તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચહેરાના ડાઘ દૂર કરવાથી લઈ રિંકલ્સથી છુટકારો મેળવવા સુધી વિટામિન Eની 1 ગોળીના કરો 6 પ્રયોગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્કઃ માર્કેટમાં મળતા અંદાજિત દરેક સ્કિનકેર પ્રોડક્ટ્સમાં વિટામિન E એક જરૂરી ઇન્ગ્રીડિએન્ટના તરીકે મોજૂદ હોય છે. આવું એટલે કારણ કે આ સ્કિન અને વાળને હેલ્ધી બનાવવાની સાથે-સાથે સ્ટ્રેચ માર્ક્સ અને પિંપલ્સના ડાઘ દૂર કરી ડ્રાય સ્કિનથી છુટકારો અપાવે છે. આ ફાયદા સિવાય વિટામિન Eમાં રહેલા એન્ટિઓક્સીડેન્ટ્સ એજિંગને દૂર કરવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ વિટામિન Eના ફાયદા.

 

ડાઘ કરો દૂર

વિટામિન Eની એક કેપ્સૂલ લો અને સોઈની મદદથી તેમાં એક કાળું કરો. હવે તેની અંદરનું તમામ ઓઇલ નીકાળી લો અને પોતાના પ્રોબ્લેમ એરિયા પર લગાવો. આ એક સીરમની જેમ કામ કરશે અને ચહેરાના ડાર્ક સ્પોટ્સ અને ડાઘ ઓછા કરશે. બેસ્ટ રિઝલ્ટ માટે તેને આખી રાત એવી જ રીતે રહેવા દો.

 

રિંકલ્સથી અપાવશે છુટકારો
દરેક આઇ-ક્રીમમાં વિટામિન E મોજૂદ હોય છે. આ રિંકલ્સથી છુટકારો અપાવવામાં અસરકારક હોય છે. તમે ઈચ્છો તો વિટામિન Eનો સીધે પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે વાટકીમાં એક વિટામિન E કેપ્સૂલની અંદરનું ઓઇલ કાઢી લો અને તેમાં બદામનાં તેલના 5થી 6 ટીપાં મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. સૂતા પહેલા તેને પોતાની આંખોની આજુબાજુની સ્કિન પર લગાવો.

 

વાળ વધારવામાં કરશે મદદ
વિટામિન Eનો ઉપયોગ કરી તમે લાંબા, ચમકદાર અને મજબૂત વાળ મેળવી શકો છો. વિટામિન Eની એક કેપ્સૂલ લો અને તેની અંદરથી ઓઇલ કાઢી લો. હવે તેને સૂતા પહેલા પોતાના સ્કાલ્પ પર સરખી રીતે લગાવો અને સવારે ધોઈ લો.


નખ અને ક્યૂટિકલ્સને બનાવો સોફ્ટ
રફ અને ક્રેક્ડ નખ અને ક્યૂટિકલ્સને વિટામિન E ઓઇલ સોફ્ટ બનાવવાનું કામ કરે છે. તમે ઈચ્છો તો વિટામિન E ઓઇલને સીધે નખ અને ક્યૂટિકલ્સ પર લગાવી શકો છો અથવા પછી તેને પોતાની રેગ્યુલર ક્રીમની સાથે મિક્સ કરીને સ્કિન પર મસાજ કરો.

 

સ્ટ્રેચ માર્ક્સને કરો દૂર
સ્ટ્રેચ માર્ક્સથી છુટકારો મેળવવા માટે 2 વિટામિન E કેપ્સૂલ લો અને તેમાં ઓઇલ અને 1 ટેબલસ્પૂન નારિયેળ તેલ અથવા ઓલિવ ઓઇલ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને પ્રોબ્લમ એરિયા પર લગાવો અને સ્ટ્રેચ માર્ક્સ દૂર કરો.

 

ફાટેલા હોઠને કહો અલવિદા
ડ્રાય અને ફાટેલા હોઠ માટે હવે તમારે લિપ બામના ઉપર નિર્ભર રહેવાની જરૂર નથી. માત્ર એક વિટામિન E કેપ્સૂલ લો અને તેને કટ કરીને તેની અંદર રહેલા ઓઇલને હોઠ પર લગાવો અને મેળવો સોફ્ટ લિપ્સ.

 

 

આ પણ વાંચોઃ- સ્કિનને કાયમ શાઇનિંગ અને ગ્લોઇંગ બનાવી રાખવા ઘરે જ બનાવો ગ્રીન ટીના 4 નેચરલ ફેસપેક