મહિલાઓ રોજ ડાયટમાં ખાઓ આ 12માંથી કોઈ 1 ફૂડ, તમને નહીં થાય બ્રેસ્ટ કેન્સર

બ્રેસ્ટ કેન્સર થવાના ખતરાથી બચવા માટે, નિયમિત ખાઓ આ 12માંથી 1 સુપરફૂડ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jan 31, 2018, 01:41 PM
12 best foods To Prevent Breast Cancer

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ બ્રેસ્ટ કેન્સર એ મહિલાઓમાં જોવા મળતા કેન્સરનો સૌથી જાણીતો પ્રકાર છે અને મહિલાઓમાં કેન્સરને કારણે મૃત્યુની બાબતે તે બીજા ક્રમનું સૌથી મોટું કારણ છે. મહિલાના જીવનકાળમાં 9ની સામે 1 કિસ્સામાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ રહેલું છે. જો પરિવારમાં ભૂતકાળમાં કોઈને સ્તન કેન્સર થયું હોય ખાસ કરીને નિકટના સ્વજનોમાં તો સ્તન કેન્સર થવાની સંભાવના વધી જાય છે. જોકે યોગ્ય ટ્રીટમેન્ટ દ્વારા આ રોગને ઠીક કરી શકાય છે.

પરંતુ સ્ત્રીઓમાં આ ખતરનાક બીમારી વધવાથી રોકવા માટે સૌથી સારો ઉપાય છે રોજિંદાના ડાયટમાં કેટલાક આહારનું સેવન કરવુ. ન્યૂટ્રિશનથી ભરપૂર હેલ્ધી વસ્તુઓને ખાવાથી બ્રેસ્ટ કેન્સર થવાના ખતરાને રોકી શકા છે. કેટલાક ખોરાક એવા હોય છે જેમાં એન્ટીકેન્સર કમ્પાઉન્ડ હોય છે જે કેન્સર સામે રક્ષણ કરે છે.

આગળ વાંચો એવા ખોરાક વિશે જે સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર થવાના ખતરાથી બચાવે છે.

12 best foods To Prevent Breast Cancer

હળદર

 

હળદરમાં રહેલું કર્ક્યુમિન કેન્સર ફાઈટિંગ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. હળદરનું સેવન બ્રેસ્ટ કેન્સરની સાથે સ્કિન, પેટ અને ફેફસાંમાં થતાં ખતરનાક કેન્સર સેલ્સ વધતાં અટકાવે છે. 

 

અખરોટ

 

અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ, નેચરલ ફાઈટોકેમિકલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ત્રણેય તત્વો મળીને કેન્સર સામે લડે છે. 

12 best foods To Prevent Breast Cancer

બેરીઝ

 

સ્ટ્રોબેરી, રાસબેરી અને બ્લૂબેરી જેવી બેરીઝમાં ફાઈટોકેમિકલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે. સાથે જે તેમાં ઈલેજિક એસિડ પણ હોય છે. જે બ્રેસ્ટ કેન્સર સામે લડવામાં મદદ કરે છે. 

 

સફરજન

 

એન્ટીઓક્સીડેન્ટ અને ફાયબરથી ભરપૂર સફરજન રોજ ખાવું જોઈએ. તેનાથી ઈમ્યૂન સિસ્ટમ સ્ટ્રોન્ગ બને છે. સ્ત્રીઓએ તેનું સેવન ચોક્કસથી કરવું જોઈએ, આનાથી બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના ઓછી થઈ જાય છે. 

12 best foods To Prevent Breast Cancer

લીલાં શાકભાજીઓ

 

લીલાં શાકભાજીઓમાં એ તમામ ન્યૂટ્રિશન્સ હોય છે જે તમારા શરીર માટે જરૂરી હોય છે. લીલાં પાનવાળી શાકભાજીઓમાં ફાઈટોકેમિકલ્સ, ક્લોરોફિલ, ફાયબર અને વિટામિન બી ખાસ હોય છે. જે શરીરને સ્વસ્થ રાખે છે અને સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ આપે છે. 

 

અળસી

 

અળસીમાં રહેલું ઓમેગા-3 ફેટી એસિડ અને ફાયબર કેન્સર સેલ્સને વધતાં રોકે છે. અળસી અને તેના તેલનો ઉપયોગ તમે સલાડ, મુખવાસ, કુકીઝમાં પણ કરી શકો છો. 

12 best foods To Prevent Breast Cancer

ગ્રીન ટી

 

ગ્રીન ટીમાં પોલીફિનોલ્સ હોય છે જે એક એન્ટીકેન્સર તત્વ છે. રિસર્ચ પ્રમાણે દરરોજ બે કપ ગ્રીન ટી પીવાથી બ્રેસ્ટ કેન્સરના ખતરાને દૂર કરી શકાય છે. 

 

લસણ

 

લસણમાં રહેલું એલિસિન તત્વ એન્ટીકેન્સર તત્વ તરીકે જાણીતું છે, જે શરીરમાં કોઈપણ પ્રકારના ટ્યૂમરને બનતા રોકે છે. સાથે જ આનું સેવન સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવનાને ઓછી કરે છે. 

12 best foods To Prevent Breast Cancer

મરચું

 

લીલાં મરચાંથી લઈને લાલ મરચાં સુધી બધાં પ્રકારના મરચાં કેન્સર સેલ્સને વધતાં અટકાવે છે. સિમલા મરચાંનો ઉપયોગ બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ કરે છે. લીલાં સિમલા મિર્ચમાં ક્લોરોફિલ હોય છે. લાલ સિમલા મિર્ચમાં કેપસાઈસિન અને એન્ટીઓક્સીડેન્ટ કેરોટીનોઈડ્સ હોય છે જે બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ કરે છે. 

 

સાબૂત અનાજ

 

સાબૂત અનાજ જેમ કે બ્રાઉન રાઈસ, ઘઉં, જવ, દળિયા, ઓટ્સ, કોર્ન વગેરેમાં ફાયબર અને કેટલાક જરૂરી વિટામિન અને મિનરલ્સ હોય છે. જો દરરોજ થોડી માત્રામાં આવા ખોરાકનું સેવન કરવામાં આવે તો સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવનાને ઓછી કરી શકાય છે. 

12 best foods To Prevent Breast Cancer

દાળો

 

એસ્ટ્રોજન હોર્મોન જે બ્રેસ્ટ ટિશ્યૂને ડેમેજ કરી કેન્સરનું કારણ બને છે. આને દૂર કરવા માટે ડાયટમાં દાળોને સામેલ કરો. ફાયબર હોવાની સાથે દાળોમાં ફોલિક એસિડ અને કેટલાક પ્રકારના ન્યૂટ્રિશન હોય છે જે બ્રેસ્ટ કેન્સરના ખતરાને દૂર કરે છે. જેથી રોજ વિવિધ દાળોનું સેવન કરો. 

 

દાડમ

 

દાડમમાં પોલિફિનોલ હોય છે જે એક પ્રકારનું ઈલેજિક એસિડ હોય છે, સાથે જ તે એન્ટીઓક્સીડેન્ટથી પણ ભરપૂર હોય છે. આ બન્ને તત્વો બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ આપે છે. 

X
12 best foods To Prevent Breast Cancer
12 best foods To Prevent Breast Cancer
12 best foods To Prevent Breast Cancer
12 best foods To Prevent Breast Cancer
12 best foods To Prevent Breast Cancer
12 best foods To Prevent Breast Cancer
12 best foods To Prevent Breast Cancer
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App