એક્સરસાઈઝ વિના સવારે આ 4 કામ કરીને પણ ઘટાડી શકો છો વજન

Divyabhaskar.com

Jun 12, 2018, 04:51 PM IST
4 Morning Habits That Help You Lose Weight

હેલ્થ ડેસ્ક: ભોપાલના આયુર્વેદિક ડો. અબરાર મુલ્તાની એવા 4 કામ વિશે જણાવી રહ્યાં છે જેને તમે જો ડેઈલી રૂટિનમાં સામેલ કરી લો તો વજન ઘટાડવામાં મદદ કરશે.


પહેલું કામ


સવારે ઉઠીને 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 લીંબુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. આ બોડી ડિટોક્સ કરે છે સાથે જ મેટાબોલિઝ્મને પણ વધારે છે. તેનાથી ફેટ સેલ્સ ઘટવા લાગે છે અને વજન ઉતરે છે.


બીજું કામ


સવારે 10-15 મિનિટ તડકામાં બેસો. તેનાથી બોડીને વિટામિન ડી મળશે. તેની ગરમીથી ફેટ સેલ્સ ઓછાં થશે અને મેટાબોલિઝ્મ પણ વધશે. તેનાથી સ્ટ્રેસ ઓછો થશે અને આખો દિવસ ખુશ પણ રહેશો.


ત્રીજું કામ


અડધો કલાક વોક કરો. ચાલવાથી કેલરી બર્ન થાય છે અને વજન ઉતરે છે. તેનાથી પગના સાંધાઓ પણ સ્વસ્થ રહે છે, શુગર અને બીપી કંટ્રોલમાં રહે છે, ડાઈજેશન સુધરે છે અને કબજિયાત થતી નથી.


ચોથું કામ

બ્રેકફાસ્ટ અવશ્ય કરો. બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી આખો દિવસ ભૂખ લાગે છે અને આચરકૂચર ખવાય જાય છે. જેના કારણે વજન વધે છે. યાદ રાખો ખોટાં સમયે ખોટું ખાવાથી વજન વધે છે. હેલ્ધી ખોરાક ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે. નાસ્તો કરવાનો સૌથી સારો સમય સવારે 7થી9ની વચ્ચે છે. નાસ્તામાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટની જગ્યાએ પ્રોટીન વધુ માત્રામાં લો. તમે સવારે ઈંડા, ચિકન, ડ્રાયફ્રૂટ્સ, ઓટ્સ ખાઈ શકો છો. ફળોને પણ નાસ્તામાં સામેલ કરો. શુગર અવોઈડ કરો.

X
4 Morning Habits That Help You Lose Weight
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી