સવારે પેટ એકદમ સાફ આવશે, જો તમે રાતે આ 5માંથી 1 ઉપાય કરીને ઉંઘશો

કબજિયાત હશે તો પણ રાતે આ 5માંથી 1 વસ્તુ ખાશો તો સવારે પેટ થઈ જશે સાફ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 12:58 PM
5 Foods to clean stomach naturally in the morning

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પેટ સાફ ન આવવું કોમન પ્રોબ્લેમ છે. આજકાલ લોકો જંક ફૂડ અને સ્પાઈસી ફૂડ વધારે ખાય છે. તેની સાથે કેટલાક લોકોનું રૂટિન પણ સારું હોતું નથી. સૂવા અને જાગવાનો સમય પણ ફિક્સ હોતો નથી. આ બધાં કારણોથી પણ કબજિયાતની પ્રોબ્લેમ થાય છે. જેથી આજે અમે તમને ડોક્ટર અબરાર મુલતાનીએ જણાવેલી એવી 5 વસ્તુઓ વિશે જણાવીશું, જેને રોજ રાતે સૂતા પહેલાં ખાઈ લેવાથી સવારે પેટ બરાબર સાફ થઈ જશે. સાથે કબજિયાતની તકલીફ પણ જડમૂળથી દૂર થઈ જશે. જાણો કઈ છે તે 5 વસ્તુઓ.

અંજીર

રાતે સૂતા સમયે 2 અંજીર ખાઈ લો. સવારે પેટ સારી રીતે સાફ થઈ જશે. અંજીરમાં સારા પ્રમાણમાં ફાયબર હોય છે અને આ એક પ્રાકૃતિક ઔષધિની જેમ કામ કરે છે. એવા લોકો જેમને લાંબા સમયથી કબજિયાતની પ્રોબ્લેમ હોય તેમણે પણ ડાયટમાં અંજીર અવશ્ય સામેલ કરવા જોઈએ.

તાજા અને સૂકા એમ બંને પ્રકારના અંજીર કબજિયાત માટે બેસ્ટ છે. જો તાજા અંજીર મળે તો તેને છાલ સહિત ખાવા કારણ કે તેની છાલમાં વધુ ફાયબર હોય છે.

આગળ વાંચો અન્ય 4 વસ્તુઓ વિશે.

5 Foods to clean stomach naturally in the morning

વરિયાળી

વરિયાળી કબજિયાત દૂર કરી ડાઈજેસ્ટિવ સિસ્ટમ અને માસપેશીઓની મૂવમેન્ટને વધારે છે. તેના ઉપયોગ માટે 1 કપ વરિયાળીને સૂકવીને શેકી લો. પછી તેને બારીક પીસીને એક જારમાં ભરી લો. રોજ રાતે સૂતા પહેલાં તેનો અડધી ચમચી પાઉડર પાણી સાથે લો.

5 Foods to clean stomach naturally in the morning

અળસી

રાતે સૂતા પહેલાં 2-3 ચમચી અળસીના બીજને પાણી સાથે ખાઈ લો. સવારે પેટ સારી રીતે સાફ થઈ જશે. અળસીમાં સારી માત્રામાં ફાયબર અને ઓમેગા 3 ફેટી એસિડ્સ હોય છે. જે કબજિયાતને ઠીક કરવામાં મદદ કરે છે.

5 Foods to clean stomach naturally in the morning

કેસ્ટર ઓઈલ (દીવેલ)

આ નાના અને મોટાં આંતરડાને સ્ટિમ્યૂલેટ કરે છે અને બાઉલ મૂવમેન્ટને ઈમ્પ્રૂવ કરે છે. તેના ઉપયોગ માટે 2 ચમચી દીવેલ 1 કપ નવશેકા દૂરમાં મિક્ષ કરી રોજ રાતે સૂતી વખતે પીવો.

5 Foods to clean stomach naturally in the morning

ઈસબગૂલ

આ ફાયબરનો શ્રેષ્ઠ સોર્સ માનવામાં આવે છે. તેના ઉપયોગ માટે રોજ રાતે સૂતી વખતે 1 ચમચી ઈસબગૂલ નવશેકા પાણી સાથે લો. 

X
5 Foods to clean stomach naturally in the morning
5 Foods to clean stomach naturally in the morning
5 Foods to clean stomach naturally in the morning
5 Foods to clean stomach naturally in the morning
5 Foods to clean stomach naturally in the morning
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App