Home » Lifestyle » Health » 12 health benefits of kidney beans

સપ્તાહમાં 1વાર ચોક્કસ ખાઓ આ 1 કઠોળ, 12 જાતની તકલીફોમાં થશે ફાયદો

Divyabhaskar.com | Updated - May 14, 2018, 05:19 PM

12 ફાયદાઓ અને ગુણોથી ભરપૂર છે રાજમા, સપ્તાહમાં 1વાર ખાવાથી રહેશો હેલ્ધી

 • 12 health benefits of kidney beans
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કિડની બીન્સ જે સામાન્ય રીતે રાજમા તરીકે ઓળખાય છે. રાજમાનું સેવન અનેક રીત ગુણકારી છે. રાજમામાં ડાયટરી ફાયબર, સ્ટાર્ચ, ફેનોલિક એસિડ્સ હોય છે. સાથે જ તેમાંથી સારી માત્રામાં આયર્ન, મેગનીઝ, ફોલેટ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ મળી રહે છે.


  રાજમાના અદભુત ફાયદાઓ


  રાજમામાં એન્ટીઓક્સીડેન્ટ પણ સારી માત્રામાં હોય છે જે ઈમ્યૂન સિસ્ટમને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. રાજમા સ્વાદિષ્ટ શાકની સાથે તંદુરસ્તીનો ખજાનો છે. હાર્ટ અને મગજને તંદુરસ્ત રાખવુ હોય તો સપ્તાહમાં એક કે બેવાર રાજમાનુ સેવન કરવું જોઈએ. રોજ એક મુઠ્ઠી રાજમાં ડાયટમાં ખાવામાં આવે તો વજન પણ ધીરે ધીરે ઘટે છે. તો આજે તમે પણ જાણો આ 1 શાકના ખાસ ફાયદાઓ.


  આગળ વાંચો ડાયટમાં રાજમાને સામેલ કરવાથી કેવા સ્વાસ્થ્ય લાભ થાય છે.

 • 12 health benefits of kidney beans
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  બ્લડ શુગર 


  રાજમામાં સોલ્યૂબલ ફાયબર હોય છે જે શરીરમાં કાર્બોહાઈડ્રેટની માત્રાને ઓછી કરે છે. રાજમા પ્રોટીનનો પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ બંને મળીને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. 


  સ્થૂળતાથી છુટકારો


  રાજમા પ્રોટીન અને ફાયબરનો ખજાનો છે. જે કાર્બોહાઈડ્રેટની સાથે બ્લડ શૂગર લેવલને પણ નિયંત્રિત કરે છે જેના કારણ સ્થૂળતા પણ કાબૂમાં રહે છે. 

 • 12 health benefits of kidney beans
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  કેન્સરથી બચાવે છે

   

  રાજમામાં રહેલું મેગનીઝ  એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. આ ફ્રિ રેડિકલ્સને ડેમેજ થતાં અટકાવે છે. આ સાથે તેમાં રહેલી વિટામિન કેની માત્રા સેલ્સને બાહ્ય નુકસાનથી પણ બચાવે છે. જે કેન્સરનું મુખ્ય કારણ હોય છે. આ સિવાય રાજમામાં મલિબ્ડિનમ, ફોલેટ, ફાયબર, કોપર, મેગનીઝ, ફોસ્ફરસ, પ્રોટીન, વિટામિન બી1, આયર્ન પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોવાથી તે બહુ જ હેલ્ધી માનવામાં આવે છે.

 • 12 health benefits of kidney beans
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  મગજ માટે લાભકારી


  આ સિવાય રાજમામાં એવા ગુણો રહેલા છે જે અનેક બીમારીઓ સામે રક્ષણ કરે છે. વિટામિન કેની પર્યાપ્ત માત્રા બ્રેનની સાથે નર્વસ સિસ્ટમ માટે પણ બહુ ફાયદાકારક માનવામાં આવે છે. રાજમામાં રહેલી થિયામિનની માત્રા મગજની ક્ષમતા વધારે છે. આના સેવનથી અલ્ઝાઈમર જેવી બીમારીઓ દૂર રહે છે અને યાદશક્તિમાં પણ વધારો થાય છે. 

   

  શરીરના વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે


  સપ્તાહમાં 2વાર રાજમા ખાવાથી શરીરમાં રહેલી ગંદકી બહાર નીકળી જાય છે કારણ કે તેમાં મલિબ્ડિનમ નામનું મિનરલ હોય છે જેનું કામ બોડીને ડિટોક્સીફાઈ કરવાનું હોય છે. સાથે જ કેટલીક પ્રકારની એલર્જી દૂર કરવાની સાથે માથાના દુખાવાની સમસ્યાને પણ દૂર કરે છે. 

   

  માઈગ્રેનની પ્રોબલેમ્સ ખતમ કરે છે


  રાજમામાં રહેલાં ફોલેટની માત્રા મગજની કાર્ય કરવાની ક્ષમતા વધારીને તેને દુરસ્ત રાખે છે. મેગ્નેશિયમની માત્રા માઈગ્રેન જેવી ગંભીર સમસ્યામાં રાહત આપે છે. જેથી સપ્તાહમાં એકવાર રાજમાનું સેવન ફાયદાકારક રહે છે.

 • 12 health benefits of kidney beans

  પાચન સારું રહે છે


  રાજમામાં ફાયબર સારી એવી માત્રામાં હોવાથી તે પાચનતંત્રને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. આ પેટમાં એવા બેક્ટેરિયાનું નિર્માણ કરે છે જે પાચન ક્રિયામાં જરૂરી છે. આના સેવનથી પેટમાં દુખાવો, ગેસ વગેરે સમસ્યા થવાની સંભાવના ઘટી જાય છે.


  એનર્જી આપે છે


  રાજમામાં આયર્ન સારી માત્રામાં હોવાથી તેનું શરીરને ઊર્જાવાન રાખવામાં મદદ કરે છે. આ સિવાય મેગનીઝ હોવાથી તે મેટાબોલિઝ્મને કંટ્રોલ કરવા માટે એનર્જી વધારવાનું કામ કરે છે. 

   


  હાડકાંને મજબૂત બનાવે છે


  નબળાં હાડકા ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારી નોતરે છે. મજબૂત હાડકાં માટે કેલ્શિયમ અને મેગ્નીઝની સૌથી વધારે જરૂર હોય છે. જેની પૂર્તિ રાજમા ખાઈને કરી શકાય છે. આની સાથે રાજમાનું સેવન હોમોસિસ્ટીન લેવલને કંટ્રોલ કરે છે જે હાડકાં તૂટવાનું મુખ્ય કારણ છે. 


  ખીલ થતાં નથી


  હેલ્ધી સ્કિન માટે શરીરમાં ઝિંક પર્યાપ્ત માત્રામાં હોવી બહુ જરૂરી છે, સાથે જ ઝિંક વધુ પરસેવો થવાની સમસ્યાને પણ દૂર કરે છે. જો પરસેવો ઓછો આવશે તો પિંપલ્સ, ડાઘા વગેરે દૂર રહેશે. તેમાં રહેલું ફોલિક નવા સેલ્સ બનાવવામાં મદદ કરે છે. નવા સેલ્સ બનવાથી ચહેરાના પોર્સ ખુલે છે. જે સ્કિનને હેલ્ધી રાખવા માટે બહુ જરૂરી છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ