ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» ડોક્ટર પાસે ક્યારેય ન જવું હોય તો આ 4 વાતનું રાખો ધ્યાન | 4 rule for healthy life

    ડોક્ટર પાસે ક્યારેય ન જવું હોય તો આ 4 વાતનું રાખો ધ્યાન

    divyabhaskar.com | Last Modified - May 12, 2018, 09:25 AM IST

    બીમાર ન પડવા માટે રાજીવ દીક્ષિતે જણાવ્યા ચાર નિયમ
    • ડોક્ટર પાસે ક્યારેય ન જવું હોય તો આ 4 વાતનું રાખો ધ્યાન
      ડોક્ટર પાસે ક્યારેય ન જવું હોય તો આ 4 વાતનું રાખો ધ્યાન

      યુટિલિટી ડેસ્ક: આજે કોઈને ડોક્ટર પાસે જવું ગમતું નથી. તો ડોક્ટર પાસે વર્ષો સુધી ન જવું પડે તે માટે સ્વાસ્થ્યનું શું ધ્યાન ધ્યાન રાખવું જોઈએ તેની આજે વાત કરવી છે. આયુર્વેદમાં એવા ચાર નિયમો છે જેનું પાલન કરવાથી શરીરમાં કોઈ રોગ પ્રવેશતો નથી અને માણસ સ્વસ્થ રહે છે.

      તમારા શરીરમાં વાત,પિત અને કફનું સંતુલન રાખો. જ્યારે વાત બગડી જાય છે ત્યારે 80થી વધારે બીમારી શરીરમાં આવે છે. પિત બગડી જાય ત્યારે 50 જેટલા રોગ શરીરમાં આવે છે. કફનું બેલન્સ બગડી જાય છે ત્યારે 28 રોગ શરીરમાં આવે છે. આ ત્રણેય બગડી જાય તો શરીરમાં 148 રોગ આવે છે.

      આ વાત,પિત અને કફને કન્ટ્રોલ રાખવાના ચાર નિયમ છે....

      1). ભોજન પછી તરત પાણી ન પીવું. જમ્યા પછી કંઈક પીવાની ઈચ્છા થાય છે તો લસ્સી પીવો, ફળોનો રસ પીવો, શેરડીનો રસ પીવો, લીંબુનો રસ પીવો. દૂધ પણ લઈ શકો છો. પાણી એક કલાક પછી પીવું. સવારે નાસ્તો કરો તેના પછી ફળોનો રસ પીવો સારો, બપોરના ભોજન બાદ લસ્સી પીવી જોઈએ અને સાંજના ભોજન પછી દૂધ પીવું જોઈએ. જે લોકો આ નિયમનું પાલન કરશે તોઓ બીમાર નહીં પડે.

      2). પાણી ગમે ત્યારે પીવો તો ચાની જેમ ધૂટડા ભરી ભરીને પીવો. ઘૂટડો ઘૂટડો પાણી પીવાથી મોઢાની અંદર રહેલી લાળ પાણીની સાથે પેટમાં જાય છે. તેનાથી એસીડીટી થતી નથી. તેનાથી વાત, પીત, કફનું બેલેન્સ બગડતું નથી.

      3). જીવનમાં ગમે તેવી તરસ કેમ ન લાગી હોય પણ ક્યારેય ઠંડુ પાણી ન પીવું. બરફ નાખેલું પાણી, ફ્રીજમાં રાખેલું પાણી ન પીવું. શરીર ગરમ હોય અને પાણી ઠંડુ હોય છે, તેનાથી પાણી પેટને ઠંડુ બનાવી દે છે. જેનાથી શરીર સંચાલનની તમામ પ્રક્રિયા પર અસર પડે છે અને તે ધીમી થવા લાગે છે.

      4). સવારે ઉઠો તો પહેલા પાણી પીવો. સવારમાં પાણી શરીરમાં જશે જે મોટા આંતરડાંને સાફ કરે છે. પેટ સાફ થઈ જશે તો શરીરમાં રોગ આવશે નહીં. સવારે ઊઠીને પાણી પાવીથી મોઢાની અંદર રહેલી લાળ પણ પેટમાં જાય છે, સવારમાં પેટમાં એસીડનું પ્રમાણ વધારે હોય છે તેથી આ લાળ પેટમાં જાય તે ફાયદાકારક છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ડોક્ટર પાસે ક્યારેય ન જવું હોય તો આ 4 વાતનું રાખો ધ્યાન | 4 rule for healthy life
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    X
    Top