Home » Lifestyle » Health » 15 best Tips by Ayurveda to stay long healthy life

દરેકે અપનાવવા જોઈએ આયુર્વેદના આ 15 શ્રેષ્ઠ નિયમો, જીવનભર રહેશો રોગમુક્ત

Divyabhaskar.com | Updated - Feb 10, 2018, 10:00 AM

જીવનભર નિરોગી રાખશે આયુર્વેદના આ 15 નિયમો

 • 15 best Tips by Ayurveda to stay long healthy life
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  સૌથી પ્રાચીન વ્યાધિને મટાડતાં શાસ્ત્ર તરીકે આયુર્વેદને ઓળખવામાં આવે છે.

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આયુર્વેદમાં સ્વાસ્થ્યને અડીખમ રાખવા માટે અનેક નિયમ જણાવાયા છે જેમાંથી અમે તમને તે ખજાનામાંથી એવા સૂત્રો જણાવીશું જે તમને હમેશાં સ્વસ્થ રાખવામાં મદદ કરશે. આપણે આપણા રોજિંદા જીવનમાં થોડું ઘણું પણ જો ધ્યાન રાખીએ તો હોસ્પિટલના બિલ ભરવામાંથી બચી શકાય છે. તેના માટે ઘણી એવી બાબતો આયુર્વેદ જણાવે છે જે આમ તો સામાન્ય બાબતો છે. આ બાબતો અપનાવવાથી તમારું શરીર સશક્ત બને છે અને નખમાં પણ રોગ રહેતો નથી.

  અહીં પ્રસ્તુત છે 15 એવી વાતો કે જેને અપનાવવાથી તમારું આયુષ્ય અને આરોગ્ય લાંબા કાળ સુધી ટકી રહેશે. શરીરમાં નાની-નાની બીમારી જોવા મળશે નહીં અને મોટી બીમારી ક્યારેય તમારા શરીરમાં પ્રવેશવાની હિમ્મત પણ કરી શકશે નહીં.

  1-પિત્તનું શમન માટે શયન અર્થાત પૂરી ઊંઘ જ અક્સિર ઈલાજ છે. પૂરતી ઉંઘ લેવાથી પિત્તની સમસ્યા ક્યારેય થતી નથી.

  2- વાયુના પ્રકોપને રોકવા માટે શરીર પર દિવસમાં એક વાર માલિશ કરવું.


  આગળ જાણો આયુર્વેદ દ્વારા જણાવેલી એવી સોનેરી આયુર્વેદિક ટિપ્સ.

 • 15 best Tips by Ayurveda to stay long healthy life
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  આયુર્વેદમાં પ્રત્યેક દર્દીની પ્રકૃતિ અનુસાર ઉપચાર કરવામાં આવે છે.

  3- કફને દૂર કરવા માટે દરરોજ કોગળા કરતી વખતે વમન (ઊલટી) કરતું રહેવું.
   

   

  4- સતત તાવ આવ્યા કરતો હોય તો સપ્તાહમાં એકવાર ઉપવાસ જરૂર કરો. આનાથી તમારું પેટ તંદુરસ્ત બનશે.
   

   

  5- દિવસમાં સવારમાં એકવાર એક ચમચી ઘી અને સાંજે અડધી ચમચી મધ લેવાથી પણ આરોગ્ય જળવાઈ રહે છે.

   


  6- દરેક ઔષધીઓ કે દવાઓને જોઈ વિચારીને ઉપયોગ કરવો, ઘણીવાર દવાઓ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડી શકે છે.
   

   

  7- શેરડી, ટમેટાં, લીમડના પાનનો રસ સપ્તાહમાં એક-એક વાર એક કપ જેટલો લેવાથી શરીર દુરસ્ત રહે છે.

 • 15 best Tips by Ayurveda to stay long healthy life
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ઘણાં લોકોનું કહેવૂં છે કે આયુર્વેદ અતિપ્રાચીન અને પ્રગતિશીલ નૈસર્ગિક શાસ્ત્ર છે.

  8- દૂધ અને દહીં કે છાશ એક સાથે ક્યારેય ન લેવા તેવી રીતે લસણ- ડુંગળી સાથે દૂધ ક્યારેય લેવા નહીં.

   

  9- જ્યારે ભારે ખોરાક લીધો હોય ત્યારે છાશ કે લીંબુનું પાણી મીઠું અને સાકર સાથે ભેળવીને ખાસ પી લેવું જેથી પાચન ક્ષમતા જળવાઈ રહે છે.

   

  10- બેઠાડું જીવનવાળા લોકોએ દરરોજ બેથી ત્રણ કિમી. ઓછામાં ઓછું ચાલવું. જેથી શરીરની સિસ્ટમમાં સમતોલન બન્યું રહે.


   11- બધા રોગની જનેતા કબજીયાત છે જેથી તેને નિવારણ માટે ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ ખાસ કરવો. રોજ રાત્રે એક ચમચી ત્રિફળા પાણી સાથે લેવાથી વિશેષ ફાયદો થશે અને કબજિયાતની સમસ્યા નહીં રહે.

 • 15 best Tips by Ayurveda to stay long healthy life

  12-સપ્તાહમાં એકવાર પંચામૃત દહીં, દૂધ, સાકર, મધ, ઘી, તુલસીના પાન મેળવવું તેમાં દહીં વધારે અને દૂધ ઓછું એવી માત્રા રાખવી અને તુલસીના પાન પાંચ-સાત રાખવા, આ રીતે મિશ્રણ તૈયાર કરી પાંચ-સાત ચમચી જેટલું લેવાથી ઘણો લાભ થાય છે.


  13- ઋતુગતફળ ખાસ ખાવા. તેમાંથી યોગ્ય વિટામિન અને શરીરને જરૂરી તત્વો પ્રાપ્ત થતાં રહે છે.

   

  14- જો કોઈ સમસ્યા ન હોય તો પણ શતાવરીનું ચૂર્ણ માસમાં 3 વાર લેવાથી શરીરમાં ધાતુચક્રનું સમતોલન જળવાઈ રહે છે.
   

  15- પંદર દિવસમાં બે વાર કઠોળ ખાવા. ખાસ કરીને ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને વિશેષ લાભ થાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ