડ્રિંક્સ

એનર્જી ડ્રિંક્સમાં કેફીન અને આર્ટિફિશિયલ સ્વીટનર વધુ પ્રમાણાં હોય છે. જેને પીવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. કેફીન બાળકો માટે નુકસાનકારક હોય છે. જેથી તેની જગ્યાએ બાળકોને ઘરે જ તાજાં ફળોનો રસ કાઢીને પીવડાવો. 

X
5 Worst Drinks That Children Need To Stay Away From
5 Worst Drinks That Children Need To Stay Away From
5 Worst Drinks That Children Need To Stay Away From
5 Worst Drinks That Children Need To Stay Away From
5 Worst Drinks That Children Need To Stay Away From
5 Worst Drinks That Children Need To Stay Away From
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App