Divya Bhaskar

Home » Lifestyle » Health » 14 excellent Foods that makes your blood thin naturally

લોહીનું જાડું થવાની સમસ્યામાં આ 14 ફૂડ ખાઓ, દવાઓ વિના લોહી રહેશે પાતળુ

Divyabhaskar.com | Updated - Jan 20, 2018, 01:08 PM

લોહીને નેચરલી પાતળું કરશે આ શ્રેષ્ઠ ખોરાક, કોઈપણ ઉમેરો ડાયટમાં

  • 14 excellent Foods that makes your blood thin naturally
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો હોય તેમનું લોહી પાતળુ રહેવું જરૂરી છે. જો લોહી જાડું હશે તો યોગ્ય રીતે શરીરમાં પરિભ્રમણ કરી શકશે નહીં, જેથી હાર્ટ સંબંધી સમસ્યાઓ વધી શકે છે અને લોહી જાડું થવાથી લોહી ગંઠાઈ જાય છે જેના કારણે શરીરના મહત્વપૂર્ણ અંગોમાં લોહીનું પહોંચતું નથી

    આહાર દ્વારા લોહીને રાખો પાતળુ

    હાર્ટએટેક, સ્ટ્રોક અને બ્લડપ્રેશરથી બચવા માટે આપણે કેટલાક આહારની મદદથી લોહીને પાતળુ રાખીને ઘાતક રોગોથી બચી શકીએ છીએ, આ ખોરાક નિયમિત ખાવાથી લોહીને પાતળુ કરવાની દવાઓ લેવી પડશે નહીં, કારણે કે આ બધાં નેચરલી લોહીને પાતળુ કરવા માટે સક્ષમ છે. આ ખોરાકમાં રહેલાં લોહીને પાતળુ કરતાં નેચરલ એજન્ટ્સ લોહીને જાડું થતાં અને લોહી ગંઠાવાની સમસ્યાને દૂર કરીને લોહીને પાતળુ કરે છે.

    બ્લડપ્રેશરના દર્દી માટે ઉત્તમ છે આ આહાર

    લોહીને પાતળુ કરતાં ખોરાક હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે પણ ઉત્તમ રહે છે. આ સિવાય કોલેસ્ટ્રોલ, હાર્ટ સંબંધી કોઈપણ બીમારી હોય તેવા લોકોએ પણ લોહીને પાતળુ કરતાં ખોરાકનું સેવન કરવું જોઈએ. તો આજે જાણી લો આ ખોરાક વિશે.

    આદુ

    લોહીને પાતળુ કરવા માટે તમે આદુવાળી ચાનું સેવન કરી શકો છો. આદુ હાર્ટ માટે સારું માનવામાં આવે છે સાથે જ તે લોહીનું પરિભ્રમણ પણ વધારે છે. આદુ શરીરમાં થતી બળતરાને દૂર કરીને મસલ્સને રિલેક્સ કરે છે.

    આગળ વાંચો લોહીને પ્રાકૃતિક રીતે પાતળુ રાખતા અન્ય ખોરાક વિશે.

  • 14 excellent Foods that makes your blood thin naturally
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    સાબૂત અનાજ (જવ, કોર્ન, ઓટ્સ, ઘઉંના ફાડા, બ્રાઉન રાઈસ)

     

    સાબૂત અનાજમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન ઈ હોય છે જે લોહીને જાડુ થતાં અને લોહી ગંઠાવાના ખતરાને દૂર કરે છે સાથે જ શરીરમાં લોહીનું પરિભ્રમણ વધારે છે. લોહીને પાતળુ કરવા માટે સાબૂત અનાજ ઉત્તમ ખોરાક માનવામાં આવે છે. 

     

    ઓલિવ ઓઈલ

     

    ઓલિવ ઓઈલ બહુ જ ગુણકારી માનવામાં આવે છે. ઓલિવ ઓઈલમાં લોહીને પાતળુ કરવાના ગુણધર્મો હોવાથી આ તેલ હાર્ટ માટે પણ ફાયદાકારક છે. ઓલિવ ઓઈલમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વિષાક્ત પદાર્થોને દૂર કરે છે. આ સિવાય ઓલિવ ઓઈલમાં ઓમેગા 3 ફેટી ઓસિડ હોવાથી તે બળતરાને પણ દૂર કરે છે. જેથી તમારા ડાયટમાં ઓલિવ ઓઈલને સામેલ કરો. 

  • 14 excellent Foods that makes your blood thin naturally
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    બેરીઝ

     

    વિવિધ પ્રકારની બેરીઝ ખાવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે અને બળતરા દૂર થાય છે. સાથે બેરીઝનું સેવન લોહીમાં રહેલાં વિષાક્ત પદાર્થોને દૂર કરે છે. લોહીને પાતળુ કરવા અને લોહીનું સર્ક્યુલેશન વધારવા માટે તમે બેરીના જ્યૂસ પી શકો છો. આ ફૂડ નેચરલી તમારા લોહીને પાતળુ કરશે. 

     

    લસણ

     

    લસણને ડાયટમાં સામેલ કરવાથી તે લોહીને પાતળુ રાખે અને બ્લડ સર્ક્યુલેશનને વધારે છે. આ સાથે લોહીની વાહિનીઓમાં ગંઠાયેલા લોહીને સામાન્ય કરે છે. તેના માટે તમે ગાર્લિક કેપ્સુલ્સ કે ખોરાકમાં લસણનો ઉપયોગ કરી શકો છો. 

  • 14 excellent Foods that makes your blood thin naturally
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    દાડમ

     

    દાડમ કે તેના જ્યૂસનું સેવન કરવાથી લોહી પાતળુ રહે છે અને લોહીનું પરિભ્રમણ સુધરે છે. દાડમમાં કેટલાક એવા ખાસ એન્જાઈમ હોય છે જે લોહી ગંઠાઈ જવાની સમસ્યાને દૂર કરે છે અને લોહીને પાતળુ કરે છે. 

     

    બદામ અને અખરોટ

     

    બદામ અને અખરોટ લોહીમાં કોલેસ્ટ્રોલને દૂર કરીને લોહીને પાતળુ રાખે છે. તેનું સેવન કરવાથી બળતરા જેવી સમસ્યા દૂર રહે છે સાથે જ બદામ અને અખરોટ ગુણકારી ડ્રાયફ્રૂટ્સ હોવાથી તેમાં રહેલાં ઓમેગા 3 ફેટી એસિડને કારણે હાર્ટ હેલ્ધી રહે છે. 

  • 14 excellent Foods that makes your blood thin naturally
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    હળદર

     

    હળદર લોહીમાં કોલેસ્ટ્રોલ અને પ્લાકને દૂર કરીને લોહી પાતળુ કરે છે. હળદરનું સેવન લોહીનું પરિભ્રમણ વધારે છે અને તેમાં એન્ટી ઈન્ફ્લેમેન્ટરી તત્વો પણ રહેલાં છે. જે લોહી ગંઠાવાની સમસ્યાથી બચાવે છે. લોહીને પાતળુ કરવા માટે હળદર એ બેસ્ટ વસ્તુ છે.

     

    વિટામિન ઈ

     

    વિટામિન ઈથી ભરપૂર ખોરાક લેવાથી લોહી ગંઠાતુ નથી. વિટામિન ઈવાળા ખોરાક લોહીનું પરિભ્રમણ વધારીને હાર્ટ એટેકના રિસ્કને દૂર કરે છે. વિટામિન ઈવાળા ખોરાક પ્લેટલેટનો જથ્થો થતાં અટકાવે છે. તેના માટે બીજ, બદામ, લીલા પાંદડાવાળા શાકભાજી, સૂર્યમુખીના બીજ અને મગફળી વગેરે ખાઈ શકાય.

  • 14 excellent Foods that makes your blood thin naturally
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    એપ્પલ સાઈડર વિનેગર

     

    ઓરેન્જ જ્યૂસ, એપ્પલ સાઈડર વિનેગર અને વાઈન (થોડા પ્રમાણમાં)માં લોહીને પાતળુ કરવાના ગુણધર્મો રહેલા છે. જે લોહી ગંઠાવાની સમસ્યા દૂર કરીને હાર્ટમાં લોહીનો પ્રવાહ વધારવામાં મદદ કરે છે સાથે જ હાર્ટ એટેકના રિસ્કને દૂર કરે છે. લોહી ગંઠાવાના ખતરાને દૂર કરે છે.

     

    ઓછા પ્રમાણમાં એલ્કોહોલ

     

    તમે સાવ ઓછા પ્રમાણણાં આલ્કોહોલનું સેવન કરીને પણ લોહીને પાતળુ રાખી શકો છો. પરંતુ વધારે સેવન કરવાથી હાર્ટ સંબંધી અનેક સમસ્યાઓ, લોહી જાડુ થવું અને લત લાગવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. પુરૂષ બે એલ્કોહોલિક બેવરેજ લઈ શકે છે જ્યારે સ્ત્રી લોહીને પાતળુ કરવા એક બેવરેજ લઈ શકે છે. 

  • 14 excellent Foods that makes your blood thin naturally

    લાલ મરચું

     

    લાલ મરચાંમાં કેટલાક એવા પદાર્થ રહેલા હોય છે જે લોહી જામવાની સમસ્યા દૂર કરીને લોહીનું પરિભ્રમણ વધારે છે. આ હાર્ટ માટે પણ સારું માનવામાં આવે છે. સાથે જ તેનું સેવન હાર્ટ એટેક અને સ્ટ્રોકના રિસ્કને પણ દૂર કરે છે. 

     

    દ્રાક્ષ, કિસમિસ 

     

    આ ખોરાકમાં નેચરલ સેલિસાયલેટ એસિડ હોય છે જેમાં નેચરલ બ્લડ થીનર એજન્ટ હોવાથી તે લોહીને પાતળુ રાખે છે. એસ્પિરીન જે બ્લડને પાતળુ કરવાનું કેમિકલ એજન્ટ છે તેમાં પણ સેલિસાયલેટ હોય છે. તો તમે લોહીને પાતળુ કરવા માટે તેની દવાઓનું સેવન કરવા કરતાં દ્રાક્ષ અને કિસમિસનું સેવન કરી શકો છો. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending