વજન ઉતારવા રોજિંદા જીવનની આ 10 ટિપ્સ ફોલો કરો, 15 દિવસમાં ફરક દેખાશે

વજન ઉતારી ચરબીના થર ઓછાં કરશે આ 10 સરળ ઉપાય

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jun 06, 2018, 05:35 PM
રોજિંદા જીવનમાં માત્ર આ 10 સામાન્ય ટિપ્સ ફોલો કરીને તમે 15 દિવસમાં વજન ઘટાડી શકો છો
રોજિંદા જીવનમાં માત્ર આ 10 સામાન્ય ટિપ્સ ફોલો કરીને તમે 15 દિવસમાં વજન ઘટાડી શકો છો

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ વજન ઉતારવા માટે રોજની લાઈફ અને ડાયટમાં કેટલાક ફેરફાર લાવી દેવાથી વજન ચોક્કસપણે ઘટાડી શકાય છે અને 15 દિવસમાં તમને અસર પણ દેખાશે. અહીં જણાવેલ 10 ટિપ્સ સાવ સરળ અને સામાન્ય છે પણ વજન ઉતારવામાં કારગર સાબિત થશે.


10 ટિપ્સ જે ફટાફટ વજન ઉતારવામાં મદદ કરશે


સવારે ખાલી પેટ 1 ગ્લાસ નવશેકું પાણી પીવો. તેનાથી બોડીના ટોક્સિન્સ બહાર નીકળી જશે અને ફેટ બર્ન કરવામાં મદદ મળશે.


સવારે દૂધવાળી ચાની જગ્યાએ ખાંડ વિનાની ગ્રીન ટી પીવો. તેનાથી મેટાબોલિઝ્મ ફાસ્ટ થશે. જેથી બોડી વધુ કેલરી બર્ન થશે.


ભોજન કર્યા પહેલાં 1 ગ્લાસ પાણી પીવો. આનાથી ઓવરઈટિંગથી બચશો.


ભોજનની સાથે 1 વાટકી દહીં ખાઓ. આમાં રહેલાં પ્રોબાયોટિક બેક્ટેરિયા મેટાબોલિઝ્મની પ્રોસેસને ઝડપી બનાવશે, જેનાથી વજન કંટ્રોલમાં રહેશે.


સાંજે ભૂખ લાગે તો પપૈયું ખાઓ. આમાં રહેલું ફાયબર વજન ઘટાડવામાં મદદ કરે છે.


થોડાં દિવસો માટે ડાયટમાં શુગર અને મીઠાની માત્રા ઓછી અથવા બંધ કરી દો. તેનાથી જલ્દી વજન ઘટાડવામાં મદદ મળશે.


રોજ સવારે 30 મિનિટ બ્રિસ્ક વોક કરો. આનાથી બોડી ફંક્શન સુધરશે અને ફેટ ઝડપથી બર્ન થશે.


રાતના ભોજનમાં રાગીના લોટની રોટલી ખાઓ. આમાં ન્યૂટ્રિઅન્ટ્સ ભરપૂર અને કેલરી ઓછી હોય છે.


રોજ 1 ગ્લાસ દૂધીનો જ્યૂસ પીવો. તેમાં રહેલું ફાયબર વજન ઘટાડવામાં મદદ કરે છે.


ભોજનમાં મરચાંનું પ્રમાણ વધારો. આમાં રહેલું કેપ્સેસિન ફેટ ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે.

X
રોજિંદા જીવનમાં માત્ર આ 10 સામાન્ય ટિપ્સ ફોલો કરીને તમે 15 દિવસમાં વજન ઘટાડી શકો છોરોજિંદા જીવનમાં માત્ર આ 10 સામાન્ય ટિપ્સ ફોલો કરીને તમે 15 દિવસમાં વજન ઘટાડી શકો છો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App