રાતે જમવામાં આ 5માંથી કોઈ 1 શાક ખાઓ, ઝડપથી ઘટવા લાગશે તમારું વજન

વજન ઘટાડવા માગતા લોકોએ રોજ રાતે ખાવા જોઈએ આ 5 શાક, ઓગળશે ફેટ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 11:57 AM
કેટલાક શાક ફેટ બર્ન કરવામાં બહુ જ મદદ કરે છે
કેટલાક શાક ફેટ બર્ન કરવામાં બહુ જ મદદ કરે છે

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ડો. અબરાર મુલતાની કહે છે કે આમ તો દરેક લીલાં પાનવાળી શાકભાજી જાડાપણાં સામે લડવામાં મદદ કરે છે અને પણ જો તમે ઝડપથી વજન ઓછું કરવા માગતાં હો તો આજે અમે તમને 5 એવા ખાસ શાક વિશે જણાવીશું, જે ચરબી ઓછી કરે છે.

જે લોકો વજન ઓછું કરવા માગે છે તેમણે રાતે તો લાઈટ ભોજન જ ખાવું જોઈએ. જેથી ઘણી શાકભાજી એવી હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે. તેની સાથે જ તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, ઝિંક અને વિટામિન બી, સી સારી માત્રામાં હોય છે. તેમાં કેલરી બહુ ઓછાં પ્રમાણમાં હોય છે. જેથી વજન જલ્દી ઉતરે છે. તો આજે તમે પણ જાણી લો.

આગળ વાંચો રાતે જમવામાં કયા શાકભાજી ખાવાથી વજન ફટાફટ ઉતરવા લાગે છે.

5 best vegetables for fast weight loss and fat burn

દૂધી

દૂધીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાયબર અને મિનરલ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં કેલરી અને ફેટ બહુ જ ઓછી માત્રામાં હોય છે. જેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ તે પચવામાં પણ હળવી હોય છે. જેથી રાતે દૂધીનું શાક અથવા દૂધીનો જ્યૂસ પીવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

5 best vegetables for fast weight loss and fat burn

કોળુ

મોટાભાગના લોકોને નાપસંદ કોળામાં ભરપૂર ફાયબર અને સાવ ઓછી કેલરી હોય છે. સાથે જ આ શાક ખાધાં બાદ લાંબા સમય સુધી પેટ પણ ભરેલું રહે છે અને ભૂખ લાગતી નથી. જેથી વજન ઘટાડવા માટે ઈચ્છુક લોકોએ ડિનરમાં આ શાક ખાવું જોઈએ. 

5 best vegetables for fast weight loss and fat burn

કોબીજ

કોબીજ એવું શાક છે જે બારેય મહિના સરળતાથી મળી રહે છે. આ શાક બોડીમાં રહેલાં કાર્બોહાઈડ્રેટને ફેટમાં પરિવર્તિત થતાં રોકે છે. સાથે જ આ ફેટને બર્ન કરવામાં પણ મદદ કરે છે. તો તમે રાતે ડિનરમાં કોબીજ ખાઓ તો તમારું વજન ઝડપથી ઓછું થઈ શકે છે. કાચી કોબીજ વધુ ફાયદો કરે છે તમે તેને સલાડ તરીકે પણ ડિનરમાં ખાઈ શકો છો. 

5 best vegetables for fast weight loss and fat burn

બ્રોકલી

આ શાકને ગુણોની ખાણ પણ કહી શકાય છે. બ્રોકલીમાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. તેને ખાવાથી પેટ ભરેલું રહે છે અને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. સાથે જ આ શાકમાં એવા એલ્કલોઈડ્સ પણ જોવા મળે છે જે વજન ઉતારવામાં મદદ કરે છે.

5 best vegetables for fast weight loss and fat burn

પાલક

પાલક કેટલી ફાયદાકારી છે એ મોટાભાગના લોકો જાણતાં જ હશે. પણ બધાંને પાલક ભાવતી નથી. પાલકમાં ઝિંક, આયર્ન અને મેગ્નેશિયમ હોય છે. સાથે જ તેમાં વિટામિન એ અને કે પણ હોય છે. જે બોડીમાં બ્લડ સર્ક્યુલેશનને રેગ્યુલર કરીને મેટાબોલિઝ્મને તેજ કરે છે. જે વજન ઉતરે છે.

X
કેટલાક શાક ફેટ બર્ન કરવામાં બહુ જ મદદ કરે છેકેટલાક શાક ફેટ બર્ન કરવામાં બહુ જ મદદ કરે છે
5 best vegetables for fast weight loss and fat burn
5 best vegetables for fast weight loss and fat burn
5 best vegetables for fast weight loss and fat burn
5 best vegetables for fast weight loss and fat burn
5 best vegetables for fast weight loss and fat burn
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App