પીરિયડ્સ દરમ્યાન પેટ, પેઢું અને કમરમાં થતાં દુખાવાને દૂર કરશે આ 4 આસન

માસિક સમયે થતાં પેટ-પીઠના અસહ્ય દર્દ દૂર કરશે આ 4 આસન

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jan 17, 2018, 01:16 PM
4 yoga poses to relieve menstrual cramps

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કેટલીક સ્ત્રીઓને માસિકસ્ત્રાવ સમયે પેટ, પેઢું અને કમરમાં ભયંકર દુઃખાવો થતો હોય છે. આ દર્દને દૂર કરવા માટે દવાઓનું સેવન આગળ જતાં નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમને પણ આ સમસ્યા સતાવતી હોય તો તમે અહીં જણાવેલા 4 યોગાસન કરીને તમારી આ તકલીફ દૂર કરી શકો છો. યોગ પાસે દરેક સમસ્યા માટે ઈલાજ છે. બસ જરૂર છે તેને જાણવાની.

નિયમિત રીતે આ આસનો કરવાથી દુઃખાવો તો દૂર થશે જ સાથે શરીર પર મજબૂત બનશે અને કેટલાક રોગોમાં પણ લાભ મળશે. આસન કરવાથી આખું શરીર સ્ટ્રેચ થાય છે અને લોહીનું પરિભ્રમણ સારી રીતે થવા લાગે છે. જેનાથી થાક, પેટમાં સોજો, ગેસ અને દર્દ વગેરેમાં આરામ મળે છે. તો ચાલો આજે જાણી લો આ પાંચ આસનો વિશે.

આગળ વાંચો માસિક સમયે થતાં ભયંકર દુઃખાવાથી છૂટકારા માટે ખાસ 5આસનો વિશે.

4 yoga poses to relieve menstrual cramps
ધનુરાસન
 
રીત-
 
સૌ પ્રથમ જમીન પર ઊંધા સૂઈ જાઓ. હવે પગને ઢીંચણમાંથી વાળી પગની ઘૂંટીઓને હાથથી પકડો. હવે બંને હાથની મજબૂત પકડ રાખી બંને પગ ખેંચો આનાથી શરીરનો આકાર ધનુષ જેવો થશે. માથું પાછળ ઝુકાવી આકાશ તરફ જુઓ. પાંચ-સાત સેકંડથી શરૂ કરી ત્રીસેક સેકંડ સુધી આસન સ્થિર રાખી પછી ઉલટા ક્રમથી આસન છોડવું. આસન દરમ્યાન શ્વાસની ગતિ સ્વાભાવિક રીતે ચાલવા દેવી.
 
ફાયદાઃ
 
આ આસન કરવાથી કબજિયાત, પીઠ દર્દ, થાક અને માસિક સમયે થતી સમસ્યાઓ અને દુઃખાવો દૂર થાય છે. પીઠની માંસપેશીઓ પર માલિશ જેવી અસર થાય છે. આ આસનને કરવાથી આખું શરીર અને ખાસ કરીને પેટ, છાતી, જાંધ અને ગળુ સ્ટ્રેચ થાય છે. 
 
આ આસન કરવાથી પીઠની માસપેશીઓ મજબૂત થાય છે. આ આસન પેટના અંગોને ઉત્તેજિત કરે છે. લોહીનું પરિભ્રમણ વધારે છે જેનાથી દર્દમાં રાહત મળે છે. 
4 yoga poses to relieve menstrual cramps

મત્સ્યાસન 

 

રીત-

 

આસન પાથરી પદ્માસનમાં બેસો. એમ કરવાથી જમણો પગ ડાબા સાથળ પર અને ડાબો પગ જમણા સાથળ પર આવશે. હવે પદ્માસન કરી ચત્તા સૂઈ જાવ. બંને હાથના પંજાઓને શરીરની સમાંતર જમીન પર ટેકવો. હાથના પંજાઓના આધારે કમરને કમરમાંથી કમાનની માફક વાળો કે જેથી માથાનો ટોચનો ભાગ જમીનને અડે. હવે ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો પકડો અને જમણા હાથથી ડાબા હાથનો અંગૂઠો પકડો. આ સમયે કોણીઓ જમીનને અડકાડેલી રાખો.લગભગ અડધાથી એક મિનીટ સુધી આ સ્થિતિમાં રહ્યા પછી ધીમેથી ઉલટા ક્રમમાં આસન છોડી મૂળ સ્થિતિમાં આવો. 

 

ફાયદા

 

આ આસન નિયમિત કરવાથી થાક દૂર થાય છે અને માસિક સમયે થતો અસહ્ય દુઃખાવો દૂર થાય છે. આ આસન કરવાથી ગરદન, પગ, પીઠ અને છાતીની માસપેશીઓ સ્ટ્રેચ થાય છે. જેનાથી માસપેશીઓને આરામ મળે છે અને દર્દમાંથી રાહત મળે છે. આ પેટ અને પેઢુંને ઉત્તેજિત કરે છે. જેથી પેટમાં થતી ગેસ, સોજો અને અપચાથી પણ છુટકારો મળે છે. લોહીનું પરિભ્રમણ વધે છે. માસિકની અનિયમિતતાની સમસ્યા પણ આ આસન કરવાથી દૂર થાય છે. 

4 yoga poses to relieve menstrual cramps

બાલાસન 

 

રીત- 

 

આ આસનને કરવા માટે ઘૂંટણના બળે જમીન પર બેસી જવું અને શરીરનો બધો ભાર એડી ઉપર રાખવો. હવે ઉંડા શ્વાસ લેતા આગળની તરફ ઝૂકવું. તમારી છાતી તમારા સાથળને સ્પર્શ કરવી જોઈએ અને તમારા માથાથી ફર્શને સ્પર્શ કરવાની કોશિશ કરવી. થોડીક સેકન્ડ આ સ્થિતિમાં રહેવું અને ત્યારબાદ સામાન્ય સ્થિતિમાં આવી જવું.

 

ફાયદા

 

જો તમને લોઅર બેક પેઈનની સમસ્યા રહેતી હોય અથવા માસિક સમયે કમરમાં સખત દુઃખાવો રહેતો હોય તો બાલાસન કરવાથી તરત રાહત મળશે. આ આસન કરવાથી શરીરને આરામ મળે છે. આ આસન કરવાથી કરોડરજ્જુ અને પીઠમાં ખેંચાણ આવે છે અને તણાવ પણ દૂર થાય છે. બાલાસન રોજ કરવાથી પીઠ, ખભા અને ગરદનમાં દુઃખાવો પણ દૂર થાય છે. આ એકદમ સરળ આસન છે જેને તમે ઘરે કરી શકો છો. આ આસન તમે બપોરે કે સાંજે જમ્યા પહેલાં કરી શકો છો.

4 yoga poses to relieve menstrual cramps

પાસાસન

 

રીત-

 

આ આસન કરવા માટે સૌ પ્રથમ ઉભળક પગે બેસી જાઓ. પછી તસવીરમાં દર્શાવ્યા મુજબ તમારો જમણો અને ડાબો હાથ પાછળ લઈ જઈને બાંધી દો. આવું પહેલાં જમણી સાઈડથી કરો. આ આસન દરમિયાન તમારા હાથ, પગ અને પેટ ખેંચાશે. આ સ્થિતિમાં કેટલાક સેકન્ડ લઈને 2 મિનિટ સુધી રહી શકાય છે. પછી સામાન્ય સ્થિતિમાં આવી જવું. ત્યારબાદ આ જ સ્થિતિ ડાબા બાજુથી ફરી કરવી. 

 

ફાયદા

 

માસિકધર્મ, સાઈટિકા, પીઠમાં દર્દ, ખભામાં દર્દ કે પછી ગરદનમાં દર્દ રહેતું હોય તેવા લોકો માટે પાસાસન ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ આસન થોડું આડુઅવડું છે પણ આના સતત અભ્યાસથી આવડી જાય છે. આ આસન નિયમિત કરવાથી પીઠ, પેટ અને એડીઓની માસપેશીઓ સ્ટ્રેચ થાય છે. આ આસન કરવાથી કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળે છે. 

X
4 yoga poses to relieve menstrual cramps
4 yoga poses to relieve menstrual cramps
4 yoga poses to relieve menstrual cramps
4 yoga poses to relieve menstrual cramps
4 yoga poses to relieve menstrual cramps
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App