Home » Lifestyle » Health » 16 risks and side-effects of steroid tablets

સ્ટીરોઈડ દવાઓ લેવાથી થાય છે આ 16 ગંભીર નુકસાન, જાણો કેમ છે ખતરનાક

Divyabhaskar.com | Updated - Mar 19, 2018, 01:31 PM

દવાઓમાં આવતું સ્ટીરોઈડ કેટલું ખતરનાક છે અને તેના નુકસાન શું છે, જાણી લો

 • 16 risks and side-effects of steroid tablets
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  સ્ટીરોઈડ દવાઓ તમારા શરીરને ખરાબ કરે છે

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સ્ટીરોઈડ એ એલોપેથિક સારવારમાં આપવામાં આવતી એક પ્રકારની દવા છે. સ્ટીરોઈડ તો ખરેખર છેલ્લા ઉપાય તરીકે આપવામાં આવતી દવા ગણાય છે. જેથી તે લાઈફ સેવિંગ ડ્રગ્સ તરીકે ઓળખાય છે. દીવો બુઝાતો હોય ત્યારે આડે હાથ રાખી અંતિમ ઉપાય તરીકે સ્ટીરોઈડ દવાઓ વાપરવી જોઈએ. ત્યારે ખાસ કરીને ભારતમાં સ્ટીરોઈડનો આડેધડ બિનજરૂરી ઉપયોગ થાય છે. એલોપેથિકના ડોક્ટર્સ સિવાય દેશી દવાઓ, ચમત્કારિક દવાઓના રૂપમાં તેમજ અન્ય ઉપચારના કહેવાતા જાણકારો દ્વારા સ્ટીરોઈડ બહુ જ મોટા પ્રમાણમાં આપવામાં આવે છે.

  આ દવાથી દર્દીઓ જૂની બીમારીની સારવારમાં તાત્કાલિક રાહત થવા માંડે, ભૂખ વધી જાય, શરીર ફુલવા માંડે વગેરે જેવા ચિહ્નો જણાય તો તેવી દવાઓમાં સ્ટીરોઈડ હોઈ શકે છે. ત્યારે આવી દવાઓનું પરીક્ષણ કરાવવું જોઈએ. જેથી આજે અમે તમને તમારી દવાઓમાં તમે જાણતાં અજાણતાં સ્ટીરોઈડ લો છો અને તેનાથી કેવી ગંભીર ખરાબ અસરો તમારે ભોગવવી પડ છે તેના વિશે જણાવીશું.


  (અહીં જણાવેલી સ્ટીરોઈડ સંબંધી જાણકારી નિષ્ણાંત M.D. (આયુર્વેદ) ડો. પ્રાર્થના મેહતાએ લખેલી બુક આયુર્વેદનું આચમનમાંથી લીધેલી છે.)

  આગળ વાંચો સ્ટીરોઈડ દવાઓની ગંભીર અસરો અને નુકસાન વિશે.

 • 16 risks and side-effects of steroid tablets
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  સ્ટીરોઈડની આડઅસરો ગંભીર પ્રકારની હોય છે


  સ્ટીરોઈડનો ઉપયોગ ખાસ કરીને ઓટો ઈમ્યૂન ડિસીઝ જેવા કે એલર્જીક શરદી-ઉધરસ-શ્વાસ, ચામડીના રોગો, સાંધાઓ તથા કમરનો દુખાવો વગેરેમાં થાય છે. હવે પ્રશ્ન એ છે કે ગમે તેટલા સમય માટે સ્ટીરોઈડ લેવા છતાં સારું ન થવાનું હોય ઉપરાંત રોગની તીવ્રતા વધી શકે તો શા માટે આવી દવાઓ આપવી જોઈએ? દરેક ઉપચાર પદ્ધતિની એક ચોક્કસ મર્યાદા હોય છે. જેથી ડોક્ટરોએ જે-તે બીમારી માટે સાચો ઉકેલ શક્ય ન હોય તો અન્ય પદ્ધતિમાં સફળ ઉપચાર કરતાં તબીબીઓ માટે સલાહ આપવી જોઈએ. 


  સ્ટીરોઈડથી થતી કેટલીક બહુ ખરાબ અસરો


  1.વજન વધવું
  2.શરીરે સોજા આવવા
  3.બ્લડપ્રેશર વધવું
  4.આંતરડામાં રક્તસ્ત્રાવ થવો
  5. શરીરના હાડકાંઓમાંથી કેલ્શિયમ ઘટી જતાં હાડકાં નબળા પડવા, જેથી ફ્રેક્ચર અથવા ઓસ્ટિઓપોરોસિસ થઈ શકે છે
  6.સ્નાયુઓની નબળાઈ થવી
  7.ચહેરો ફુલી જવો
  8.સ્ત્રીઓમાં ચહેરા પર વાળ ઉગવા


  આગળ વાંચો અન્ય 8 ગંભીર નુકસાન વિશે.

 • 16 risks and side-effects of steroid tablets

  9.ડાયાબિટીસ વધી શકે છે
  10.આંખની કીકીનું દબાણ વધતાં ઝામર (ગ્લુકોમા) થઈ શકે છે
  11.વાઈ (એપીલેપ્સી)ની તીવ્રતા વધી શકે છે
  12.રોગ પ્રતિકારક શક્તિ ઘટતાં ચેપ લાગવાની શક્યતા વધી જાય છે
  13.માથાના વાળ ખરવા
  14.ચહેરા પર ખીલ થવા
  15.બાળકોનો વિકાસ અટકી જવો
  16. યુવાનીમાં મોતિયો આવી શકે છે

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ